________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુરુષાર્થ ઉપાડવા ભક્તિભાવથી કહે છે કે શ્રી કેવળજ્ઞાની ભગવાનને અનંત કરુણા છે. એમ કહ્યું તે ઉપચારવચન છે. તેમ કહેવાનું પ્રયોજન એ છે કે તેમનાં ભાવવચનના નિમિત્તે ઘણા જીવોને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વળી બીજી રીતે તેમને અકષાયકરૂણા છે. પોતાના ભાવમાં દોષ નથી આવતો તેનું કારણ અનંતી સ્વદયા છે. તે અકષાયકરુણા છે, પરમ વીતરાગતા છે.
વળી કોઈ પરમાર્થ ભક્તિવશ પોતાનો પુરુષાર્થ ઉપાડતાં, નૈગમનયની દૃષ્ટિએ ભૂતકાળમાં ભગવાને જે વિનય કર્યો હતો તેનો વર્તમાનમાં આરોપ કરીને કહી શકે અને તે રીતે પોતાનો ભક્તિભાવરૂપ પુરુષાર્થ ઊછાળે.
જેમ છે તેમ અપેક્ષા જે નહિ સમજે તે ભૂલ ખાશે.
સિદ્ધ ભગવાનમાં પણ નિગોદ અવસ્થા ગૌણપણે છે. એ રીતે ભૂત-પૂર્વની અપેક્ષા પ્રયોજનવશ સમજવી જોઈએ. નિશ્ચયર્દષ્ટિએ “સર્વ જીવ છે સિદ્ધસમ” એમ પોતાના પુરુષાર્થના ઉપાડ માટે સ્વભાવ અપેક્ષાથી કહેવાય. તે જેમ છે તેમ સમજીને વર્તમાન અવસ્થા પ્રગટ પુરુષાર્થરૂપ છે, તેને સત્યાર્થપણે લક્ષમાં રાખે તો તેની અપેક્ષા સાચી છે.
આ ગાથાનો સિદ્ધાંત લોકોત્તર વિનયમાર્ગમાં અકષાયભાવની દૃષ્ટિવડે નિર્માનપણાનો મહિમા જણાવવાનો છે. તે અપેક્ષાએ આ નિમિત્તનું કથન છે. તેનો પરમાર્થ ઉપર કહ્યો તેમ સમજી લેવો. બીજું કાંઈ ન સમજવું. સમજીને જેમ છે તેમ જાણવાનું છે. બાકી શાસ્ત્રમાં કોઈ વાતનો આશય કઈ અપેક્ષાએ આવે છે તે ન સમજાય તો મધ્યસ્થ રહેવું.
જ્ઞાનને પામેલો શિષ્ય સગુનો વિનય ન ચૂકે. તેનો આશય એમ છે કે નિર્વિકલ્પ દશામાં સ્થિત કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પૂર્વે છદ્મસ્થદશામાં પોતે જે વિનય કર્યો હતો તે અવસ્થાનું જ્ઞાન પણ ખસે નહિ અને દિવ્યધ્વનિ છૂટે ત્યારે પૂર્વ અવસ્થાની વાત પણ આવે. કોઈ ઇન્દ્ર, ચક્રવર્તી આદિ ભગવાન કેવળજ્ઞાનીને પૂછે તો અમે અમારા ગુરુનો પ્રથમ આમ વિનય-વિવેક કરતા હતા, એમ પણ વાણીયોગમાં આવે. ગયા કાળમાં જે વિનય કર્યો હતો તેનો નિષેધ ન કર્યો તે પણ વિનય છે. જ્ઞાનીને ઓળખી તેનો વિનય ન કરે તો સ્વછંદ ન ટળે.
અહીં શ્રીમને જે કહેવું છે તેનો આશય એવો લેવો કે જે જીવોને વિનયનું માહાભ્ય ન હોય તેવા જીવોને ઊભા રાખીને પણ કોઈ અપેક્ષાએ વિનયનું માહાભ્ય કહ્યું છે.
વૈયાવચ્ચનો અર્થ સેવા છે. એનો અર્થ વીતરાગ ભગવાનની પોતાના અકષાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com