________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૫ ]
[ ૧૩૩ ધર્મના તે ગુરુમાં જ મમત્વ” આ ૨૪ મી ગાથામાં એ આવ્યું કે પોતાથી બાહ્ય ત્યાગ વિષયકષાયાદિનો ત્યાગ નથી થતો, તેથી જેને ત્યાગાદિ જેવો યોગ છે તેને બહુમાન આપે છે. પણ બાહ્ય ત્યાગથી ધર્મ હોય તો વનસ્પતિ વગેરે એક સ્થાને બાહ્ય ત્યાગી થઈને બેઠા છે; તેમને પણ ધર્મ થવો જોઈએ.
કેટલાક લોકો પોતાના માનેલા ગુરુ જ સાચા છે એમ પોતાના સ્વચ્છંદને જ પોષે છે, અને તેમાં જ મમત્વ દઢ કરે છે. સાચું શું તેની ઓળખ વિના કુળધર્મના ગુરુને દઢ કરે. ગમે તેવા ધર્મગુરુ હોય પણ આપણાથી તો તે સારા છે, આપણે તો સંસારી છીએ માટે આપણે તો તે જે કહે તે માનવું, એમ કેટલાકો કહે છે, પણ સત્ય શું છે તે સમજવાની ગરજ વિના મતાગ્રહને દેઢ કરનારા ખોટાનો જ મમત્વ કરે છે તે મતાર્થી છે. અહીં બે લક્ષણો બાંધ્યા કેઃ
(૧) સાચું જ્ઞાન નહિ, અને
(૨) અંતર ત્યાગ નહિ એટલે જ્ઞાનની સ્થિરતા નહિ.-એ બેઉ કુગુરુનાં લક્ષણ કહ્યાં, અને બે લક્ષણ મતાર્થીના કહ્યાં. ૨૪. જે ગુરુને ઓળખવામાં ભૂલ્યા છે તે સન્દવને ઓળખવામાં પણ ભૂલે છે. તે હવે કહે છે:
જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ
વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજબુદ્ધિ. ૨૫. જે આત્મા પૂર્ણ શુદ્ધ પદને પામ્યા તે આત્મા પૂર્ણ આનંદસ્વરૂપ છે. તેમણે પૂર્વે ભાવના કરેલી કે સર્વ જીવોને આત્મધર્મ પમાડું. એ રાગના કારણે તીર્થકર નામકર્મની પ્રકૃતિ બંધાઈ ગઈ હોય છે. તેમનો દેહ અતિ સુંદર હોય છે. તે શરીરમાં ૧૦૦૮ ઉત્તમ લક્ષણ હોય છે. એ રૂપવંતપણું પુણ્યના અતિશયસહિત હોય છે.
માર્થીઓ તેમના દેહાદિનાં અને પુણ્યના ઠાઠનાં ગુણગાન કર્યા કરે છે; પણ શ્રી વીતરાગતત્ત્વ શું છે તેના સ્વરૂપનું ભાન (કે જેનું યથાર્થપણું સમજ્ય નિજપદ પણ સમજાય,) તે કરતાં નથી તેઓ તો માત્ર શરીરનાં લક્ષણ, રૂપનાં વર્ણન ગાઈ ગાઈ, તેને ધર્મ માને છે પણ તે કાંઈ આત્માનું લક્ષણ નથી. તેઓ જ્યાં ત્યાં પુણ્યના અતિશયથી આત્માના ગુણ માને છે, પણ ખરી રીતે તે ગુણનો મહિમા નથી, પણ પુણ્યની ઉજળી ધૂળનાં વખાણ છે. સાચો મહિમા જ્ઞાની ધર્માત્મા જાણે છે. જેને પૂર્ણ શુદ્ધ આત્મતત્ત્વનું ભાન છે તેને આત્માના લક્ષણની ખબર છે. તેની
સ્તુતિ કરનાર તે લક્ષે નિશ્ચયસ્તુતિ કરી શકે છે. અનંત આનંદથી ભરપૂર પૂર્ણ જ્ઞાનઘન તત્ત્વસ્વરૂપ, તીર્થંકર ભગવાનના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com