________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૮]
સદ્ગુરુશરણ એટલે નિશ્ચયથી અસહ્નો અનાદર અને સત્ સ્વરૂપનો એટલે પોતાના શુદ્ધ આત્માનો આદર છે, એ સદ્ગુરૂઆશ્રયનો પરમાર્થ છે. પણ તેથી એમ ન સમજવું કે પ્રત્યક્ષ સદ્દગુરુ ઉપકારી નથી, અથવા એમ પણ ન સમજવું કે એમાં પરાધીનતા છે. જીવના ઉપાદાનની તૈયારી વિના-જાગૃતિ વિના કાંઈ લાભ થાય નહિ. કોઈ કોઈને પરિણમાવી શકે નહિ; સુપાત્રતા પોતાની જોઈએ. સ્વચ્છંદ ટાળવામાં સદ્ગુરુનો વિનય કામ આવે છે. સદ્દગુરુનો વિનય એ નિશ્ચયથી પોતાનો વિનય છે, ઊઘડેલા ગુણનું બહુમાન છે.
તા. ૭-૧૦-૩૯] સત્સમાગમથી આત્માર્થી જીવને ઉપકાર થાય છે તે માટે ગુરુનો સમાગમ, આશ્રય અને તેમનો વિનય વર્ણવ્યો છે, કારણ કે એ વિધિએ નિમિત્તપણાની હયાતીમાં ઉપાદાનની પાત્રતાથી આત્મગુણ ઊઘડે છે. કોઈ કહે છે કે અહીં નિમિત્ત ઉપર ભાર કેમ મૂકવામાં આવ્યો છે? તેનો જવાબ એમ છે કે શ્રીમદે ઠેરઠેર સત્ સંબોધન કર્યું છે. જેમ કે સદ્ગુરુ, સશાસ્ત્ર, સબોધ, સઉપદેશ, સત્સંગ વગેરે સત્નો જ આદર એટલે અસત્નો અભાવ, રાગ-દ્વેષ-વિકારનો અભાવ. જેમાં પ્રગટ સદ્ગણ અને પુરુષાર્થ વર્તે છે, એવા ઉજ્જવળ આત્મગુણસંપન્ન જે સગુરુ છે તે ગુરુનાં હાડકાં-દેહાદિ ઉપર વજન નથી, પણ જીવનો પ્રયત્ન પોતાના સ્વાધીન ઉપાદાનથી જ પ્રગટે છે. પોતાના ગુણનો વિકાસ કરવા માટે અખંડ સર્વજ્ઞસ્વરૂપનો આદર કરવા વિનયની ભાષા આવે છે અને વ્યવહારથી તે પુરુષનો ઉપદેશ કે તેમનો સમાગમ લાયક જીવને અનંત ઉપકારી છે.
સત્સમાગમના નિમિત્તનું જેને બહુમાન નથી તેને પોતાના ગુણનો આદર નથી. જેનામાં પાત્રતા, વિનય આદિ ગુણ ખીલી નીકળ્યા તેને એવો સ્વચ્છેદભાવ અને ભાષા પણ ન હોય કે મેં મારી પાત્રતાથી પ્રયત્ન કર્યો માટે ગુણ પ્રગટયો છે. ગુરુનો ઉપકાર નથી એમ આત્માર્થીને હોય નહિ. વળી કહ્યું છે કે કામાદિને બાળવાનો અમોઘ ઉપાય સત્સમાગમ છે. વિષયવાસના, માનાદિ, અસ્થિરતા વગેરે સદ્ગુરુના આશ્રયથી સહજ પ્રયત્નથી જાય છે અને સમ્યક્રચારિત્રગુણ એટલે જ્ઞાનગુણનો વિકાસ અને સ્થિરતા વધે છે. ચાર જ્ઞાનધારી મુનિઆચાર્ય-ગણધર આદિ પણ શ્રીગુરુનું મહામાન કરે છે. તો પછી જેને સાધકદશા ઊઘડી નથી તેનાથી શ્રીગુરુના વિનયમાં અરુચિ કેમ થાય? સાચો જિજ્ઞાસુ આત્માર્થી હોય તે સ્વચ્છંદપણે એમ ન બોલે કે અમારી તૈયારી હશે તો અમને ગુરુ મળશે. જેને આત્માર્થની ઝંખના છે તે એ જ ભાવના ભાવે કે મને શીધ્ર સદ્ગુરુ મળો. પ્રત્યક્ષ સત્પરુષનો જોગ ક્યારે મળશે? ધન્ય છે એવા સદ્ગુરુને ! એમ જ્ઞાનીનું મહામાન કરે છે. એવી નમ્રતા છે કે સત્પરુષનો વિરહ સંભારીને તેમનું સ્મરણ કરી વારંવાર ભાવવંદન કરે છે. આગળ આવશે કે “ઉપાદાનનું નામ લઈ, એ જે જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com