________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૭]
[૧૧૭ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ;
સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭. અહીં સમ્યગ્દર્શનના કારણરૂપ નૈગમનયે સમકિત કહેવું છે. તેમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે તેનાં કારણો છે. એક કાર્ય થવામાં બે કારણ હોય-(૧) ઉપાદાનકારણ એટલે આત્માની સહજ શક્તિ, (૨) નિમિત્તકારણ એટલે સંયોગરૂપ વસ્તુ-કે જે ઉપાદાન પરિણમતું હોય ત્યારે સાથે હોય. હવે સ્વચ્છંદ વિષે કહે છે. સ્વચ્છંદ એટલે હું જાણું છું, સમજ્યો છું, હું દેહાદિનાં કાર્યો કરનારો છું એવો મિથ્યા અભિપ્રાય, તેનો ત્યાગ કરવાનું અહીં કહ્યું છે. મતાગ્રહ એટલે કુળધર્મ, લૌકિક રૂઢિને અનુસરતો જે મિથ્યામત તે. સર્વજ્ઞકથિત અનેકાન્તધર્મથી સિદ્ધ વસ્તુતત્ત્વમાં વિરોધરૂપ હોય તે બધા મિથ્યાપક્ષ; તેનો ત્યાગ કરીને, સગુરુ-જ્ઞાનીના લક્ષે વર્તે, વર્તમાન પુરુષાર્થવાળા સદ્ગુરુ શું કહે છે તેનો આશય સમજી લે અને તે જ અર્થનું ગ્રહણ કરે તો તેને પ્રત્યક્ષ કારણરૂપે સમકિત કહ્યું છે. અખંડ જ્ઞાનસ્વરૂપ સદ્ગુરુ તે પ્રત્યક્ષ કારણ છે, તેમની યથાર્થ પ્રતીતિ થતાં લાયક જીવને પરમાર્થે સ્વતત્ત્વનું લક્ષ થાય છે. આત્મા આનંદમય સહજ સુખસ્વરૂપી છે એવું ભાન થોડા વખતમાં પ્રગટ કરશે. એવી લાયકાતવાળાને અહીં સમકિત કહ્યું છે. આ સ્કૂલ વ્યવહારસમકિત છે, એટલે કે બોધબીજની અપૂર્વ રુચિ કરશે જ તેના કારણરૂપ સમકિત છે. સદ્ગના લક્ષ, ગુરૂઆશાએ વર્તનાર જીવ ભાવિનિર્વાણનું ભાજન છે. નૈગમનયના અંશે તેને કારણસમકિત કહ્યું છે. ઉપાદાનનું વીર્ય ઊછળીને જે સહજ હા આવી છે કે આ આમ જ છે, એટલે પૂર્ણ અખંડ જ્ઞાનસ્વરૂપ નિર્મળ તત્ત્વ છે તે હું પણ આદરકરવા યોગ્ય છે-એવો આત્માનો જ ભાવ અંતરંગમાં સહજસ્વભાવે ઊલસ્યો છે, તે નિશ્ચયસમકિતનું કારણ છે. જીવ, અજીવ આદિ નવતત્વ, છ દ્રવ્યનું જાણપણું, ધારણા એ શ્રદ્ધા નથી. પણ અપૂર્વપણે આત્માના પુરુષાર્થનું સહેજે સ્વરૂપસન્મુખ થવું તેને વ્યવહારસમકિત કહ્યું છે, વ્યવહાર કહેવાનું કારણ કે હુજી એ શુદ્ધતા વર્તમાન વર્તતી નથી. પદ્મનંદીપંચવિંશતિકામાં કહ્યું છે કે
तत्प्रति प्रीतिचित्तेन, येन वार्तापि हि श्रुता ।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।। આત્માની અધ્યાત્મ વાતો સદ્ગુરુ સમાગમે જે લાયક પ્રાણીએ ભાવાર્થના લક્ષ, પ્રસન્નચિત્તે એ પ્રમાણે સાંભળી છે; આત્મા અક્રિય જ્ઞાતા સિદ્ધ ભગવાન જેવો અવિકારી, શાંત, નિર્મળ, ત્રિકાળ પૂર્ણસ્વરૂપ શુદ્ધ છે-એમ જે માને છે તે જીવને ભાવિનિર્વાણભાજન કહ્યો છે. સ્વચ્છેદરૂપ મિથ્યાગ્રહના ત્યાગની તેને સહજ પ્રાપ્તિ થાય છે; પણ સંસાર-દેહાદિ રાગની પ્રીતિ રાખીને આત્માના નામે જે કાંઈ કરશે તેનો સ્વછંદ બમણો થવાનો છે, તે ભલે સમયસાર, પંચાધ્યાયી જેવા ગ્રંથો ભણ્યો હોય, છતાં તેની બધી ધારણા મફતમાં (નકામી) જાય. પરીક્ષા વીના ધર્મના નામે આંધળી અર્પણતા કરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com