________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મામાં ભર્યું છે તેની ઓળખ નથી; અને ૩૪ અતિશય વગેરે તથા સોનાના ગઢ, આઠ પ્રાતિહાર્ય, ઇન્દ્રોની સેવા વગેરે ગાયા કરે; પણ અંતરંગસ્વરૂપ શું તેને ઓળખ્યા વિના તે ખરેખર રાગમાં રોકાણો છે, શ્રી જિનનું સ્વરૂપ ઓળખ્યા વિના તેની બધી ખતવણી ઊંધી છે. જિનપદ તે નિજપદ છે. શ્રી અરિહંતને દ્રવ્ય-ગુણ-પર્યાયથી યથાર્થપણે સત્સમાગમ વડે જે જાણે તે નિશ્ચયથી પોતાના જ સ્વરૂપને જાણે છે. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે કે
जो जाणादि अरहंत दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।।८।।
(શ્રી પ્રવચનસાર અ. ૧) જે કોઈ વીતરાગ પરમાત્માની પૂર્ણ શક્તિનો પિંડ આત્મા છે; તે જેમ છે તેમ જાણે છે એટલે કે અખંડ ત્રિકાળી, અનંત શક્તિથી અભેદ આત્મદ્રવ્ય, ગુણ અને પર્યાય યુક્ત અહંત ભગવાનના શુદ્ધ આત્માને યથાર્થપણે જાણે છે તેનો મોહ અવશ્ય ક્ષય પામી જાય છે. આત્મા અવિનાશી, પૂર્ણ નિર્મળ છે, અક્રિય અને જ્ઞાનમાત્ર છે, પરથી જુદો-અસંગ છે, એમ જિનપદ જાણ્યું તેણે નિજપદને જાણ્યું છે, તેથી તેની ભ્રાંતિ એટલે દર્શનમોહ ક્ષય થઈ જાય છે. કારણરૂપે તે જ વખતે મોહનો અભાવ છે. શ્રીમદ્ કુંદકુંદાચાર્ય પોતે વિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાન પાસે સાક્ષાત્ ગયા હતા અને આઠ દિવસ સુધી તીર્થકર સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળી હતી, તેમાં ક્ષાયિકભાવઅપ્રતિહતભાવનું વર્ણન તે વખતે ખૂબ ચાલેલું, એટલે એ ભાવના ભણકાર પ્રવચનસારમાં તથા સમયસારમાં દેખાય છે. સર્વજ્ઞનું સ્વરૂપ અને એ ભાવ જેણે જાણો તેનો મોહ એટલે સ્વસ્વરૂપની ભ્રાંતિનું કારણ મોહકર્મ અવશ્ય ટળી જાય છે-ક્ષય થાય છે.
સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે નગરીનું વર્ણન કર્યું કાંઈ તે નગરીનાં ભૂપનું વર્ણન થયું, ગુણગ્રામ થયાં-એમ ન કહેવાય; તેમ પુણ્યાદિ-શરીરાદિ ગુણની સ્તુતિ કર્યો કેવળી ભગવાનના ગુણની સ્તુતિ થતી નથી. તેમ જ ભગવાનને જે પુણ્યપ્રકૃતિનો યોગ છે તેનું જ લક્ષ કરીને, તેમાં મોહ પામી, તેમાં જે કોઈ પોતાની બુદ્ધિ રોકી રાખે અને કહે કે અહો ! અમારો કુળધર્મ કેવો રૂડો છે! ભગવાન ચાલે ત્યારે દેવો સેનાનાં કમળ રચે છે, નાટક કરે છે, એ વગેરે પુણ્યની મીઠાશ તરફ જેનું લક્ષ છે તેનું વલણ તત્ત્વ ભણી ન રહેતાં પુણ્ય ભણી રહે છે. વીતરાગતા સંબંધી કોઈ આત્માની વાત કરવા માગે તો વચ્ચે વાત નાખે કે ભગવાનને આવાં પુણ્ય હોય કે ૬૪ જોડ ચામર વિંઝાય વગેરે વગેરે; એમ જેને પુણ્યની મીઠાશ છે, પુણ્યનો રાગ છે, તેને પોતાનું ભાન નથી. અંતરંગસ્વરૂપની વીતરાગતાને ભૂલીને પુણ્યનાં વખાણ કરે છે. જ્ઞાની તેને કહે છે કે તને તારી જાત અને સર્વજ્ઞનું સ્વરૂપ જાણવાની રુચિ નથી. જે આચાર્યાદિ ધર્માત્માઓએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com