________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૦]
[ ૧૨૩ ભાવની સેવા છે. સર્વજ્ઞ ભગવાને પૂર્વે શિષ્ય અવસ્થામાં ગુરુનો વિનય અને વૈયાવચ્ચ કર્યા હોય તે વાતને કોઈ સાધક જીવ ભૂતનૈગમનયે તે ભૂતકાળની અવસ્થાનો વર્તમાનમાં આરોપ કરે તો તે દૃષ્ટિએ તેની વાત સાચી છે, કારણ કે તેને ભક્તિભાવ ઉછાળવો છે એ હેતુ છે.
વળી તીર્થકર ભગવાનના નિમિત્તથી ચાર સંઘની સ્થાપના થઈ તે પણ ઉપચારથી વૈયાવચ્ચ છે, કારણ કે તે અસંખ્યાત જીવની સેવા છે, પોતાના પુરુષાર્થને વીર્યને ઉપાડવા માટે ધર્માત્મા પોતાના વિનયગુણને ઉપાડીને છેલ્લી હદ સુધી આ રીતે પણ ખેંચી જાય છે. એવો સત્નો વિનય કરનાર પોતાના ગુણનો આદર કરે છે. ૧૯.
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦. શ્રી તીર્થંકરાદિ કેવળી ભગવંતોએ દિવ્યધ્વનિમાં એવો લોકોત્તર વિનયમાર્ગ ભાખ્યો છે. એ સન્માર્ગનો આદર-વિનય, સુલભબોધિ આરાધક જીવને હોય છે. તેઓ આ આશય સમજશે. બાકી સ્વચ્છેદીને નહિ બેસે અને અવળો અર્થ ગ્રહણ કરી સ્વચ્છેદનું પોષણ કરશે. જે સાચો મુમુક્ષુ છે તે શ્રી જિનેશ્વર ભગવંતોનો કહેલો લોકોત્તર વિનયમાર્ગ સમજશે અને આરાધશે. નિયમસારમાં આચાર્ય મહારાજ કહે છે કે અહો સત્સમાગમ ! અહો સદ્ગુરુનો આશ્રય! એ ચરણકમળ સેવ્યા વિના આ વસ્તુ સમજાય તેમ નથી. તેમાં પ્રત્યક્ષ સગુરુના ગુણનું બહુમાન લાવી પૂર્ણ પવિત્ર કેવળજ્ઞાન સ્વરૂપનાં ગાણાં ગાયાં છે. તે સંબંધમાં કારણપરમાત્મા તથા કાર્યપરમાત્માના સ્વરૂપનું વર્ણન છે કે સ્વશક્તિ પરમાત્મતત્ત્વ સહજ આનંદમય અનાદિ-અનંત પારિણામિકભાવ છે તેની પ્રતીતિ શ્રી સદ્ગુરુ આશ્રયથી થઈ છે; માટે નિમિત્ત કારણમાં ગુરુ ભગવાન કહ્યા. જ્યાં અધૂરી દશા છે ત્યાં આગળ અનંત જ્ઞાનીઓનો આદર થયા વિના ન રહે, પણ જેને પરમાર્થસ્વરૂપનો પ્રેમ નથી તેને સત્ અને સન્ના નિર્દોષ નિમિત્તનો આદર નહિ આવે. અનંત કાળમાં સ્વચ્છંદ અને મતાગ્રહથી જ સની ઓળખ (પ્રતીતિ) થઈ નથી. માટે સદ્ગનો આશ્રય અને વિનયનું બહુમાન પરમાર્થે પ્રયોજનકારી છે, એમ સમજવું. સુજાતવંત શિષ્ય અકષાયભાવની પૂર્ણ પવિત્રતાનો ઉપાસક છે, માટે જેમને વિષે પ્રગટ પુરુષાર્થ વર્તે છે એવા સદ્ગુરુ અને સાચા દેવ, ગુરુ, ધર્મના સ્થાનભૂત નિમિત્તો, તેમાં પોતાના ભક્તિભાવનો નિક્ષેપ કરીને બહુમાન કર્યા કરે છે. નિર્માનપણે વીર્યને પૂરેપૂરું ઉપાડી શકે એવા નિર્માનપણાનો એ હેતુ છે. અકષાયભાવપૂર્ણસ્વભાવ છે, તેની પ્રાપ્તિ પોતાના પુરુષાર્થથી થાય છે; તેમાં વચ્ચે શુભ પરિણામના વિકલ્પ સહેજે આવે છે. સાધક ધર્માત્માને આખું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com