________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરીને સર્વજ્ઞ ભગવાને જે સ્વરૂપ કહ્યું તે નિજ શુદ્ધસ્વરૂપને ઓળખીને તેનો આશ્રય કરતાં જીવ અવશ્ય મોક્ષદશાને પામે છે. એ રીતે અનંત જીવો મોક્ષદશાને-પૂર્ણ પવિત્રતાને પામ્યા છે. એમ અનંતજ્ઞાની, ત્રિકાળજ્ઞાની સર્વ ભગવંતોએ કહ્યું છે. અનંતજ્ઞાની થયા, થાય છે અને થશે તેમનો એક જ અભિપ્રાય છે. તેઓ રાગ-દ્વેષ, અજ્ઞાનનો સર્વથા નાશ કરીને નિર્દોષ જિન થયા છે. કેવળજ્ઞાની પરમાત્માનું કથન નિર્દોષ છે અને તેઓ પણ નિર્દોષ છે.
કદાપિ અજ્ઞાની જીવો ઘણા ડહાપણવાળા હોય, મહાબુદ્ધિવંત હોય, છતાં તેનો અભિપ્રાય ડામાડોળ હોય છે, નિઃશંક નથી હોતો. અનિત્ય પ્રકૃતિના નિમિત્તથી થયેલો ભાવ અનિત્ય છે, માટે તે અજ્ઞાની પુરુષનું કથન પ્રામાણિક અને નિર્દોષ હોય નહિ. તે જીવો ગમે તેવી ગોઠવણથી વાતો કરે તો પણ નિર્દોષ હોય નહિ. એક અજ્ઞાનીના અનેક અભિપ્રાય હોય છે, અનંત જ્ઞાનીનો મત એક જ હોય છે. “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ” કહ્યું છે, માટે સદ્ગુરુ સમાગમને જ પ્રામાણિક આશ્રયભૂત કહ્યો છે. ૧૫.
પ્રત્યક્ષ સગુયોગથી, સ્વચ્છંદ તે રોકાય;
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬. શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન આવે તેનો જો કોઈ જીવ સ્વચ્છેદથી અભ્યાસ કરે તો એકાન્ત આગ્રહને પકડીને તે રોકાઈ જાય છે. જેને એકલા નિશ્ચયનો આગ્રહ (નિશ્ચયાભાસ) બેસી ગયો હોય છે તેને આત્મા એકલો શુદ્ધ જ છે, અવસ્થા પણ શુદ્ધ જ છે, તે રાગ-દ્વેષનો હું કર્તા નથી વગેરે કહે છે, પણ રાગ-દ્વેષ, વિષય-કષાય ઘટાડવાનો પુરુષાર્થ કરતો નથી. જે રાગરહિત થવાનો પ્રયત્ન ન કરે અને સ્વચ્છેદે પ્રવર્તે છે તેને શુષ્કજ્ઞાનનો રાગ વધી જાય છે અને પુરુષાર્થ કરનારા પ્રત્યે તેની દૃષ્ટિમાં વિરોધ આવશે કે એ તો વ્યવહાર છે. આમ કરે તે તો કર્તા થઈ જાય અને આત્મા તો અકર્તા છે, એમ કથનમાત્ર તે ધારણામાં રાખે છે.
આત્માર્થી તો નિર્દોષ જ્ઞાનબળવો રાગ ટાળીને પુરુષાર્થ સહિત કહે કે દ્રવ્ય હું ત્રિકાળ શુદ્ધ જ છું. પોતાનો શુદ્ધ પર્યાય ઉઘાડતાં કેટલો બળવાન પુરુષાર્થ જોઈએ છે, તે જ્ઞાનનો પ્રયત્ન ટકાવી રાખવા કેટલો પુરુષાર્થ (વીર્યબળ) જોઈએ, તેનું સ્વચ્છંદી એટલે શુષ્કજ્ઞાનીને ભાન હોતું નથી. સ્વચ્છેદ ટાળવાનો ઉપાય સદ્ગુરુના આશ્રયે હોય છે, એટલે પોતાની પાત્રતાથી ઉપાદાન તૈયાર કરી સદ્ગનો સમાગમ કરે તો અનાદિનો મિથ્યાભાવ-સ્વછંદ રોકાય છે અને પરિણામે તે આત્માર્થી જીવ આત્મજ્ઞાનદશાને પામે છે. વળી કોઈ ઉપાદાનને ભૂલીને નિમિત્તને પકડી રાખે એટલે વ્યવહારવચનોને પકડીને વ્યવહાર ક્રિયાકાંડનું વિધાન જેમાં હોય તે જ માત્ર વાંચે, વિચારે અને ક્રિયાજડત્વમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com