________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૪]
[૧૩૧ હોય પણ બુદ્ધિબળ વિશેષ હોય છે તેને ચારિત્ર ઉપર એટલે કષાય ટાળવા તરફ લક્ષ હોતું નથી, પણ શુષ્કજ્ઞાનીપણું હોય છે. તે બુદ્ધિવાળા ક્રિયાકાંડવાળાને નિષેધે છે અને ક્રિયાકાંડવાળા શુષ્કશાનીને નિષેધે છે. એમ બેઉ સમજ્યા વિના-આત્માના ભાન વિના એકબીજાને નિષેધે છે.
વળી કોઈને બન્ને પ્રકાર હોય એટલે કે પરમાર્થ સમજ્યા વગરનું શાસ્ત્રજ્ઞાન, બાહ્યજ્ઞાન હોય અને ક્રિયા પાળતો હોય તેને પણ સન્ની ખબર નથી. તે બેઉને વિપરીત પણે માને છે અને કહે છે કે જાઓ! અમે સમજીને જ્ઞાન અને ક્રિયા કરીએ છીએ.
આત્માર્થી ધર્માત્મા હોય તે જગતના ભિન્ન-ભિન્ન મત દેખીને મૂંઝાય નહિ. તે તો ખોટાનો નિષેધ કરે, તે તેનું પ્રમાણિકપણું છે, તે કાંઈ દ્વેષ ન કહેવાય; પણ વિકલ્પદશા હોય તો તે જાતનો વિકલ્પ આવી જાય તે અપેક્ષાએ અહીં કહ્યું છે. આત્મા જ્ઞાનસ્વરૂપે છે, રાગને કરનાર રૂપે નથી. બાહ્યત્યાગ-ગ્રહણરૂપ કે શુભ રાગરૂપ નથી.
કોઈને દુઃખગર્ભિત વૈરાગ્ય હોય તેને પણ ત્યાગ-વૈરાગ્ય મનાઈ જાય છે. કોઈ માસ ખમણનાં તપ કરતો હોય તેનો દુર્બળ દેહ દેખીને ઘણા માન આપવા આવે. વળી સ્ત્રી આદિનો વિયોગ હોય તેને વિષે કંઈ મોટાઈ દેખાય છે. તેને માન આપનાર જીવને ઘરસંસારનો ખૂબ મોહ, મમતા હોય છે, તેથી તેવા જીવો આવા ત્યાગીને દેખીને તેના પ્રત્યે બહુમાન કરે છે, પણ આત્મતત્વની ઓળખાણ શું? તેની તેને ખબર નથી.
ત્રણ પ્રકારના પરીક્ષક કહ્યા છે :
(૧) અજ્ઞાનીઓ પ્રથમ વેશ નીરખે છે કે આપણા સંપ્રદાયનો વેશ છે ને! પોતાના કુળધર્મનો વેશ દેખીને રાજી થાય.
(૨) તેનાથી કાંઈ વધુ ડાહ્યા હોય તે દેહના ચારિત્રને-ક્રિયાને ઓળખે છે. પોતાની માનેલી બાહ્ય ચારિત્રની ક્રિયા હોય તો વખાણે.
(૩) જે બાહ્ય ત્યાગ કે બાહ્ય વેશ ઉપર વજન નહિ આપતાં અંતરંગ તત્ત્વસમ્યસ્વરૂપને યથાર્થ જાણે છે, તેની જ પરીક્ષા કરીને સત્નો આદર કરે છે અને ખોટાને ખોટું સમજે છે, તે જ આત્માર્થી છે.
કોઈ માને છે કે ખોટા-સાચા ધર્મની પરીક્ષા કરવા બેસીએ તો રાગ-દ્વેષ થાય, માટે પરીક્ષા કરવી નહિ, એવું માનનારા મૂઢમતિનો અત્રે નિષેધ થયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com