________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આવે તો ભેદજ્ઞાન વડે ટાળે. અહીં તો જવાબદારી નાખીને કહ્યું છે કે શાસ્ત્ર વાંચવામાં તારા બધા કુતર્ક, પૂર્વાગ્રહને ટાળીને સ્વચ્છંદ, માનાદિ રહિત થા તો આત્માર્થ પામી શકાશે. ત્રણે કાળના જ્ઞાની એમ જ કહે છે.
એક સપુરુષ પાસે એક વેશધારી મુનિ આવ્યા. તેમણે ઉપદેશ સાંભળ્યો અને તેને સચ્યો, તેથી કહ્યું કે મને આપના ચરણમાં આશ્રયમાં રાખો. શ્રીગુરુએ શરત કરી કે બાર માસ સુધી ફરીને જ્યાં જ્યાં તને માન મળ્યું હોય ત્યાં બધે કહી આવ કે મેં જે ઉપદેશ આપ્યો હતો તે પ્રરૂપણા ખોટી હતી. મુનિ કહે, “એ મારાથી નહિ બને, બીજાં ગમે તે કહો.” ગુરુ કહે કે, “તારી બધી પૂર્વ માન્યતા ઉપર મીંડા મૂક, સ્વચ્છંદ ત્યાગ્યા વિના કે આમ કર્યા વિના લાખ વર્ષ તપસ્યા કર, ગમે તેમ કર તોપણ બીજો ઉપાય નથી.” ત્યારે દ્રવ્યલિંગી મુનિ કહે કે, “પણ એમ કરું તો ક્યાંયના ન રહીએ. તેમ કહો છો તેમ કરું તો જે લોકો મને માન આપતા હતા, તે મારી મશ્કરી કરશે, માટે મારું કાંઈક રાખો.' શ્રીગુરુ કહે કે, “પરમાર્થમાં કપટ નહિ નભે. સત્ય તો સરળ છે, સુલભ છે, તેની પ્રાપ્તિ સર્વ સ્થળે છે. માત્ર દોષ તજવા પડશે, સ્વચ્છેદ અને પ્રતિબંધથી જ મોક્ષમાર્ગ અટકયો છે. તારે ખોટું સાચવી રાખવું છે કે સાચું સમજવું છે? ભૂલથી હાથમાં સાકરને બદલે સોમલની કટકી આવી જાય, તો ભૂલને જાણ્યા પછી તેને કોણ ચાખે? ડાહ્યા પુરુષ પાસે ભૂલથી ઝેર આવી ગયું, પણ જ્યારે ભૂલને જાણે, ઝેરને આ ઝેર જ છે એમ જાણે, પછી તેનો ત્યાગ કરતાં વાર ન લગાડે. લોકો શું કહેશે, મારું માન જતું રહેશે તો? આહાર-પાણી નહિ મળે તો? વગેરેની પરવા ન કરે. કોઈની ખોટી શરમ ન રાખે.' માટે જ ૧૫મી ગાથામાં સ્વચ્છંદ એટલે મિથ્યાત્વ-મોહભાવ ટાળવા કહે છે. ૧૪.
રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫. ૧૦ મી ગાથામાં શ્રી ગુરુનાં લક્ષણ કહ્યાં અને ૧૩ મી ગાથામાં જીવ-અજીવ નિરૂપક ધર્મશાસ્ત્રનાં લક્ષણ કહ્યાં.
હવે નિર્દોષ દેવનું લક્ષણ આ ગાથામાં કહ્યું છે. જેના રાગ, દ્વેષ, અજ્ઞાન સર્વથા ટળી ગયાં છે એવા વીતરાગદેવ નિર્દોષ પરમાત્મા છે. તે સર્વજ્ઞ વીતરાગદેવે સર્વ જીવોને હિત માટે કહ્યું છે કે જીવ અનાદિ કાળથી પોતાની ઇચ્છાથી અને પોતાના ડહાપણથી ચાલ્યો છે, તેથી દુઃખી થયો છે, પણ પોતાની ઘેલછા, સ્વચ્છંદ, મત, આગ્રહ, માન આદિ કષાયને રોકે તો અવશ્ય સ્વતંત્ર પૂર્ણ સુખ-સહજાનંદદશાને પામે. અવિનાશી નિજપદ-મોક્ષદશાને પામે, કારણ કે મિથ્યા અભિપ્રાયના ત્યાગથી અનંત જીવો પૂર્ણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com