________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આદર છે ત્યાં અકષાય આત્માનો અનાદર છે, સાચી શ્રદ્ધા તો દૂર જ રહી જાય છે. જ્ઞાનીએ તો અરાગીપણાના લક્ષે પવિત્ર જ્ઞાનબળવડે રાગ ટાળીને જ્ઞાનમાં જ્ઞાનપણે ટકી રહેવું એને જ સાચો વ્યવહાર કહ્યો છે. તે ભૂલીને બાહ્ય વ્યવહારવચનને પકડે તેમાં નુકશાન કોને? શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન આવે તેનું પ્રયોજન ન સમજે, આશય ન સમજે અને નિમિત્તનો આગ્રહ પકડે તે મૂઢ છે. શાસ્ત્રમાં અનેક હેતુથી જીવોને પાત્રતા પામવાને ઉપકારના હેતુરૂપ સત્સાધનનું લક્ષ કરાવ્યું હોય છે, પણ તેનો અર્થ ગુરૂગમે ન સમજે, સાચું પ્રમાણ ન વિચારે તો ભૂલે. જેનો અભિપ્રાય એમ થયો કે પરપદાર્થ મને નુકશાન કરશે, માટે હું એને દૂર કરું; સ્ત્રી દેખીશ તો મને રાગ થશે માટે આંખો ફોડું, એવો અભિપ્રાય છે, ત્યાં અજ્ઞાન છે; તેને જડતત્ત્વની પણ ઓળખાણ નથી. જ્ઞાની ધર્માત્માને બહારથી વ્યવહારમાં પણ વિવેક રહે અને સંસાર પ્રસંગમાં કે કોઈપણ સંયોગ પ્રસંગમાં ક્ષોભ ન થાય. જેણે નિમિત્ત ઉપર થોડો પણ આધાર રાખ્યો છે, તેને પોતાનો યથાર્થ વિશ્વાસ નથી. સદ્ગુરુનો સમાગમ છોડે તો સ્વચ્છેદમાં ઠગાય જ છે. “તે દોષ રાખવા માટે બીજા ઉપાય કર્યા થકી પ્રાયઃ તે બમણો થાય.' જે વિધિએ સ્વચ્છેદ ટળે તેના ભાન વિના બીજા ઘણા ઉપાય કર્યાથી સ્વચ્છંદની પુષ્ટિ વધારે થાય છે. પ્રાયે એટલે ઘણું કરીને સ્વચ્છંદ વધે, પણ જે મુમુક્ષુ સદ્ગુની આજ્ઞાને ઓળખનારો, તે મુજબ વર્તનવાળો છે તે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં યથાસ્થાને તેમ જ સમજે છે અને શ્રીગુરુના વિરહમાં પણ ગુરુઆજ્ઞા માથે ચડાવીને વર્તે છે; તેને સ્વચ્છંદ નથી. જેણે સદ્ગ સમાગમ કર્યો નથી તે શાસ્ત્રાર્થ સમજ્યા વિના વિખવાદ ઊભો કરશે. શાસ્ત્રમાં શ્રી વિદ્યાનંદજી સ્વામીએ કહ્યું છે. કોઈ ધર્મનો અન્યાય, ઊંધી પ્રરૂપણા કરતો હોય તેનો જે યથાશક્તિ વિરોધ ન કરે અને સાચા ન્યાયને ન સ્થાપે તે ધર્મી નથી; પોતે ધર્મતત્ત્વ સમજતો હોય તો ખોટાનો વિરોધ કરે. ધર્માત્મા સ્થિર સમાધિમાં હોય તેના સંબંધી આ વાત નથી પણ જે અલ્પજ્ઞ છે અને જેને દેહાદિમાં અ૫રાગ હોવાથી ખાવાપીવાની વૃત્તિ થતી હોય છે, તેને એવો શુભ વિકલ્પ આવ્યા વિના ન રહે, કારણ કે તેને ધર્મસ્નેહરૂપ રાગ છે. દેવ-ગુરુ-ધર્મનો રાગ જેને વર્તે છે તેને ધર્મની હેલના (હણપ) થતી જોઈને સાચો ન્યાયમાર્ગ સ્થાપવાનો વિકલ્પ આવ્યા વિના રહે નહિ. આ વિષે શાસ્ત્રમાં ટૂંકામાં લખાણ હોય તેને સમજ્યા વિના વાંચીને કહે કે શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મની હેલના થતી હોય તો બચાવ કરવો. એમ કલ્પી જો સ્વચ્છંદી શિષ્ય હોય તો આવાં શાસ્ત્રો વાંચીને કોઈ સાથે ઝઘડો કરી બેસે, સંઘમાં વિખવાદ ઊભો કરે, તેને ન્યાયવિવેક આવડે નહિ. જે વિધિ, જે કળા જેને પ્રાપ્ત છે તેનો આશ્રય કર્યા વિના, સ્વચ્છંદી જ્યાં-ત્યાં વિખવાદ ઊભો કરશે અથવા ખોટા અર્થને ગ્રહણ કરશે. એ માટે પ્રત્યક્ષ સદ્ગસમાગમ ઉપકારી છે એમ કહ્યું. આત્મધર્મની શરૂઆત એટલે સમ્યગ્દર્શનની શરૂઆત; તે અર્થે હવે સમકિતનું લક્ષણ કહે છે. ૧૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com