________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તેનાથી હિત માને, પોતાની વર્તમાન અવસ્થા શું કામ કરે છે, જ્ઞાનદશા તે શું છે, તેનું લક્ષ સમજ્યા વિના પ્રમાદમાં નિરાંતે પોઢે છે, તેને પુરુષાર્થ તે શું અને રાગ ટાળવારૂપ જ્ઞાનનું જ્ઞાનમાં ટકવું તે શું, તેની કાંઈ ખબર નથી. સ્વચ્છંદ રોકવાની કળાનું તેને ભાન નથી, છતાં હું જાણું છું તે જ સાચું એ માન્યતાની પકડ હોવાથી વિષયકષાયની અંતરંગ પ્રવૃત્તિ ટળે નહિ; કારણ કે સમ્યજ્ઞાન વિના સાચો વિવેક હોય નહિ અને એથી દેહાદિની સગવડતા પ્રત્યે રાગ તથા પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ તેને રહેશે જ. જે તુચ્છ પદાર્થમાં ધીરજ ખોઈ બેસે છે અને માને છે કે અમે આત્માનું સ્વરૂપ જાણ્યું છે, તેણે સ્વચ્છેદ પોષ્યો છે, જ્યાં જ્ઞાતાપણું છે ત્યાં પરભાવરાગાદિકષાયમાં ટકવું થાય નહિ, અને જ્યાં મિથ્યાઆગ્રહની પકડ છે ત્યાં નિર્દોષ જ્ઞાતાપણું હોય નહિ. માટે કહ્યું છે કે સ્વચ્છેદ-મતાગ્રહ છોડીને સદ્ગના લક્ષે વર્તે તો પરમાર્થ સ્વરૂપના હેતુ-કારણરૂપ સમકિતની પ્રાપ્તિ થાય છે જેનું લક્ષ સાચેસાચા આત્મા પ્રત્યે હોય તે સ્વરૂપમાં બીજી કલ્પના ન કરે અને પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞાએ વર્તે. જેમ સવળા ઘડા ઉપર બીજા અનેક ઘડા સવળા રહે તેમ આત્માર્થી સુપાત્ર જીવને બધુંએ સવળું થાય છે, અને સ્વચ્છંદી માનાર્થીને ઊંધા ઘડાની જેમ અવળું થાય છે. માટે સદ્ગનો સમાગમ પરમ ઉપકારી આશ્રયભૂત કહ્યો છે. ૧૭.
માનાદિક શત્રુ મહા, નિજઈદે ન મરાય,
જાતાં સદગુરુશરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ મનુષ્યને માન અને મૈથુનસંજ્ઞા વધારે છે. આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ અનિચ્છક છે, તેને ભૂલીને પ્રકૃતિજન્ય ઈચ્છામાં રોકાવું તેને સંજ્ઞા કહે છે. માન, સત્કાર, ક્રોધ, માયા, લોભ એ જીવના મહાશત્રુ છે, તેમાં માનકષાયનું મુખ્યપણું છે. શ્રીમદે કહ્યું છે કે જો મનુષ્યમાં માન ન હોત તો મોક્ષ જ અહીં હોત, એટલે માનાદિ કષાય જીવના મહાશત્રુ છે, તે પોતાના સ્વચ્છેદે ન ટળે. ધર્મના બહાને અનંતાનુબંધી માન સેવાય છે, તે સદ્ગુરુશરણ-આશ્રય વિના ન ટળે ચક્રવર્તી રાજા મુનિ થયા હોય અને શહેરમાં ભિક્ષા અર્થે આવ્યા હોય, ચૌટામાં ઊભા રહ્યા હોય અને તેની જ દાસી તેને ઠપકો આપે અને કહે કે મુનિનો આચાર નથી કે ચૌટામાં ઊભા રહેવું, તો મુનિને તેના ઉપર જરા પણ રોષ ન થાય કે આ મારું અપમાન કરે છે, પણ મુનિ પોતાની ભૂલને કબૂલ કરે. અસત્યનો આદર કરનાર પોતાના ત્રિકાળી સત્યનો અનાદર કરે છે. દોષનો આદર તે પોતાનો જ અનાદર છે. જો એક બાળક પણ મુનિની ભૂલ દેખાડે તો મુનિ તે કબૂલ કરે.
આ ૧૮ મી ગાથામાં ચારિત્રની વાત કહી છે. ૧૭મી ગાથામાં આત્મજ્ઞાની સદ્ગુરુના લક્ષથી-આશ્રયથી કારણસમકિત કહ્યું છે, કે જેનાથી નિશ્ચયસમકિત પ્રગટવાનું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com