________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૫ ]
[ ૧૩૭ હળવેથી કહે કે, “ભાઈ ! તમે અભ્યાસ કરો, સત્સમાગમ કરો, એટલે ખોટું શું અને સાચું શું? તે સમજાઈ જતાં ખોટાનો આદર ન થાય. પેલા ઝવેરીના છોકરાને પોતાની મૂર્ખાઈ ઉપર હસવું આવ્યું, તેમ સમ્યજ્ઞાન થયા પછી ગયા કાળમાં કાળા કેર કર્યા હતાં, એવી ભૂલ ઉપર હસવું આવ્યું કે કાચને મણિની જેમ, બાહ્ય વસ્તુનાં નિમિત્તને મેં સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નો માન્યાં હતાં અને ખોટામાં હરખાયો હતો. સાચું સમજતાં જ્ઞાની ખોટાનો આદર કરે નહિ. અહીં જ્ઞાનીને કહેવું છે કે જીવો એમ માને છે કે આપણાં કુળધર્મના દેવ છે, એટલે એનાં પુણ્યના વર્ણનથી મને લાભ થશે; એમ માનીને બાહ્ય દેહાદિ સમવસરણ આદિનું માહાભ્ય કર્યા કરે છે, તેને ધર્મ માને છે, તેને અંતરંગ સ્વરૂપની ખબર નથી. એવા મતાથને ઊંધો ન્યાય બેઠો છે, એટલે જ્યાં-ત્યાં ઊંધું જ ખતવશે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં પ્રશ્ન છે કે અમને પુણ્યની મીઠાશ છે, એમ તમને ક્યાંથી ખબર પડી? અમે તો જાણીએ છીએ કે પુણ્યનું કારણ જાદું છે, અને મોક્ષનું કારણ જુદું છે, છતાં તમે શા આધારે એમ કહો છો?
તેનો જવાબ એ છે કે :- તે અતીન્દ્રિય બેહદ જ્ઞાનાનંદસ્વભાવનાં સુખને પુણ્યનાં પરાધીન સુખ સાથે સરખાવ્યાં કે ઇન્દ્રના અને સ્વર્ગનાં સુખથી મોક્ષનું સુખ અનંતગણું છે, તેથી અમે જાણ્યું કે તને પુણ્યની મીઠાશ છે. તારી ભાષામાં ભાવ એવો આવે છે, કારણ કે વિકારી પ્રકૃતિની પરાધીનતારૂપ પુણ્યનો જડ રસ (શાતા રસ) તેનો ગુણાકાર અનંતગણો કરી શુદ્ધ આત્માની જાત સાથે સરખાવે છે તે એક ઝેરના બિંદુને અનંતગણો કરી તેની સરખામણીએ અમૃતની તુલના કરવી તે સમાન છે. એ જડની જાત-શાતાનો પરાધીન યોગ તેની જાતને અતીન્દ્રિય આત્માના નિરાકુળ સ્વાધીન આનંદ સાથે મેળવે છે તે ઝેર અને અમૃતનો સમન્વય કરે છે. એમ જે શ્રી જિનનાં દેહ અને સમવસરણનું જ માહાભ્ય કરે છે, તે વીતરાગનું સ્વરૂપ અને સુખ તેનાથી અનંતગણું તે જાતનું માને છે, માટે તેને શુદ્ધ આત્મસ્વરૂપની જાત કેવી હોય તેની ખબર નથી. વળી તે કહે કે અમારા અંતરંગ ભાવ એવા નથી, પણ અજ્ઞાન-અજાણપણું એ કાંઈ બચાવ નથી. પોતાથી રોગ ન ટળે તો વૈદ પાસે જવું પડે છે તેમ પોતાનાં પલાખાંમાં (ધારણામાં) કયાં ભૂલ છે તે જ્યાં લગી જીવ જાણતો નથી
ત્યાં લગી આગળ વધી શકે નહિ. સાચું સમજવાનો કામી હોય તેને આગ્રહ હોય નહિ. સત્સમાગમ વડે જેણે વીતરાગદેવનું સ્વરૂપ જાણ્યું છે તેને આત્માની હા આવે જ. રાગ આદિ વિકલ્પને પર છે એમ જાણ્યા પછી તેને પરના નિમિત્તની અપેક્ષા સાથે સરખાવવાનો ભાવ થાય નહિ; પુણ્યના સુખ સાથે આત્માના ગુણની સરખામણી કરવાનો ભાવ નહિ આવે. હવે માર્થીના લક્ષણમાં આવશે કે મતાર્થી જીવે અસગુનો સમાગમ દેઢ કર્યો છે, એટલે ગુરુની ઓળખમાં ભૂલ થઈ છે; તેથી સાચા દેવની પણ ઓળખ નથી. સાચા દેવની ઓળખ નથી એટલે પ્રત્યક્ષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com