________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૪]
[૧૦૯ [ તા. પ-૧૦-૩૯] ૯ મી ગાથામાં સદ્ગુરુના આશ્રય વિષે કહ્યું; ૧૦ મી ગાથામાં સદ્ગુરુનાં લક્ષણ કહ્યાં; ૧૧ મી ગાથામાં કહ્યું કે પ્રત્યક્ષ સગુરુના લક્ષ વિના પરોક્ષ જિનનું સ્વરૂપ ન સમજાય અને આત્મવિચારનું યથાર્થપણું ન ઊગે; ૧૨ મી ગાથામાં કહ્યું કે સદ્ગના ઉપદેશથી જિનસ્વરૂપ સમજાય છે; ૧૩ મી ગાથામાં શાસ્ત્રનાં લક્ષણ વર્ણવ્યા કે પૂર્વાપર વિરોધ રહિત આત્મા છે અને અન્ય પદાર્થો પણ છે, અનંત જીવ અને અનંત જડ પદાર્થો છે, તેની હયાતી છે-એમ અસ્તિત્વપણું દેખાડનાર, સર્વજ્ઞ-વીતરાગનાં શાસ્ત્રો જ પ્રમાણિક હોઈ શકે. અને કહ્યું કે સદ્ગુરુનો યોગ ન હોય, ત્યાં સુપાત્ર જીવને તે શાસ્ત્ર આધારભૂત છે.
૧૪ મી ગાથામાં કહ્યું કે શિષ્યની શંકાનું સમાધાન કરવા માટે બીજા વૈરાગ્ય આદિના કોઈ ગ્રન્થો વાંચવાનું સદ્ગુરુ કહે, તો તે ગ્રથો અવગાહવા. સદ્ગએ કહ્યું હોય તેમાં શિષ્યના હિતનો હેતુ સદ્ગુરુના હૃદયમાં હોય છે. શંકા-ભૂલ ટાળવા માટે સદ્ગુરુ કયા કયા ગ્રંથ વાંચવા કહે છે, તેની પાછળ શું આશય રહ્યો છે, તે આશય સમજવા માટે, અંદર પ્રવેશ કરવા માટે શાસ્ત્રને વિશેષપણે અવગાહવા કહ્યું છે, એટલે તે ગ્રંથ અવગાહતાં પોતે કદાચ કોઈ વિરોધવાળી એકાન્ત વાતમાં રોકાયો હોય તો જ્ઞાની પુરુષનો આશય સમજી શકાય છે કે હું અમુકમાં રોકાયો હતો.
સૂક્ષ્મ ભૂલ ટાળવી હોય તો, સત્સમાગમ અને વિનય સહિત શાસ્ત્રનું નિત્ય અવગાહન, વિચાર, અને ઊંડું મનન કરવું જોઈએ.
ગણધર જેવા મહામુનિ-સંત જેઓ ચાર જ્ઞાનના ધણી છે, તે જ ભવે મોક્ષે જવાના છે, તેઓ પણ શાસ્ત્રો અવગાહે છે, સ્વાધ્યાય કરે છે; માટે દરેક જીવે શાસ્ત્રાભ્યાસ કેવી રીતે કરવો તે જણાવે છે. વાંચનારની ઘણી જવાબદારી છે. કેમકે ગ્રંથકાર આચાર્યનું પેટ (આશય) શું છે, આ વાચકનો વાચ્ય શું છે તેનો વિચાર ન્યાયમાં પ્રવેશ કરી સમજવાનો છે, માટે ઊંડાણમાં મધ્યસ્થપણે નિત્ય વિચારવા કહ્યું છે; પણ પોતાની મતિકલ્પનાથી સ્વચ્છેદે વાંચી જાય તેનું ફળ વિપરીત આવશે; પોતાને મનગમતી એકાન્ત વાત પકડી રાખશે અથવા તો ક્રિયાજડ થઈ જશે; અથવા શુષ્કજ્ઞાની થઈને કહેશે કે સર્વશાસ્ત્ર કહે છે કે આત્મા શુદ્ધ જ છે “શુદ્ધ, બુદ્ધ, ચૈિતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ.” બસ, આ સમજાઈ ગયું છે અને બંધ-મોક્ષ તો કલ્પના છે; જીવમાં ભ્રાંતિ નથી; સંસાર તો હતો જ નહિ; જડ પણ નથી અને આત્મામાં ભૂલ પણ નથી; એમ એકાન્ત પકડીને સ્વચ્છેદે પ્રવર્તે, રાગાદિ કષાયમાં-મોહાવેશમાં વર્તે અને મુખથી જ્ઞાનમાત્રના શબ્દો મન વડે ધારી રાખે કે બોલે તેને સશાસ્ત્રનું ફળ નથી. બધા જ્ઞાનીના ઉપદેશનો સાર એ છે કે નિજ શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે જ કલ્યાણ છે. આત્મા શુદ્ધ છે, પણ તે કઈ દૃષ્ટિએ છે તેની સમજણ વિના “શુદ્ધ છું’ એટલા નામમાત્રને પકડી રાખે તે તો અશુદ્ધતામાં પ્રવર્તે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com