________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કોઈ વચન પુરુષાર્થને નબળું પાડનાર ન હોય. કોઈ એમ માને કે, અરે રે! આટલી ઊંચી ભૂમિકાવાળા પણ પડી જાય છે, તો આપણું શું થાય? આવાં મોળાં ઓઠાં લેનારાએ પૂર્વે મોળાપણું સેવીને પોતાના સ્વાધીન તત્ત્વને પરાધીન અને ભયવાળું માન્યું છે. વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવાનનાં વચનોનો આશય બધા જીવોના ભાવની ઉજ્જવળતા અર્થે, નિઃશંક સ્વભાવની વૃદ્ધિ થવા માટે હોય છે. સર્વજ્ઞનું વચન નિષ્પક્ષપાતી હોય છે. તેમનાં વચનો સમજીને સવળો અર્થ લેવાની જેને રુચિ નથી તે ઊંધો ભાવ પકડી લે છે; પણ સર્વજ્ઞ ભગવાનનો હેતુ સર્વ જીવોના હિત માટે હોય છે. પૂર્વે તેમણે એવી ભાવના કરી હતી કે સર્વ જીવોને આત્મધર્મ પમાડું (એનો ગર્ભિત ભાવ એ છે કે મારો આત્મા શીધ્ર પૂર્ણ થઈ જાઓ), એટલે એમના નિમિત્તથી સમવસરણમાં જે ધ્વનિ છૂટે છે તે આત્માર્થબોધક અને પરમ હિતકારી જ હોય છે. શાસ્ત્રમાં તેમનાં કથન ગણધર આચાર્યો ટૂંકી ભાષામાં ગોઠવે છે, તે સંક્ષેપમાં જ હોય. તેમનો આશય જીવો સમજીને પુરુષાર્થ લાવીને આત્મકલ્યાણ સાધે એવો હોય છે.
બીજી વાત એ છે કે એક આત્માની જાત એવી છે કે જે કદી મોક્ષે ન જાય. પણ એ સાંભળતાં જ્ઞાનીનું વચન જે ભાવે અને જે રીતથી છે તે ભાવે જે જીવ સમજે તે અભવી હોય નહિ. ભગવાનનાં વાકયથી તો ગુણની વૃદ્ધિ થવી જોઈએ પણ તેનો ન્યાય ન સમજતાં જે બહાનાં કાઢે છે કે આમ ન હોવું જોઈએ, તેનો નકાર કરવારૂપ પોતાની કલ્પના વડે કહે કે તેનો અર્થ આમ હોવો જોઈએ વગેરે અનેક બહાના બતાવી પરનો દોષ માનનાર-કહેનાર તેને આત્માર્થ નથી જોઈતો પણ મતાર્થ અને વિખવાદ જોઈએ છે. જેને આત્માર્થ જોઈએ છે, તેણે પોતાનો સ્વચ્છંદ, મતાગ્રહ છોડીને શ્રીગુરુ શરણે જવું જોઈએ. ૨૩. હવે મતાર્થીનાં લક્ષણ નિષ્પક્ષપાતપણે કહે છે કે :
બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય;
અથવા નિજ કુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪. જેને સાચું જ્ઞાન નથી પણ જેનો બાહ્યત્યાગ-વૈરાગ્ય દેખાય તેવાને લોકો સાચા ગુરુ માને છે; કારણ કે જગતના લોકો બાહ્યદૃષ્ટિથી જોનાર છે. કોઈને ખૂબ આકરી કષ્ટક્રિયા દેખાય તો કહે અહો! તપ કેટલા કરે છે! વસ્ત્ર કેટલાં ઓછાં વાપરે છે! વળી કોઈ પાશેર શીંગથી નભાવે તો તેનો મહિમા લાવી ગાણાં ગાય. વળી કોઈ નગ્ન હોય, કોઈ તપેલા પતરા ઉપર ત્રણ કલાક તપતો હોય કે બ્રહ્મચર્ય જેવું કોઈને દેખાતું હોય તેને દેખીને વાહ! વાહ! કરી બેસે, અને વિનય કર્યા કરે કે અહો ! તમે ભારે ત્યાગી છો. જગતમાં ધર્મને બહાને અન્યથા વર્તનારા બે વર્ગ મુખ્ય છે-કોઈ શરીરબળવાળા હોય તે ક્રિયાકાંડ અને કાયકલેશમાં પ્રવર્તે છે અને જે શરીરબળમાં મંદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com