________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જેને વિવેક છે તે સમજે છે કે હું જે જ્ઞાનીના ગુણગાન કરું છું તેના સ્વરૂપની જાતને જડની જાતના વિકારી ઠાઠથી ન ઓળખાય, એકલું અવિકારી, અસંગ, નિર્મળ, અવિનાશી, પૂર્ણજ્ઞાનઘન શુદ્ધ આત્મતત્ત્વ છે, તે પરદ્રવ્ય-પરભાવથી નિરાળું છે. એની શ્રદ્ધા થયે સર્વજ્ઞ વીતરાગ શ્રી જિનની પ્રતીતિનો ભાવ આવે જ. તેનો એક ન્યાય અનંતા સમ્યક ન્યાયને લઈ આવે. જેને તત્ત્વદેષ્ટિ નથી પણ બાહ્યદૃષ્ટિ છે તેને પુણ્યાદિ સગવડતાની મીઠાશ ઊંડાણમાં હોય જ. કોઈને દેવભુવનનું વર્ણન, તીર્થંકરાદિ વિભૂતિનું વર્ણન સાંભળવાની જો રુચિ હોય તો સમજવું કે તે જીવને પુણ્યાદિની સગવડતાની મીઠાશ છે અને તેથી તત્ત્વની વાત આવશે તેમાં તેને હોંશ નહિ આવે.
પ્રશ્ન :- શું ભક્તિ આદિ શુભરાગ ન કરવો? ઉત્તર- રાગને કર્તવ્ય માને એ જુદી વાત છે અને શુભરાગ થઈ જાય તે જુદી વાત છે. આત્મભણી જેનું વલણ છે એવા ધર્માત્માને ઘણા ભાગે સાધકની અધૂરી દશામાં શુભ-પ્રશસ્ત રાગ થઈ જાય છે; પણ એનો અભિપ્રાય વીતરાગદેષ્ટિપણે વર્તે છે, અને તેથી નિર્જરા થાય છે. એ ભાવ કેવો હશે તે સમજવા માટે સત્સમાગમ ઉપર જ્ઞાનીઓ ભાર મૂકે છે.
આત્મા આત્માને પોતાના સત્સમાગમનો લાભ આપે. એવા લાયક જીવને ભાષામાં અહંપણું ન હોય, નિર્માનતા જ હોય. હિતરૂપ અને અહિતરૂપ ભાવનો આંતરો પાડતાં ન આવડે તેની ખતવણીમાં જ્યાં ત્યાં ઊંધું જ આવશે.
પ્રશ્ન :- સમજાય નહિ ત્યાં લગી શું કરવું?
ઉત્તર :- સાચું સમજાયે ખોટું ઊભું ન રહે. ઝવેરીનું દૃષ્ટાંતઃ- બે ઝવેરી મિત્રો હતા. એક ઝવેરાતનો વેપારી પોતાના નાના પુત્રને મૂકીને મરી ગયો. પૈસાની તાણ પડી. તેની માતાએ ત્રણ રત્નો વટાવવા માટે પુત્રને તેના પિતાના મિત્રની પેઢી ઉપર મોકલ્યો. તે જાવાન પુત્ર તેની દુકાને ગયો. ઝવેરીએ હીરા જોઈને વિચક્ષણતા વાપરી કે આ હીરા તો તદ્ન કાચના છે, પણ અત્યારે કહી દઈશ તો તે મૂંઝાઈ જશે. તેથી કહ્યું કે, “ભાઈ ! આ હીરા હાલ વટાવવાની જરૂર નથી. તું હમણાં મારી દુકાન ઉપર બેસતો થા અને આપણા ધંધાની કળા શીખ. જ્યારે બે વરસ થયાં અને હીરાનો પારખું થયો ત્યારે તેના બાપાના મિત્રે આજ્ઞા કરી કે જા, તારા ત્રણ હીરા લઈ આવ. પેલાએ ઘેર જઈને પેટી ઉઘાડી અને પોતાના માનેલાં કિંમતી રત્નો હાથમાં લઈને જોયાં તો કાચનાં ખોટાં લાગવાથી તરત જ બહાર જઈને ફેંકી દીધાં. દુકાન ઉપર આવ્યો ત્યારે શેઠે પૂછયું કે, કાં ભાઈ! હીરા લાવ્યો?' ઉત્તર-ના જી, એ તો તન્ન ખોટા હતા. તમે મને પ્રથમ કેમ ન કહ્યું? ત્યારે ઝવેરીએ સમજણ પાડી કે તે ટાણે તને શંકા પડવાનો સંભવ હતો કે રખેને આ જૂઠું બોલીને મારા સાચા હીરા લઈ જાય અથવા તારી ધીરજ ખૂટી જાય. એમ ખોટી શ્રદ્ધાવાળો જો શ્રીગુરુ પાસે વિનય શીખવા આવે તો તેને પાછો કાઢી ન મૂકે, પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com