________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૪]
[૧૧૧ હેતુએ, માન-મોટપ અર્થે વાંચે, તો તેની સફળતા ન થાય. માન મેળવવા ખાતર કે પંડિતાઈ ખાતર વાંચે તેણે શાસ્ત્રઅભ્યાસનો ભાર વૃથા ઉપાડયો છે. પોતે શાસ્ત્રઅભ્યાસ કરે છે તેમાં લોકરંજનનો હેતુ હોય અગર ઊંડાણમાં માન મેળવવાનો હેતુ હોય, છતાં પોતે માને કે હું ધર્મ કરું છું અને ધર્મની પ્રભાવનાનો મારો હેતુ છે, તો તેને પોતાને પરમાર્થ આશયનું યથાર્થ ભાન નથી, એટલે તે જે કાંઈ કરે છે તેનાથી અજ્ઞાનની પુષ્ટિ જ થાય છે.
- જ્ઞાનીનાં વચન પાછળ પરમાર્થ કેમ સમજી લેવો તે વિષે ધના સાર્થવાહનું દૃષ્ટાંત છેઃએક ધન્ના સાર્થવાહ કરીને ગૃહસ્થ હતો. તેણે ઉઝિયા, ભોગવતી, રખિયા અને રોહિણી નામે પોતાની ચાર પુત્રવધૂને પાંચ પાંચ કમોદના દાણા આપ્યા અને કહ્યું કે “આ દાણા હું માગું ત્યારે આપજો.” શબ્દ ચારેયને સરખા કહ્યા, પરંતુ તેના ભાવનો અર્થ ચારેય વહુએ પોતપોતાની દૃષ્ટિએ કર્યો. તેમાં એકે તો દાણા ફેંકી દીધા, બીજી ખાઈ ગઈ. તે બન્નેએ એમ માન્યું કે જ્યારે માગશે ત્યારે ઘરમાંથી આપી દઈશું. ત્રીજીએ દાણા સાચવી રાખ્યા ને ચોથીએ સસરાનું પેટ (આશય) સમજી લેવાથી વાવવા માટે પિયર મોકલાવ્યા. આ નાની ચોથી વહુએ એક ક્ષણમાં સાચો નિર્ણય નિઃશંકપણે કર્યો હતો. સસરાએ પાંચ વર્ષ પછી કુટુંબના બધા માણસોને ભેગાં કરીને તે ચારેય વહુનાં પિયરિયાં પાસે જ બનેલી હકીકત જણાવીને ન્યાય કરાવ્યો. સસરાનો આશય સમજનાર નાની વહુએ કહ્યું કે કમોદના પાંચ દાણા જોઈતા હોય તો ગાડાં મંગાવો. એ સાંભળી તેને ઘણી ડાહી ને આશય સમજનાર ગણીને તેને ઘરની કુલ સત્તા સોંપી. જેણે દાણા ફેંકી દીધા હતા તેને વાસીદાનું અને જે ખાઈ ગઈ તેને રસોડાનું કામ સોંપ્યું. સાચવ્યા તેને ભંડારની ચાવી સોંપી અહીં એમ કહેવું છે કે સર્વજ્ઞ ભગવાનના કહેલા ઊંડા શાસ્ત્રાર્થ સમજવા માટે કેટલી તૈયારી જોઈએ. સર્વજ્ઞકથિત શબ્દોનો આશય પ્રથમ સમજવો જોઈએ. જે કોઈ જીવે સર્વજ્ઞના કથનનો ભાવાર્થ (આશય) સમજી લીધો અને નિઃશંકપણે નિર્ણય કરીને તેના ભાવને પહોંચી ગયો, તેને સ્વાધીનતા મળે છે; તેથી અહીં ગાથામાં કહ્યું છે કે સદ્ગુરુએ જે જે શાસ્ત્રો લાયક શિષ્યને અવગાહવા કહ્યાં હોય, તે તે પોતાના સ્વચ્છંદ અને મતનો ત્યાગ કરીને નિત્ય વિચારવાં જોઈએ. પોતાના કુળધર્મ આદિના મતાંતરના આગ્રહનો ત્યાગ કરે છે તે નિર્દોષ વીતરાગનો આશય શું છે તે શાસ્ત્રમાંથી સાચા ન્યાય વડે કાઢી શકે છે અને સર્વજ્ઞના પેટની વાત (ભાવાર્થ) અને પોતાની સમજણનો આશય બરાબર છે એમ નિઃસંદેહ કહી શકે છે, તેની અંતર સાક્ષી આપે છે, પણ જેણે સ્વચ્છંદ, માનાદિ ઘટાડ્યા નથી, તેને સ્વરૂપની શંકા રહ્યા કરશે અને તેને સાચો પુરુષાર્થ નહિ ઊપડે, પણ જેણે વિરોધ ટાળીને, સ્વચ્છેદ ટાળીને પુરુષાર્થ કર્યો છે તેને, શું કરવું? સાચું શું હશે? એ મૂંઝવણ નહિ થાય.
જેમ ભોજનમાં કાંકરી દાંત તળે આવતાં કાઢી નાખે એમ તત્ત્વમાં કાંઈ પણ વિરોધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com