________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
જેઓની બાહ્યદૃષ્ટિ છે તે બાહ્યના ત્યાગ-વૈરાગ્યને સ્થૂલષ્ટિએ દેખે છે અને તેનો વિનય, નમસ્કાર આદિ બહુમાન કરે છે. તેનું કારણ એ છે કે પોતે દેહાદિનાં સુખ, સગવડતા, આસક્તિ ઘટાડી શકતો નથી, એટલે એવી સગવડતા વિના બાહ્યનું ચારિત્ર-કાયકલેશ દેખે ત્યાં અધધ થઈ પડે છે; તેવા જીવને આત્મા ૫૨વસ્તુનાં ગ્રહણ-ત્યાગ રહિત, નિર્મળ, અબંધ, બેદ જ્ઞાતા છે તે કેમ બેસશે ? જેણે બાહ્ય ત્યાગ-વૈરાગ્ય ઉપર આત્માની હૃદ બાંધી તેને બેહદ સામર્થ્યસ્વરૂપ આત્માની ઓળખ નથી, તેને અંતરંગ ત્યાગ નથી. બાહ્ય જોગની ક્રિયા દેખાય તે ઉ૫૨થી સાચું લક્ષણ માનવું તે દોષિત લક્ષણ છે. જેને સાચું જ્ઞાન નથી એટલે અંતર ત્યાગ-વૈરાગ્ય નથી તેને બાહ્ય ત્યાગમાં અજ્ઞાનપૂર્વક, અભિમાનસહિત, મિથ્યા આગ્રહસહિત કર્તૃત્વબુદ્ધિ છે. તેનો વૈરાગ્ય કેવળ દ્વેષરૂપ વા દુઃખગર્ભિત અથવા મોહગર્ભિત છે, પણ જ્ઞાનગર્ભિત નથી. રાગના ત્યાગરૂપ ત્યાગ થયો નથી, પણ તેને બાહ્ય પદાર્થ કે પ્રસંગનો જોગ ન હતો, સ્ત્રી આદિ પરિગ્રહની અંતરાય હતી, તેથી તેને વર્તમાનમાં જે ત્યાગ જેવો યોગ દેખાય છે તેમાં તેને કર્તુત્વભાવ છે ને જ્ઞાતાસ્વભાવનો તિરસ્કાર છે.
[ તા. ૯-૧૦-૩૯ ગાથા ૨૪ ચાલુ ]
જેને પોતાના સસ્વરૂપની રુચિ નથી તેવા બાહ્યદૃષ્ટિ જીવો બાહ્ય લક્ષણને જ જુએ છે. તેમાં એમ પણ આવ્યું કે પ્રથમ જે જીવો સદ્ગુરુ સંબંધમાં જ ભૂલે છે તે બધુંય ભૂલે છે. તેનાં કારણ જણાવ્યાં.
સદ્ગુરુનાં લક્ષણો પ્રથમ બતાવ્યાં કે શ્રી સદ્ગુરુ જ મુમુક્ષુ આત્માને સાચું હિત સમજાવી શકે છે; વ્રત, તપ, ધર્મ એ શું છે, નિશ્ચય-વ્યવહા૨ની સંધિ શું છે, ૫૨થી જુદાઈ, એકત્વની પ્રાપ્તિ શું છે તે સદ્ગુરુ યથાર્થપણે સમજાવી શકે છે. સાસ્ત્ર તથા સન્દેવની ઓળખાણ શ્રી સદ્ગુરુ કરાવે છે. અસદ્ગુરુઓ સન્દેવ-ગુરુ-શાસ્ત્ર અને અંતરંગ વિરતિથી ઊંધું જ બતાવે છે. અસદ્ગુરુનો સંગ ક૨ના૨ પોતે જ અલાયક છે. મતાર્થી જીવોને અનાદિથી બાહ્ય વસ્તુનો તેની દૃષ્ટિ મુજબ મોહ હોય છે. તેથી ગુરુની ઓળખાણ બાહ્યલક્ષણથી કરે છે. ૨૪ મી ગાથામાં કહ્યું છે કે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજ કુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ” જગતને અંત૨ની પરીક્ષા નથી, માટે બાહ્યત્યાગમાં ઝૂકે છે, તેને ધર્મ માને છે. જેને અંતરંગ ત્યાગ નથી તેને સમ્યગ્દર્શન નથી અને જેને સાચું જ્ઞાન નથી તેને ચારિત્ર એટલે જ્ઞાનની સ્થિરતા પણ નથી. જ્ઞાનરહિતપણું તે કુગુરુનું અને મતાર્થીનું લક્ષણ છે.
66
બાહ્યદૃષ્ટિ જીવ સ્થૂલ પર્યાયને દેખે છે, એટલે કે, આ ત્યાગી છે, બ્રહ્મચારી છે, ઊનાં પાણી પીએ છે, આમ તપ કરે છે, મુનિ છે, એમ જે બહારનું લક્ષ કરે છે. તેઓ આત્માને ભૂલે છે. તે જીવો એમ માને છે કે આ ગુરુ સાચા છે. · અથવા નિજકુળ
6
Please inform us of any errors on rajesh@AtmaDharma.com