________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩]
[૧૦૭ તે નિત્ય છે, છે તે પ૨૫ણે નથી, પરભાવે, રાગભાવે નથી,-એ આદિ અવિરોધી ન્યાયકથન જેને વિષે છે એવાં શાસ્ત્રો જીવને ત્યારે ઉપકારી છે કે જ્યારે પ્રત્યક્ષ સત્પરુષનું નિમિત્ત ન હોય. આવે પ્રસંગે પોતાની પાત્રતામાં-યોગ્યતામાં સુશાસ્ત્ર નિમિત્ત છે, પણ ૧૧મી ગાથામાં કહ્યું તેમ કોઈ મોહી જીવ પ્રત્યક્ષ ઊઘડેલા પુરુષાર્થવાળા શ્રીગુરુનો ઉપેક્ષક થઈને પાનામાં રોકાય તો તેને આત્માની યથાર્થ રુચિ નથી; ચૈતન્યનો જે આદર જોઈએ તેને બદલે (નિશ્ચયથી પોતાનો આદર છે તે ભૂલ્યો છે.) તેને જડનો આદર છે-રાગનો આદર છે, તેથી તે રાગની ભક્તિ કરે છે.
આત્માર્થી લાયક જીવ પુરુષના વિરહમાં એમ ચિંતવે કે પ્રત્યક્ષ સત્પરુષનો જોગ ક્યારે મળે? એ અપૂર્વ અવસરની ભાવના ભાવતો વર્તમાનમાં સર્વજ્ઞ કથિત શાસ્ત્રોને સદ્ગની હયાતી ન હોય, ત્યારે આજ્ઞા સમજી વિવેક સહિત સાચા સુખનો કામી અવિરોધપણે તત્ત્વસાધન કરે છે. સુપાત્ર જીવને સશાસ્ત્રનો આધાર એ માટે કહ્યો કે તેના નિમિત્તે જીવ પુરુષાર્થ સાધે છે. વળી તે વિચારે છે કે આ કથનમાં વસ્તુ ભાવસ્વરૂપે છે, નામપણે છે, સ્થાપના નિક્ષેપે છે કે દ્રવ્યનિક્ષેપે છે? જે જે નયે જે જે પ્રમાણથી, નિશ્ચય-વ્યવહારથી, પરમાર્થથી જે ન્યાય, જ્યાં જ્યાં યોગ્ય છે તે તે યથાસ્થાને સમજે. આત્મા કેવળ શુદ્ધ જ છે એમ પણ નહિ. દ્રવ્યસ્વભાવે શુદ્ધપણું અને પર્યાયે અશુદ્ધપણું જાણે, અશુદ્ધપણું ટાળવા પરમાર્થ કરે અને રાગ ટાળીને જ્ઞાનદશાનો પુરુષાર્થ વધારવાનું પ્રયોજન સાધે. અભેદ દશામાં ન પહોંચે ત્યાં સુધી શાસ્ત્રઅભ્યાસ, સ્વાધ્યાય આદિ કરે.
લક્ષણ, પ્રમાણ, નય, નિક્ષેપ એ આત્માનો નિર્ણય કરવામાં તથા સાધકદશામાં જ્ઞાનની વિશેષ નિર્મળતાનાં સાધનો છે, પણ તેનો આધાર સદ્ગુરુ પ્રત્યક્ષ ન હોય એટલા પૂરતો જાણીને તે અપેક્ષાએ આદર હોવો જોઈએ. ધર્માત્માએ શ્રુતભક્તિ કરવી તેમાં શાસ્ત્રાદિનું બહુમાન કરવા કહ્યું છે, કારણ કે તે શાસ્ત્રો સપદપ્રરૂપણાનો આધાર છે, તેમાં “ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્'અસ્તિપદને પ્રરૂપક યથાર્થ તત્ત્વનું નિરૂપણ છે. તે એમ પ્રરૂપે છે કે આત્મા છે, છે તે પરપણે નથી, પણ છે તે સ્વપણે છે. તે જ સ્વથી ટકીને બદલે છે.
શિષ્ય જે ભૂમિકાએ ઊભો છે તે સંસદશા પલટીને મુક્તદશા કરવી છે, માટે શાસ્ત્ર શું પ્રયોજનવાન છે? તે પ્રત્યક્ષ સદ્ગુરુ હોય તો સમજાવે અને ભૂલદશા પલટાવીને ભૂલ સુધારે. ઘણા જીવો વાંચે છે પણ પોતામાં કેવી પાત્રતા જોઈએ અને સમજણની કળા શી રીતે છે એનો અનુભવ જોઈએ, તે તેમને હોતો નથી.
શ્રીમદે પણ કહ્યું છે કે પ્રત્યક્ષ જ્ઞાની સન્મુખે સમજતાં જીવ પોતાની અણસમજણનાં દોષો જેમ છે તેમ સમજી શકે છે. જે શાસ્ત્ર યથાર્થ તત્ત્વનું નિરૂપણ કરે છે, તે શાસ્ત્ર સુપાત્ર જીવને લાભનું નિમિત્ત છે. દૃષ્ટિની ભૂલ ગયા પછી ગમે તે શબ્દ કે શાસ્ત્ર પ્રાયઃ અહિતનું કારણ થતાં નથી, પણ જેને સાચી દૃષ્ટિ થઈ નથી તેને જ્યાં-ત્યાં શાસ્ત્રોમાં આત્મા વિષે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com