________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૧].
[ ૧૨૫ સમ્યગ્વત આરાધક હોય તે મોક્ષમાર્ગને જેમ છે તેમ સમજે, પણ સત્નો વિરોધક દુર્લભબોધિ જીવ મતાર્થી હશે, તે લોકોત્તર વિનય સ્થાનકને લૌકિકમાં ખતવી નાખશે અને અજ્ઞાન તિમિરનું આવરણ પોતાને વિષે વધારશે. તે વિષે સાચા તત્ત્વના અજાણ મિથ્યાષ્ટિઓની દશા શું થાય છે તે હવે કહે છે. ૨૦.
અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ;
મહામોહિનીય કર્મથી, બૂડે ભવજળ માંહિ. ૨૧. આત્મસ્વરૂપથી અભાન જીવો છે તે મહામોહી છે. એવા મિથ્યાદેષ્ટિ જીવને મહામોહનીય કર્મ બંધાય છે. મૂળ તો જ્ઞાની સદ્ગને બીજાના વિનયની સર્વથા ઈચ્છા જ નથી, પોતાનો વિનય કરાવવા કામી નથી. જેણે આચાર્ય, ઉપાધ્યાય, મુનિપણાનું નામ ધારણ કર્યું છે તે જો જગત પાસેથી માન લેવાની કામના કરે, પોતાને યથાર્થ અનુભવ છતાં સદ્ગુરુપણું પોતામાં છે એમ સ્થાપન કરે, શિષ્ય આદિ પાસે વિનય કરાવે, અંતરંગમાં માનાદિની મીઠાશ વેદે, તેને માથે ૭૦ ક્રોડાકોડી સાગરની સ્થિતિનું મોહનીયકર્મ બાંધી નિગોદમાં અનંતકાળ રખડવાની જવાબદારી છે. જે શિષ્યો તત્ત્વ સમજ્યા વિના કુગુરુઓનો
જ્યાં-ત્યાં વિનય કરે, નમન કરતા ફરે, તે પણ મહામોહનીય કર્મ બાંધે. ઘણા કહે છે કે તે ભગવાનના ભક્ત છે, સાધુનું ચારિત્ર પાળે છે, આત્માર્થે આકરાં વ્રત-તપ પાળે છે; માટે અમે તેના બાનાને (વેશને) નમસ્કાર કરીએ છીએ, એ ધર્મની શોભા છે. તેનાથી ધર્મ-તીર્થ નથી રહે છે; પણ અજ્ઞાન જેવું મહાપાપ કોઈ નથી. અજ્ઞાનપણું-અજાણપણું તે બચાવ નથી. વળી પક્ષી પણ રાત્રિભોજન નથી કરતા, ઢોરને કોઈ પરિગ્રહ દેખાતો નથી, વનસ્પતિમાં પણ શક્તિરૂપે સિદ્ધ જેવો આત્મા છે, તે પણ કોઈ જીવની હિંસા કરતાં નથી માટે તેમને વંદન કરવાથી ધર્મલાભ થવો જોઈએ, પણ એમ તો થતું નથી. બાહ્ય ચારિત્રનો વેશ દેખીને નમસ્કાર કરવો તે અજ્ઞાનને પુષ્ટિ આપવા જેવું છે. આ સમજવું કઠણ પડે તેમ છે. માટે કહીએ છીએ કે પ્રથમ આત્મસ્વરૂપ શું છે તેનો વિરોધ ટાળીને જાણો, ઘણા બધા વેશધારી માને છે કે અમે ત્યાગી છીએ, આમ ક્રિયા કરીએ છીએ, નિર્વદ્ય વસ્તુ લઈએ છીએ, પરિગ્રહના ત્યાગી છીએ, પણ આત્મા શું કરે અને શું ન કરે તેની કાંઈ ખબર ન પડે. તેને વંદનીય કેમ કહેવાય? પ્રશ્ન છે કે અમે ગૃહસ્થ છીએ એના કરતાં એ દ્રવ્યચારિત્રી યા દ્રવ્યસાધુ સારા ખરા કે? તેમને વંદન થાય કે? તો તેનો જવાબ છે કે તેના કરતાં સુદૃષ્ટિવાન ગૃહસ્થ અનંતગણા સારા છે. બગડેલું દૂધ છાશમાંથી જાય એમ દ્રવ્યલિંગી સાધુ ભલે ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્યવાન દેખાતા હોય, ભલે બહારમાં જૈન મુનિ નામધારી હોય છતાં તે બગડેલા દૂધ જેવા છે; પણ ધર્મામા ગૃહસ્થ હોય તે તેના કરતાં અનંતગણો સારો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com