________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કામી, જે આગળ કહેવાયો તે વિનય આદિનો યથાર્થ વિચાર, પ્રમાણિકપણે જેમ છે તેમ સમજે છે. પોતાની પાત્રતા જ્ઞાનના વિવેકવડે તૈયાર કરે તેને મૂંઝવણ નહિ થતાં, બધી મૂંઝવણનો નિઃસંદેહપણે નિકાલ થઈ જાય છે. મારે મારું પૂર્ણ સત્ત્વ, અવિકારી જ્ઞાનઘનસ્વરૂપ, ત્રિકાળ નિર્મળ શુદ્ધ આત્મપદ જ જોઈએ છે એવો તેને યથાર્થ નિશ્ચય હોય છે. પોતે રાગ અને રાગરહિત નિજ પદની વહેંચણીમાં મૂંઝાય નહિ.
અહીં ર૩ મી ગાથા સુધી જે કહ્યું છે તેનો યથાર્થ નિર્ણય મુમુક્ષુ જ કરી શકે છે. પણ જેને શંકા અને મૂંઝવણ છે તે સમજ્યો જ નથી. માટે જ્ઞાની કહે છે કે તમારામાં મુમુક્ષુતા હશે તો આ ન્યાયનું યથાર્થપણું જરૂર સમજી લેશો. જે સમજ્યો નથી તે ચોક્કસપણે સ્વચ્છંદ, માનાદિ, મતાગ્રહમાં રોકાણો છે. તે ભલે પોતાની ભૂલ ન ગણે પણ તેથી કાંઈ તે સમજ્યો ન કહેવાય; કારણ કે તેને કાં તો પુણ્યની મીઠાશ રહી હોય છે અગર તો મતનો, કુળધર્મનો આગ્રહ કે માનાદિની મીઠાશ આદિ હોય છે. આવા જીવને આત્માર્થ ન સમજાય, કારણ કે તેના હૃદયમાં મિથ્યાત્વનું શલ્ય છે. જેમ કૂવામાં પાણી મીઠું અને એક જ જાતનું છે; પણ તે કૂવાના એક થાળામાં કાળીજીરીની પોટલી નાખી હોય તો તે થાળામાંથી નીકળતું બધું પાણી કડવું જ આવે અને બીજા થાળામાં સાકરની પોટલી નાખી હોય તો બધુંય પાણી ગળ્યું-સાકરના સ્વાદ વાળું આવે; એમ આત્મારૂપી કૂવામાં મીઠું પાણી ભર્યું છે, પણ જેના હૃદયરૂપી થાળામાં મિથ્યાત્વરૂપી કડવાશ, મતાર્થ, માનાર્થ અને સ્વચ્છંદ ભર્યા છે તે જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ આત્માની નિરાકુળ શાન્તિ, અકષાયપણું, સહજ આનંદ-તેનો અંશ પણ તેને ન આવે. તેનું કારણ એ છે કે તેની શ્રદ્ધા અને વર્તન વિપરીતપણે પરિણમે છે. તેને કોઈ ભૂલ ટાળવાનું કહે તો તે માને નહિ, ઊલટો કુગુરુ પાસે જઈ એવો નિર્ણય કરે કે જેથી તેનું અવળું જ કાર્ય થાય; તેની રુચિ જ તેને તેવું વલણ કરાવે છે; મિથ્યાત્વ દૃઢ થાય તેવા જ અસત્ સમાગમનો પ્રેમ કરે છે. તેથી તે અવળો વિનય સમજીને એવો ઊંધો નિર્ધાર કરી બેસે છે કે તેને સાચું સમજતાં વિરોધ આવશે. તેવાને દુર્લભબોધિ કહ્યા છે, કારણ કે તેને સની પરીક્ષા નથી; તે સાચો વિનય નહિ સમજે. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કહે છે કે હે શ્રીગુરુ! આપના ચરણકમળના પ્રતાપે હું સંસારનો પાર પામી ગયો છું. જુઓ! કેટલો સત્નો આદર છે! પોતામાં અનંતી પાત્રતા હોવા છતાં શ્રીગુરુનું બહુમાન કરે છે, ગુરુ પ્રત્યે દીનતા કરે છે. એ જ અનંતી સાધકશક્તિ બતાવે છે, પૂર્ણ તત્ત્વને પહોંચી વળવાની ધગશ બતાવે છે. દર્શનસારમાં દેવસેન આચાર્ય કહે છે કે હે પદ્મનંદી ! હે કુંદકુંદાચાર્ય પ્રભુ! તમે જો સાક્ષાત સીમંધર તીર્થકર ભગવાન પાસે જઈને આ સમયસાર પાહુડ (સ્વાત્મબોધ સમયપ્રાકૃત) ન લાવ્યા હોત તો અમારા જેવા મુનિનું શું થાત? આપનો અનંત ઉપકાર છે. આપ વડે જ અમે આત્મપણું પામ્યા છીએ. એમાં જ સદ્ગુરુ અને સદ્ધર્મનો વિનય છે. પોતાનો આત્મા જો ગુણવૃદ્ધિમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com