________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
જગત ઉપકા૨ ક૨વા તૈયા૨ છે, લોકોત્તર માર્ગની કૂંચી સદ્ગુરુઆશ્રયથી સમજાય છે. તેથી કહ્યું છે કે સુલભબોધિ જીવ હોય તે જ આ લોકોત્તર વિનય, દ્રવ્યે અને ભાવે જેમ છે તેમ સમજીને પોતાનું કાર્ય કરી લેશે.
แ
લોગસ્સનો પાઠ “ લોગસ્સ ઉજ્જોયગરે” થી શરૂ થાય છે. એમાં આવે છે કે ‘આરૂગ્ગ બોહિલાભં.” ( અકષાય સ્વરૂપની જાળવણી) એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું પામવું તે બોધિબીજ છે. પૂર્ણતાને લક્ષે, નિજસ્વરૂપની સાવધાની વડે રાગ-રહિત જ્ઞાનમાં ટકી રહીને, તે સમતા આયુષ્યપર્યંત નિભાવી ૨ાખી મરણટાણે તે અખંડ શુદ્ધ સ્વરૂપની આરાધના વડે સમાધિમ૨ણ ક૨વું તે સાચો વિનયમાર્ગ છે, તે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રને અખંડ ધારાએ નભાવે તે બોધિ અખંડને પામીને પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે છે. વર્તમાન કાળમાં સર્વજ્ઞ તીર્થંકર ભગવાનનો સાક્ષાત્ પ્રત્યક્ષ યોગ નથી, તેથી કરીને કદાચ એકાદ ભવ બાકી રહે તો તેનું ભાવથી આંતરૂં નથી. સદ્ગુરુનો વિનય એ પરાધીનતા નથી. સત્નો વિનય એ પોતાની સહજ સ્વતંત્ર દશાનો વિકાસ છે. દેવ-ગુરુ-ધર્મ વીતરાગ છે, તેના વિનયમાં સુપાત્ર જીવ પુરુષાર્થવંત નમી પડે છે, ઢળી પડે છે, અને છઠ્ઠી ભૂમિકા સુધી દેવ-ગુરુ-ધર્મની ભક્તિ સ્વરૂપઅનુસંધાનના લક્ષે કરે છે. ભાષામાં અહંપણાનું વચન પણ ન આવે. નિમિત્તની ભાષા વિનયથી જ આવે. એ સાધકની નમ્રતા છે, ગુણ છે. ‘હે પ્રભુ!’ ની સ્તુતિ છે. તેમાં સદ્ગુરુનું માહાત્મ્ય, માન ટાળીને પુરુષાર્થ ઉપાડવા માટે કહ્યું છે. છેલ્લી કડીમાં આવે છે કેઃ
‘પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એજ;
સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દેજ.’
તેમાં પોતાના પુરુષાર્થની અધિક જાગૃતિ છે, સ્વરૂપની દૃઢતા છે, દીનતા નથી, પણ પુરુષાર્થની સબળાઈ છે. આ અલૌકિક વિનય કોણ સમજે? સુલભબોધિ આરાધક આત્મર્થી જ સમજે, મૂળ ઉપાદાનની વાત આવે, ત્યાં એકાંત પકડે અને પુરુષાર્થ ભૂલે, અને નિમિત્તની વાત આવે ત્યાં મૂળને ભૂલે અને નિમિત્તને પકડે. એમ સ્વચ્છંદી પોતાના સ્વરૂપની સાવધાની રાખી શકે નહિ. અજ્ઞાની પોતાનો ગુણ બગાડે અને માને કે હું ઠીક સુધારું છું, પણ ધર્માત્મા વિવેકી છે. ખરો વિવેકી હોય તે પોતાનો પુરુષાર્થ બરાબર ન ઊપડે તો બીજાનો કે નિમિત્તનો વાંક ન કાઢે. પોતાની નબળાઈ જાણે અને ચારિત્રગુણ ખીલવવાનો પ્રયત્ન કરે અને કહે કે ધન્ય સદ્ગુરુ! મારા જન્મ-મરણનો તમે નાશ કર્યો. આપની શીતળ છાયામાં મારું કૃતાર્થપણું છે. હે નાથ ! આપે જ મને આત્મા આપ્યો છે, આપનો અનંત ઉપકાર છે; એમ નિર્માનપણે જ્ઞાનકળાથી પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. એવો ૫૨માર્થભૂત વિનયમાર્ગ કોઈ સુલભબોધિ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com