________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૩]
[ ૧૨૯ નમી ન પડે. નમ્રતા ન દેખાય તો તે આત્માર્થી નથી. મતાર્થીના અભિપ્રાયમાં અનંતુ અજ્ઞાન દરેક ક્ષણે ભર્યું છે, ત્રિકાળી સત્નો અનાદર તે કરી રહ્યો છે. પછી ભલે તે ગમે તેવું ધર્મી નામ ધરાવતો હોય.
આત્માર્થી ધર્માત્મા નમન કરે છે કે-હે ગુરુ! હે પ્રભુ! હું નહિ, તું જ સત્ય છે, તારા આધારે જ મારું સત્યમય જીવન છે, એમ સમજીને વિનય કરે. મહા ધર્માત્મા નગ્ન નિર્ગથ મુનિ પદ્મનંદી આચાર્ય ઋષભજિનની સ્તુતિ કરતાં કહે છે કે-હે સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વર ! હું વાણી વડે આપની સ્તુતિ કેમ કરી શકું? વિકલ્પ દ્વારા સહજસ્વભાવનું વર્ણન કરવાને અસમર્થ છું, મૂઢ છું. તેઓ પૂર્ણજ્ઞાયકતાને લક્ષે જ્ઞાનઘનમાં મસ્ત હતા, સ્વાનુભવના લક્ષે પૂર્ણતાને પહોંચી જવાના કામી હતા. સત્પરુષનો વિનય કરીને ઠરી ગયા હતા. એક જ ભવે મોક્ષે જવાના છે. તેમણે કોઈવાર મિથ્યાષ્ટિને-મોહી જીવને નમન કર્યું નથી, કાંઈ દ્વેષ નથી. જ્ઞાની જે કાંઈ બોલે, જે કાંઈ કરે તે બધુંય સવળું છે. આત્મા અવિનાશી ચિદાનંદ, સહજસ્વભાવી છે અને દેહાદિ જડવસ્તુના લક્ષે જે જે ભાવ છે તે વિકાર પરભાવ છે. રાગભાવથી આત્મસ્વરૂપની સિદ્ધિ નથી, માટે જ આત્માર્થી ધર્માત્માનો વિનય કરતો હોય ત્યારે પણ અંતરંગમાં જ્ઞાનદશાની સ્થિરતા છે, પોતાના બેહદ અકષાયભાવનું લક્ષ છે. તેના લક્ષમાં વર્તતો જ્ઞાની સાધક ધર્માત્મા પોતે સ્વભાવમાં એકાગ્ર-સ્થિર રહી શકતો નથી ત્યારે પુરુષાર્થ ઉપાડવા વિનય સહિત સદ્ગની સ્તુતિ કરે છે. તેમનો વિનય પ્રમાણિક છે. નીચલી ભૂમિકાવાળા મુમુક્ષુ પણ સમજીને વિનય કરે છે. હવે આ ભૂમિકાની છેલ્લી ગાથા કહે છે. ૨૨.
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ;
તેવું મતાર્થી લક્ષણો, અહીં કહ્યા નિર્પક્ષ. ૨૩. જેને પોતાના મતના પ્રયોજનને સિદ્ધ કરવું છે, મતાગ્રહ મૂકવો નથી તેવા મતાર્થી માનાર્થીને આત્માનું લક્ષ થાય જ નહિ. આત્મલક્ષ એટલે પરદ્રવ્ય અને પુણ્ય-પાપ આદિ બધા પરભાવોના લક્ષણોથી સ્વાશ્રિત જ્ઞાન દ્વારા આત્માને પરથી જુદો પાડવો. આ આત્માનું નિર્દોષ લક્ષણ છે. તે સ્વરૂપને યથાર્થપણે મુમુક્ષુ જીવ ઓળખી શકે છે પણ મતાર્થી જીવ તેનું લક્ષણ અન્યથા માન્યું હોય છે. મતાર્થીને સની ઓળખ નથી. હવે મતાર્થીના લક્ષણની ઓળખાણ કહે છે કે જેમ ગોળનું લક્ષણ ગળપણ, કાળીજીરીનું લક્ષણ કડવાશ, તેમ મતાર્થીનું લક્ષણ મતાગ્રહું; અને આત્માર્થીનું લક્ષણ કેવળ નિર્દોષ આત્માર્થ. મતાર્થીને પક્ષપાતી એ માટે કહ્યો છે કે તેને સદ્ગુની અને સની ઓળખાણ નથી, પણ તેની વિરુદ્ધતાને અનુસરે છે. તે પોતાનો સ્વચ્છેદ રાખીને વિપરીત પણે આદરે છે.
બીજી વાત એમ છે કે અગિયારમે ગુણઠાણેથી પણ જીવ પડી જાય છે, પણ તે કહેવાનો આશય એમ નથી કે બીજા જીવો પુરુષાર્થમાં નબળાઈ રાખે, પ્રમાદ કરે. જ્ઞાનીનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com