________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સદ્ગુરુનો યોગ બને તોપણ તે સત્નો વિરોધ કરશે અને કુગુરુ પાસે પોતાનો આગ્રહ દઢ કરવા જશે. પોતાની દૃષ્ટિને શું રુચે છે, કઈ બાજુ વલણ રહે છે. તે જાણવાનો ઉપયોગ રહેવો જોઈએ પોતાની ભૂલ કયાં થાય છે, તે જોવા ઊભો રહે તો ભૂલ કરે નહિ.
[તા. ૧૦-૧૦-૩૯] આત્મહિતનું ભાન નથી એવા મતાર્થીનાં લક્ષણ કહેવાય છે. જેને પોતાના મતનો આગ્રહ નથી, અંતરમાં કુણપ છે, તેને તો સાચું સમજવાનો અવકાશ છે; પણ જેને ખોટાની પકડ છે તેને સત્ સમજવાનો અવકાશ નથી. ૨૪-૨૫ ગાથા કહી તેમાં શ્રદ્ધા અને જ્ઞાનની ભૂલ કહી છે. અસત્ સમાગમે જેને ગુરુની ઓળખમાં ભૂલ છે, તેને સત્ દેવ, ધર્મ અને વ્રતમાં પણ ભૂલ છે.
૨૫.
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ;
અસદ્ગુરુને દેઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬, આમાં કુદૃષ્ટિ અને અસદ્દગુરુની દૃઢતા વિષે કહે છે. જેમ મોક્ષનો માર્ગ સમ્યકુશ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર છે, તેનાથી ઊંધો માર્ગ કુશાન, કુશ્રદ્ધા, અને કુચારિત્ર છે. શુભ રાગને ધર્મ માની જીવો રાગાદિમાં રોકાય છે. વળી ઘણાય કહે છે કે અમારું માનેલું સાચું છે. મતાર્થી જીવને પ્રત્યક્ષ સદ્ગુનો કયારેક યોગ મળે અને દુરાગ્રહછેદક અવિરોધ વાણી સાંભળવા મળે, છતાં તેનાથી અવળી રીતે ચાલે. ઊંધી દષ્ટિવાનનું એવું લક્ષણ છે કે સાચું સાંભળે તેનાથી ઊંધાઈ કરે જ; ન કરે તો તે ઊંધી દૃષ્ટિવાન નહિ. પૂર્વે કહ્યું કે “જે જિનદેહ પ્રમાણ ને...મતાર્થીઓ નવતત્ત્વ અને હિત-અહિતને સમજે નહિ; દેહના પ્રમાણથી આત્માનું પ્રમાણ માપે-સરખાવે છે તે અવિકારી ચિદ્દન સાથે જડને સરખાવે છે. જેનું વીર્ય ઊધું છે, ઊંધી દૃષ્ટિ છે, તેને મુમુક્ષુ પુરુષાર્થીનો યોગ બને છતાં ઊંઘી દૃષ્ટિવાળા ઊંધો અર્થ કરે. અંદરમાં નકાર ન કરે તો તે ઊંધો ન કહેવાય. જેની દૃષ્ટિ અધિકારી આત્માથી વિપરીત છે તેને સની વાત અણગોઠતી થઈ પડશે. ધર્માત્મા જ્ઞાની હોય, સમાધિમરણનું ટાણું હોય, તે વખતે કદી વ્યાધિથી આર્તધ્યાન-અસ્થિરતા થાય, પણ કોઈ બીજો જ્ઞાની આવીને પુરુષાર્થની વાત કરે કે તરત જ તેનું વીર્ય જોરથી ફાટીને પુરુષાર્થ ઉપાડીને પોતાનો ભાવ ઉત્કૃષ્ટ-સવળો કરી લે. મિથ્યાષ્ટિવાળો સાચી પ્રરૂપણા-સાચો ન્યાય સાંભળે ત્યાં કુતર્ક અને તેનો વિરોધ કર્યા વિના ન રહે અને ઉન્માર્ગપ્રરૂપક ખોટા ગુરુ હોય તેની પાસે જઈને પોતાની અસત્ વાતને દેઢ કરે કે તમે જ સાચા છો. બીજા આમ કહે છે તે ખોટું છે; કહે કે આપણે એવા દેઢ છીએ કે દેવના ડગાવ્યા ન ડગીએ, તો પછી બીજાનો શો ભાર? આપણા વિરોધી ગમે તેમ કહે, પણ આપણે કેમ ડગીએ? શાસ્ત્રમાં શ્રદ્ધાથી ન ડગવાની વાત આવે છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com