________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬]
[ભગવાનશ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા માટે તત્ત્વનો અભ્યાસ કરો તો જેમ છે તેમ સમજાશે. ખોટાનો આદર થતાં સત્નો અનાદર થાય છે, માટે વિનય કરનારની પણ જવાબદારી છે. ૨૧. તે માટે કહે છે કે :
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર;
હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ ગુરુ પાસેથી એક સાચો ન્યાય સમજનાર સુષ્ટિ જીવ આખી જિંદગી તેમનો ઉપકાર ન ભૂલે. આત્માની પવિત્ર દશાનો કામી-સાચા સુખનો કામી યથાર્થ વિવેકવંત હોય છે. તે યથાર્થ વિચારને સમજે છે, પણ જે મતાર્થી જીવ હોય તે તેનો અવળો નિર્ધાર લે છે, અથવા કાં તો તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે છે. અસગુરુને વિષે સદ્ગુરુની ભ્રાંતિ રાખી વિનયમાર્ગનો અવળો નિર્ણય કરી લે છે અને માને છે કે – પોતે દેઢ મુમુક્ષુ છે, વિનયવંત છે. એમ અસદ્ગુરુ પાસે જઈને અસદ્ગને દેઢ કરે છે અને નિજ માનાર્થે (પોતાના સંતોષ માટે) પોતાના જેવી ઊંધી શ્રદ્ધાવાળા અસગુરુ પાસે કહે છે કે તમે જ ધર્મતીર્થને ટકાવી રાખો છો, આપ જ સાચા છો, બીજા આમ કહે છે માટે ખોટા છે, એમ અસત્નો આદર કરીને માંહોમાંહે મિથ્યાત્વને, સ્વચ્છંદને દેઢ કરે છે. પોતાને પોતાનું અહિત કરવું નથી, છતાં અજ્ઞાન એ બચાવ નથી; માટે તે અવશ્ય ભવજળધિમાં બૂડે છે. એવા જીવો આ વિનયમાર્ગનો દુરૂપયોગનો કરીને પોતાનું અહિત કરે છે; હિત-અહિતનો જેને વિવેક છે એવા મુમુક્ષુ જીવો હોય તે જ્યાં વિનય ઘટે ત્યાં વિનય કરે, પણ કોઈ મિથ્યાદેષ્ટિનો વિનય ન કરે. તેનો અર્થ એમ નથી કે બીજાનો અનાદર કરે. કોઈ મુમુક્ષુ જીવ રસ્તામાં ચાલ્યો જતો હોય તેને ઉપકારી સુપાત્ર ધર્માત્મા મળે તેમનો એકનો જ વિનય કરે અને બીજા સંસારઅર્થી હોય તેનો વિનય ન કરે. તેમાં તેનો અવિનય નથી. સત્ની રુચિ થઈ ત્યાં સત્નો જ આદર હોય. પોતાને વિષે બીજા આમ ધારશે તો? એવી શંકા તેને ન હોય. જ્યાં લગી પૂર્ણ વીતરાગતા, સ્વરૂપસ્થિરતામાં એકાગ્રતા થઈ નથી, ત્યાં લગી ગુણવંત ધર્માત્માનું બહુમાન કર્યા વિના ન રહે. સમ્યગ્દર્શનનું સાધન-ઈષ્ટનિમિત્તરૂપ સદ્ગ, સંધેવ, સલ્ફાસ્ત્રનો વિનય કરે. કુગુરુ, કુદેવ, અને કુશાસ્ત્રનો વિનય ન કરે તે કાંઈ દ્વષ નથી.
કંજૂસાઈ, અને કરકસર બેઉ ભાવમાં કેટલો આંતરો છે? એક વિવેકપૂર્વક જેમ છે તેમ સમજીને વિવેકથી વર્તે છે, એક તૃષ્ણાને પોષે છે; તેમ દેઢતા અને મતાગ્રહમાં આંતરો છે. દેઢતા એટલે સસ્વરૂપની નિઃશંક પકડ છે અને મતાગ્રહ એટલે મારાપણાના પક્ષની બુદ્ધિ છે. તેમાં દેષભાવની હયાતી હોય છે. ઉદાર અને ઉડાઉ તે બેઉ ભાવના આશયમાં જેમ ફેર હોય છે તેમ વિવેકી વિનયવંત અને આંધળો વિનય કરનાર એ બન્નેમાં ફેર છે. પકડ પકડમાં ફેર છે. બિલાડી ઉંદરને પકડે અને પોતાના બચ્ચાંને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com