________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૨૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૯] જાણે છે. જે વિનયમાં પરમાર્થ વિનય સાથે આવે છે. તેનો અનાદર આત્માર્થી ન કરે. સત્સમાગમનું જ્યાં માહાભ્ય થયું ત્યાં સહેજે વિષય-કષાય વગેરે વાસના દૂર થાય છે. એથી કહ્યું છે કે :- સદગુરુશરણમાં જતાં અલ્પ પ્રયાસે કષાયાદિ ટળી જાય પણ સ્વચ્છેદે તો બમણો થાય છે.
સદ્ધોધસ્વરૂપ આત્મા અકષાયસ્વરૂપ છે. તેનો આદર થતાં રાગાદિ વિષય-કષાયનો આદર સહેજે ટળે છે. જેનામાં ગુણ પ્રગટયો છે એવા પ્રત્યક્ષ સદ્ગુરુનો પ્રેમ-આદર છઠ્ઠી ગુણસ્થાનક સુધી રહે છે, પછી તો રાગનો બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી. (અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ વિકલ્પ ૧૦ માં ગુણસ્થાને ટળી જાય છે.) ૧૮.
જે સદગુરુઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯. આ ગાથામાં વિનયનું પ્રયોજન કઈ અપેક્ષાએ કહ્યું છે તેનો પરમાર્થ કાઢી લેવાનો છે.
કેવળી ભગવાન જ્યારે છદ્મસ્થ હતા ત્યારે પોતાના ગુરુનો વિનય કર્યો હતો. તે વિનયની અવસ્થાનું જ્ઞાન કેવળજ્ઞાનમાં વર્તમાન દેખાય છે અને સમવસરણમાં દિવ્યધ્વનિ છૂટે તેમાં પણ તે વિનયની ભાષા આવે છે, અનંત જ્ઞાનમાં જેમ છે તેમ, વિકલ્પ વિના, સહેજે દેખાય છે. તેમાં ઇચ્છા નથી, પણ શ્રી તીર્થંકર પ્રભુની દેશનામાં (દિવ્યધ્વનિમાં) તે પૂર્વ અવસ્થા સંબંધી વાણી આવે કે અમે પ્રથમ છદ્મસ્થદશામાં ઉપકારી સદ્ગુરુનો વિનય કર્યો હતો અને તેનો મહિમા જણાવે. કેવળજ્ઞાન થયા પછી વંદ્યવંદકભાવ નથી. શ્રીમદ્ભો આશય શા હેતુથી છે તે વિચારતાં તેનો ન્યાય એમ આવે છે કે વિનયના બે પ્રકાર છે :
(૧) શુભભાવરૂપ વિનય છે તે છઠ્ઠા ગુણસ્થાન સુધી જ વંદ્યવંદકભાવ આવે છે.
(૨) શુદ્ધભાવરૂપ વિનય છે ત્યાં તો કેવળ નિર્વિકલ્પ વીતરાગદશા છે, ત્યાં કોઈને વિનય કરવાનો રહેતો નથી, માત્ર સહજ પુરુષાર્થ પોતાના પૂર્ણ અકષાયભાવમાં અભેદ પરિણમન સહિત પૂર્ણ શુદ્ધતારૂપે ટકી રહે છે. તે અકષાયભાવનો પોતાનો પોતાને વિનય છે. કેવળજ્ઞાન એટલે પૂર્ણ સ્વરૂપસ્થિતિ-પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ દશા. તેમાં વંધેવંદકભાવની વ્યવહારકલ્પના કરવી તે અસંગત છે. “વિનયવંત ભગવાન કહાવે, નાહિ કિસીકો શીષ નમાવે.”
ભૂતકાળની અપેક્ષાથી ઉપચારવચને તેમ કહી શકાય. એક આચાર્ય પોતાનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com