________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” ઉપાદાનનો ભાવ લઈને જે સ્થિર થાય છે, તેની આ વાત નથી. વળી જેનામાં લાયકાત છે તે નિર્માનપણે ઇષ્ટ નિમિત્તનો આદર કરે છે. આત્માની તૈયારીવાળાને સનું અને સન્ના નિમિત્તનું બહુમાન થયા વિના ન રહે. જ્યારે દેષ્ટિની વાત કરવી હોય ત્યારે અપેક્ષાએ એમ પણ કહેવાય કે આત્માર્થી પુરુષાર્થ તૈયાર થયો. પાત્રતા છે તો સહકારી નિમિત્તો, સદ્ગુરુ સમાગમ આદિ યોગ હોય જ, પણ તેથી કાંઈ નિમિત્તથી ગુણ ઊઘડ્યો એમ નથી.
શ્રી સમયસારમાં મુખ્યપણે ઉપાદાનની વાત છે. સમયસારમાં આવે છે કે :“શ્રુત, પરિચિત, અનુભૂત સર્વને, કામભોગબંધનની કથા; પરથી જુદા એકત્વની, ઉપલબ્ધિ કેવળ સુલભ ના.” એમ કહ્યું કે જીવોને કામભોગબંધનની કથાનો પરિચય અનાદિકાળથી સુલભ છે, પણ પરથી જુદાપણું-નિર્મળ શુદ્ધપણું સુલભ નથી. નિરૂપાધિક પૂર્ણ શુદ્ધ આત્મતત્ત્વનું જેને જ્ઞાન છે એવા સત્પરુષનો પરિચય પણ આ જીવે પૂર્વે કોઈવાર કર્યો નથી, સદ્ગુરુમુખે આત્માની વાત પણ સાંભળી નથી, એમની સેવા પણ કરી નથી એટલે સત્સમાગમ વડે સત્ અને સગુનો આશ્રય કર્યો નથી. એમ સની દુર્લભતા બતાવીને ઇષ્ટ નિમિત્તમાં ઉપકારીપણું સ્થાપે છે, તેથી કાંઈ પરમાર્થને બાધ નથી. જે આત્માને સદ્ગુરુનું બહુમાન આવે છે તે આત્માને ઠરવાનું ઠેકાણુંઅંતરવિસામો હાથ આવે છે અને તેનો વિનય દરેક શાસ્ત્રમાં ગાયો છે ચોરાશીની રખડપાટથી તપાયમાન થયેલા જીવોને સદ્ગનો સત્સમાગમ, આત્માની શીતળતા થવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે. શીતળીભૂત ભાવફૂવારો શ્રી સદ્ગુરુ છે કે જે, આત્માને અનંત દુઃખાદિ બંધથી છૂટવાની રીત બતાવે છે અને મુક્ત દશાનું ભાન કરાવે છે. સમ્યગ્દષ્ટિને તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ ન હોય, તેને ગુરુકૃપાથી અને પોતાની પાત્રતાથી મિથ્યામોહ ભ્રમણાનો અભાવ થયો છે, એટલે પોતે અતિ નિર્માની, વિનયવંત થયો છે પોતાને અલ્પ ગુણ ઊઘડયો છે, છતાં શ્રી સદ્ગુરુનું મહામાન કરે છે. તત્ત્વદૃષ્ટિએ અનાદિ અનંત પૂર્ણ છું, પણ હજી મારે અનંત પુરુષાર્થ પ્રગટાવવો બાકી છે. એટલે અવસ્થાએ અધૂરો છું એમ તે જાણે છે; સત્પરુષની ભક્તિમાં પોતાને તૃણ જેવો કિંકર માને છે. તેમાં અનંતગુણની પરીક્ષા છે, સત્નો આદર કરે છે, પોતાને જે પૂર્ણ પવિત્રતાનું પોષાણ આવ્યું તેનો આદર કરે છે. શ્રીમદ પણ જ્ઞાનીનો કેટલો બધો વિનય કરે છે, મહામાન કરે છે. તેઓ કહે છે, “હે શ્રી કુંદકુંદાદિ આચાર્યો! આપનાં વચનામૃત આ પામરને સ્વરૂપાનુસંધાનમાં પરમ ઉપકારી થયાં માટે આપનો અનંત ઉપકાર છે.” એ નિર્માનતામાં જ સાધકનો અકષાયભાવ વધે છે. એમાં પોતાનું જ્ઞાનબળ વધતું દેખાય છે. એ પુરુષાર્થની સબળાઈ છે. જે સને ઓળખીને સદ્ગનો વિનય કરે છે, તે પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. સત્ અને સના સાધનની વાત સાંભળતાં ભક્તિભાવથી રોમાંચ ખડા થઈ જાય છે. નિમિત્તને જેમ છે તેમ જાણે છે. પોતાનું તત્ત્વ જેમ છે તેમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com