________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૨]
[ ૧૨૭ પકડે તેમાં ફેર છે. વેષધારી જૈન મુનિને પણ ધર્મબુદ્ધિથી વંદન ન થાય, પણ રાજાને નછૂટકે લૌકિક પ્રસંગવશ આવકાર આપવો પડે-એમ વ્યવહારના અનેક પ્રકાર જાણવા યોગ્ય છે. લોકોત્તર ધર્મને વિષે લોકોત્તર વિનય હોવો જોઈએ, તેમાં પોતાનો પરમાર્થ સધાય છે (સાધી શકાય છે). અકષાયભાવની અનુકમ્પા, (અનુ=અનુસરીને) સ્વરૂપની જાળવણી છે તે જ વિનય છે. પંચાધ્યાયી ભા. ૨ ગાથા ૪૪૬ માં કહે છે કે અકષાયભાવ તે જ નિજ અનુકમ્મા છે. શ્રીમદે બાહ્યના વ્યવહાર ઉપર બહુ લક્ષ નથી રાખ્યું. તેમની ઊંડી અપેક્ષા સાધારણ જીવને સમજવી કઠણ પડે તેમ છે.
જ્યાં લગી પ્રમત્તભાવ છે, છઠું ગુણઠાણું છે, ત્યાં લગી વંધવંદક ભાવનો વિકલ્પ, આહાર આદિ હોય છે. સાતમીથી ઉપલી ભૂમિકામાં એટલે કે તેરમી ભૂમિકા સુધીમાં કોઈ એમ કહે કે વંધેવંદકભાવ હોય તો તે તદ્ ન્યાયવિરૂદ્ધ છે, તે વાત યથાર્થ જ નથી.
તેરમી ભૂમિકામાં તીર્થકર ભગવાન તથા કેટલાક સામાન્ય કેવળી ભગવાન અરાગી હોવા છતાં તેમને ઉપદેશ તથા વિહાર હોય છે.
[તા. ૮-૧૦-૩૯ ગાથા ૨૨ મી ચાલુ ] આ આત્મસિદ્ધિશાસ્ત્ર છે. તેમાં ૨૩ ગાથા સુધી ભૂમિકા બાંધી છે. તેમાં સ્વચ્છંદ, મહાગ્રહ, શુષ્કજ્ઞાની, ક્રિયાકાંડી વગેરે મતનો ત્યાગ, સદ્ગુરુની ઓળખાણ વગેરે અનેક ન્યાયથી કથન આવ્યું. અત્રે સદ્ગનો વિનય-ગુણીનું બહુમાન કોણ કરી શકે તે વાત ચાલે છે.
સદ્ગુરુ કોણ કહેવાય, સશાસ્ત્ર કોને કહીએ, સુપાત્રતા કોને કહીએ, વળી કોને વંદન કરવું. વિનય કેમ કરવો, કેવો અભિપ્રાય રાખવો, કોને વિનય ન કરવો, કોને વંદન ન કરવું એ વગેરે કથન અનેક ન્યાયથી આવે, તેથી ઘણા જીવોને મૂંઝવણ થાય; પણ જે સાચો મુમુક્ષુ હોય તેને મૂંઝવણ થાય નહિ, તે યથાર્થ વિચારને જ્યાં જેમ છે ત્યાં તેમ સમજે છે કેમકે તે એક આત્માર્થનો જ કામી છે, પણ જેને સાચી પાત્રતા નથી તેને શંકા મૂંઝવણ થયા કરશે કે સાચાની શી ખબર પડે? સુગુરુ કોણ હશે? વિનય કેમ હશે ? કોઈ આમ ઉપદેશ આપે છે, કોઈ આમ ધર્મનું સ્થાપન કરે છે, તેથી અમને તો મૂંઝવણ વધે છે, કારણ કે જ્યાં જ્યાં જઈએ ત્યાં બધાય પોતાના માલની ઉત્કૃષ્ટતા ટાંકે છે. પણ જેને સ્વચ્છંદ, મહાગ્રહમાં નથી ટકવું અને સાચું સમજવાની તીવ્ર જિજ્ઞાસા છે, તેણે તો યથાર્થપણું સમજવું જોઈશે અભિપ્રાયમાં ક્યાં ક્યાં ભૂલ આવે છે તે જાણવા માટે માન અને મતાગ્રહ છોડીને સદ્ગુરુના શરણે જવું, કારણ કે પોતાના છેદે કાર્ય થતું નથી. શાસ્ત્રન્યાય તથા સત્ય-અસત્યના ભેદ વગેરે ગમે તેવા અટપટા હોય છતાં મુમુક્ષુને જરાય મૂંઝવણ ન થાય. માટે સાચા સુખનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com