________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ભ્રમણા થાય છે, માટે અપરિપકવ વિચારવાળાએ તો સત્ શાસ્ત્રો જ અવલોકવાં. અહીં સુપાત્ર જીવને શાસ્ત્રો આધારરૂપ કહ્યાં છે, પણ પ્રત્યક્ષ સદ્ગુરુનો મહિમા માથે ચડાવે તો તે આધારરૂપ છે. અહીં આધારની વાત કરી તે પણ ઉપચારથી છે. ખરી રીતે આધાર તો ધ્યેય-આખો આત્મા છે ને તેના તરફનું વલણ છે. સંસારની ઇચ્છા-સંસારભાવ છોડીને નિત્ય વિચારણા અને તત્ત્વસ્વરૂપનું મનન કરવા અહીં કહ્યું છે.
જેનો આધાર માન્યો તેની હીણપ-અનાદર કેમ થવા દે? સંસારનો પ્રેમ ટાળીને પ્રથમ સંસાર ઉપર જે પ્રેમ હતો તેનાથી ઉત્કૃષ્ટ પ્રેમ સપુરુષ પ્રત્યે હોવો જોઈએ. એ પ્રેમ (શુભરાગ) પણ આદરણીય નથી માન્યો. ઈષ્ટ નિમિત્ત, જીવના ઉપાદાનનું વલણ જણાવે છે. સદ્ગુરુ પ્રત્યે હૃદયમાં જે ઉત્કૃષ્ટ પ્રેમ, આદર છે તે જ નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનો પ્રેમ છે. એ કારણે શ્રી સદ્ગુરુ ભગવંત તથા તેમના ન્યાય, અધ્યાત્મ આદિ પ્રમાણિક શાસ્ત્રોનો પ્રેમ આત્માર્થીને હોય જ. ૧૩.
હવે સત્પરુષોએ નિષ્કારણ કણાથી એકાન્ત આત્માના જ હિત અર્થે જે સશાસ્ત્રો રચ્યાં છે તેને કેમ અવગાડવાં તે કહે છે. તેમાં ઘણો ગંભીર અર્થ રહ્યો છે.
અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ;
તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪. ધર્માત્મા સગુરુએ કહ્યું કે અમુક શાસ્ત્ર વાંચ, તો તેનું ઘણું માહાભ્ય આવવું જોઈએ અને સર્વજ્ઞ ભગવાનના ન્યાયના ઊંડા ગંભીર રહસ્ય ભર્યા છે તેમાં ઊંડા ઉતરીને તે સમજવું જોઈએ. જેમ દરિયામાં મોતી લેવા માણસો ઊંડા અવગાહે છે ત્યાં મગરમચ્છ, માછલાં તથા પાણીનું તોફાન સહન કરીને પણ અંદર ડૂબકી મારે છે, તેમ શાસ્ત્રના તાત્પર્યને અવગાહે છે, તેનો અર્થ એ છે કે પરમાત્મા જે સર્વજ્ઞ વીતરાગ ભગવંતો, આચાર્ય અને ગણધરો આત્મતત્ત્વ વિષે શું કહેવા માગે છે તે પોતાના જ્ઞાન વડે સ્વાલંબનથી ગુરુ આજ્ઞાનું યથાર્થપણું સમજીને, ઊંડા ન્યાયને ગંભીરભાવે તે વિચારે છે. વિરોધી માન્યતા ટાળીને પ્રથમ જ સમજવાનું એ છે કે જીવથી શું થઈ શકે છે અને શું નથી થઈ શકતું, શું થઈ રહ્યું છે અને શું માને છે. પોતે દરેક સમયે શું સ્વરૂપે છે તેનો યથાર્થ નિર્ણય કર્યા વિના શાસ્ત્રો વાંચે, સાંભળે અને “હું સારું કરું છું” એમ માને તે બધુંય વૃથા છે. આત્મા સ્વગુણમાં બધુંય કરી શકે છે, પરંતુ સંસાર, દેહાદિ પરવસ્તુ કે પરગુણમાં (પરમાણુમાં) કોઈ પ્રકારે કંઈ પણ કદી ન કરી શકે. આ મહા નિયમ પ્રથમ સમજવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com