________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧૫
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૬] જ રોકાય, બાહ્યક્રિયાને ચારિત્ર માની તેમાં પ્રેમ રાખે અને બાહ્ય વ્રત, સમિતિ આદિ ક્રિયાને આત્માનું હિતકર સાધન માને, તે પણ સદ્ગુરુની આજ્ઞાથી વિરુદ્ધ છે, એટલે તે સદ્ગુરુનો અને પોતાના અધિકારી આત્માનો નિષેધક જીવ છે. જીવો પોતાનું માનેલું ડહાપણ જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી તેને સત્ની રુચિ થાય નહિ. તેઓ ખોટામાં સંતોષ માની મનમાની કલ્પનામાં રોકાય છે. અત્યારે કેટલાક લોકો મનની એકાગ્રતામાં, યોગની ક્રિયામાં, ધ્યાન વગેરે ભ્રમણામાં એવા મંડી પડેલા છે કે આત્માને ભૂલીને મનને, કાયાને, વચનને રોકવામાં કર્તવ્ય માને છે; તેને સાધન માને છે; પણ સ્વરૂપ જેમ છે તેમ જાણ્યા વિના તેનું બધુંયે વૃથા છે. જ્ઞાની, કે અજ્ઞાની કોઈને દેહની ક્રિયાથી લાભહાનિ નથી, કારણ કે દેહાદિની કોઈ ક્રિયા કોઈ આત્માને આધારે નથી,-એવો ત્રિકાળ નિયમ છે. લોકો શરીરની ક્રિયા અને શુભરાગને આત્માનો વ્યવહાર માને અને સ્વચ્છેદથી અનેક માન્યતામાં સ્વરૂપને નિર્ધારીને ત્યાં રોકાઈ જાય છે. વળી સશાસ્ત્રનો પણ નિષેધ કરે. કોઈ કહે કે શાસ્ત્ર-ઉપદેશથી જાણવા જઈશું તો વિકલ્પ વધી જશે અને જગતનું સારુંમાઠું દેખીને રાગ-દ્વેષ થશે, માટે આપણે કાંઈ પણ જાણવું નથી. પણ જેનો સ્વભાવ જ્ઞાન છે તે કોને ન જાણે? સત્ સ્વભાવને રોકવાનો ઊંધો પુરુષાર્થ કરે, તે જડ જેવો થાય છે. જ્ઞાનનો સહજસ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. જડને જાણવાથી રાગ-દ્વેષ થતા નથી, પણ રાગી જીવ સંસાર દેહાદિ સંયોગનું ધણીપણું, કર્તાપણું કરીને અજ્ઞાનની-મિથ્યા અભિપ્રાયની પુષ્ટિ કરે છે. મોટા ધર્માત્મા ચાર જ્ઞાનના ધારી પણ શાસ્ત્ર વાંચે-વિચારે છે, પણ જેને વર્તમાન પુરુષાર્થ શું, દ્રવ્યગુણ-પર્યાય શું, તેનું ભાન નથી, તે માને કે ઘણા શાસ્ત્રો વાંચીએ, ઘણું જાણીએ તો ઘણા રાગ, દ્વષ વિકલ્પ આવે અને થોડું જાણીએ અથવા ધ્યાનમાં બેસે રહીએ, કાંઈ ન જાણીએ તો ઠીક, જેની દષ્ટિ ઊંઘી છે, ખોટી છે, તેને બધું જ ઊંધું આવશે; જ્યાં-ત્યાં શંકા જ થશે. અજ્ઞાનીને ભય છે, કારણ કે તે નિમિત્તથી ડરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે નવવા. બ્રહ્મચર્ય પાળવું. એટલા શબ્દો પકડીને જે માને છે કે એનાથી છેટે રહેવું, પૌષ્ટિક ખોરાક જે ખાય તેનું બ્રહ્મચર્ય રહે નહિ. એમ માની નિમિત્ત ઉપર, દેહનાં હાડકાં ઉપર બ્રહ્મચર્યનું ધોરણ જે બાંધે છે અને ઉદયની, જોગની, ક્રિયાની જાળવણી કરવામાં જ રોકાય છે, તેમાં ધર્મ માને છે, ઠીક માને છે, તેને આત્માની ઓળખ નથી. અહીં તો એક કહેવું છે કે જીવ પોતાની અનેક વિચિત્ર કલ્પનામાં, સ્વછંદમાં રોકાયો હોય તે જો શ્રી સદ્ગુરુનો આશ્રય કરે તો તેનો સ્વછંદ રોકાય છે સગુરુ મુમુક્ષુ જીવના દોષને ઓળખી કાઢે છે અને યુક્તિથી સમજાવે છે, માટે ગુરુઆજ્ઞા એ પરમ હિતકર છે. કોઈ એકાન્ત નિશ્ચયમાં રોકાયો હોય, અવસ્થામાં અંતરંગ કષાય, તૃષ્ણાદિમાં રોકાયો હોય, તેને તે પુરુષાર્થની જાગૃતિનું જોર આપે છે; કોઈ ક્રિયાજડત્વમાં રોકાયો હોય તેને આત્મા અવિકારી, જ્ઞાનમાત્ર છે એવી દઢ શ્રદ્ધા કરાવે છે અને વ્યવહારાભાસ છોડાવે છે.
શાસ્ત્રમાં ઉપદેશવચનો છે. તેમાં રાગને ટાળવામાં વચ્ચે નિમિત્તનો સદ્ભાવ જણાવ્યો છે, પણ જેણે નિમિત્તથી કલ્યાણ માન્યું તેણે રાગનો આદર કર્યો છે અને જ્યાં રાગનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com