________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૧૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૫] નિર્દોષતાને પામ્યા છે. એમાં એ પણ આવ્યું કે અનાદિથી જીવો ભૂલ વડે અશુદ્ધ અવસ્થામાં હતા, તે દોષ ટાળીને અનંત જીવો મોક્ષને પામ્યા, પામે છે અને ભવિષ્યમાં પણ પામશે. તેમ છતાં અનંત જીવો સંસારમાં રહેશે; એટલે અન્ય દર્શનકારો. જીવનું સ્વરૂપ અન્યથા માને છે, તેનું પણ નિરાકરણ થયું. શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ સમયસારની મંગળાચરણની પહેલી ગાથામાં કહે છે કે- “વંવિસુ સવ્વ સિદ્ધ' એ ગાથામાં એ જ કહ્યું કે અનંત જીવો સંસારનો અભાવ કરીને, સ્વચ્છેદ ટાળીને સ્વતંત્ર થયા છે, નિર્દોષ થયા છે તેઓ અનંત સુખમાં-શુદ્ધ સ્વરૂપમાં બિરાજે છે. તેમને શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્ય અનંત ન્યાયગર્ભિત નમસ્કાર કર્યા છે. તે બધા અનંત જીવો છે, સ્વતંત્ર છે, પોતાના પુરુષાર્થ વડે જ સિદ્ધ-મુક્ત થયા છે જગકર્તા ઈશ્વર નથી, સર્વ જીવની સત્તા એક નથી. એમ ઘણા ન્યાય આવ્યા. અત્રે આ ગાથામાં એમ પણ આવ્યું કે “અવશ્ય પામે મોક્ષ.” એટલે અનંત જીવો મોક્ષસ્વરૂપને પામ્યા તો તું કેમ નહિ પામે? પૂર્વે અનંતકાળમાં પણ તું એક સમયમાત્ર સ્વભાવભાવમાં ઠર્યો નથી, હવે સ્વચ્છંદ છોડીને સ્વતંત્ર સ્વરૂપમાં ઠર-સ્થિર થા તો સુખ થાય એમ કહ્યું, માટે સ્વચ્છેદ ટાળવાથી અવશ્ય મોક્ષ થાય છે. તે સ્વચ્છેદ ટાળવાની રીત શ્રી સદગુરુ જાણે છે. તેમના આશ્રય વિના જીવ પોતાની ઈચ્છાએ બીજું બધું અનંતવાર કરી ચૂક્યો છે. લોકોને જ્ઞાનીની વાણી કઠણ પડે છે, તેની સાથે દુઃમેળ રહે છે, પણ જો એકવાર ભૂલ ટાળીને જ્ઞાની સન્મુખ થયો તો જરૂર મેળ થશે. મતાંતર એટલે જે ભ્રાંતિ–ભ્રમણા છે, ઊંઘી દૃષ્ટિરૂપ ખોટો અભિપ્રાય છે, તેને જ્ઞાનીએ કહ્યા પ્રમાણે છોડે તો અવશ્ય મોક્ષ પામે.
નિર્દોષ, અકષાય કરુણાના દાતા અતદેવ રાગરહિત નિર્દોષ છે, એવા વીતરાગ કેવળજ્ઞાની તીર્થકર ભગવાન કે જેઓ નિર્દોષતાને પામી ગયા છે તેમણે કહ્યું છે કે સ્વચ્છંદ એટલે દર્શનમોહ (પોતાના સ્વભાવમાં ભ્રાંતિ, ખોટી શ્રદ્ધા), મિથ્યા માન્યતા ટાળી પુરુષની આજ્ઞાથી અનંત જીવો મોક્ષદશાને પામ્યા છે. શાસ્ત્રના એકેક વચનમાં ઘણા ન્યાય-આશય હોય છે, પણ જીવોને મનનપૂર્વક સાચો વિચાર કરવો નથી. “આત્મસિદ્ધિ ” ઘણાએ ઘણી વખત વાંચી હશે પણ અંતરમાં મનનપૂર્વક સાચો વિચાર કર્યો નથી. જે રીતે વિચારવું જોઈએ, સમજવું જોઈએ તે પ્રમાણે સમજાયું નથી; માટે આ ગાળામાં સ્વચ્છેદ ટાળવા ઉપર ખાસ ભાર મૂક્યો છે. (સ્વચ્છેદ એટલે દર્શનમોહ, મિથ્યાત્વ, ખોટી માન્યતા.) પોતાનું સ્વરૂપ જે નિર્મળ જ્ઞાતાદેષ્ટા છે, તેની ઓળખાણમાં ભૂલ એ જ અનાદિકાળનું મિથ્યાત્વ જીવને અનંત સંસારમાં રખડાવે છે. તે પોતાની ભૂલ, પોતાનો જ અપરાધ છે. જે પુરુષમાં તે ભૂલ નથી એવા સત્પરુષ-સદ્ગને ઓળખી, તેમના ચરણનો આશ્રય કરવાથી પોતાના દોષ ટાળે છે.
[ તા. ૬-૧૦-૩૯] પૂર્વાગ્રહની માન્યતા છોડીને શાસ્ત્રાભ્યાસ કરવાનું કહ્યું છે. સ્વચ્છંદ એટલે હું જાણું છું, સંસાર-દેહાદિનાં કાર્યો કરી શકું છું, એવી ખોટા અભિપ્રાયની પકડ છે તેનો ત્યાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com