________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણે સનાતન બે પદાર્થો અને તેનું હોવાપણું અનાદિઅનંતપણે છે. પરલોક છે, સંયોગ-વિયોગ પણ છે અને તે જડ તત્ત્વથી જુદાપણું છે. તેમ જ મોક્ષસ્વરૂપ મુક્તદશા પણ છે. એ બેના સંયોગે જીવથી વર્તમાન દશામાં ભૂલ પણ છે. એ રાગી–ષીપણું પરના નિમિત્તે છે. કોઈ તત્ત્વ પોતાના કારણે અશુદ્ધ દશામાં ન હોઈ શકે, માટે જીવમાં પરના નિમિત્તે અશુદ્ધ દશા છે. લોકો કહે છે કે બીજાં તત્ત્વ નથી, ભ્રાંતિ છે, પણ તેમ નથી; માટે જે શાસ્ત્રમાં જીવ, અજીવ આદિ બે તત્ત્વોનું યથાર્થપણું હોય, સર્વજ્ઞ જિનેશ્વરપ્રણીત આગમશાસ્ત્રો હોય તેને પ્રમાણિક માનવાં. વળી આ લોક, પરલોક છે એટલે કે આત્માથી પરભાવરૂપ ઊંઘી માન્યતામાં ટકવાને કારણે રાગ, દ્વેષ, અજ્ઞાનમય જડભાવના અધ્યવસાયના કારણે વિચિત્ર કર્મફળ ભોગવવાનાં અનેક સ્થાનકો-પરલોકાદિક છે, પુનર્જન્મ છે અને રાગ, દ્વેષ, અજ્ઞાન રહિત શુદ્ધ દશા પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે છે વગેરે પ્રમાણ છે. આગળ વધે તો બધું છે, તે જેમ છે તેમ જણાય છે.
જે જે જીવો સ્વચ્છેદે શાસ્ત્ર વાંચે છે તે જીવો શાસ્ત્રની ભૂલવણીમાં ભૂલે છે. જેની ઓળખાણ માટે આ ગાથામાં કહેવાયું છે કે જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ ન હોય ત્યાં મુમુક્ષુ જીવે એવાં શાસ્ત્ર વાંચવા-વિચારવા કે જે સર્વજ્ઞ-વીતરાગ એટલે જેના રાગ, દ્વેષ, અજ્ઞાન સર્વથા ટળી ગયા છે અને સાધકદશામાંથી પૂર્ણ દશા પામ્યા છે તેવા પુરુષોએ પ્રરૂપેલાં હોય, પદાર્થરૂપે જગતમાં આત્મા અને જડ આદિના અસ્તિત્વનું જેમાં અવિરોધ કથન હોય તેવાં શાસ્ત્રોનો આધાર સગુરુની ગેરહાજરીમાં લેવાય છે; છતાં પ્રત્યક્ષ સદ્ગુરુ આગળ શાસ્ત્રોની તુલના નથી, શાસ્ત્રની અધિકાઈ નથી. એક શિષ્ય ૧૦૦૦ પાનાનું પુસ્તક હતું તે વાંચતો હતો; માત્ર દોઢ લીટી વાંચવી બાકી હતી, ત્યાં શ્રીગુરુએ તેને બોલાવ્યો. શિષ્ય જરા ધીરેથી અનુત્સાહપણે જવાબ આપ્યો કે આટલું પૂરું કરીને આવું છું. તેને વર્તમાન ચૈતન્યમૂર્તિ શું લાભ આપશે તેનું માહાભ્ય ન આવ્યું બસ, આ જ પોતાની મોટી ભૂલ, કારણ કે શિષ્યને એવો ભાવ આવ્યો કે આમાંથી કાંઈ જાણી લઉં. તે ભૂલને વશ પ્રત્યક્ષ ચૈતન્યરૂપ શ્રીગુરુ ભગવાન શું લાભ આપશે તેનું લક્ષ ન રહેતાં તેને દોઢ લીટીનું લક્ષ રહી ગયું, તેથી પરમાર્થે પોતાના સ્વરૂપલાભની તેને અસાવધાની છે. અક્ષરમાંથી જ્ઞાન નથી આવતું એવું ભાન હોત તો વિલંબ કર્યા વિના હોંશથી તરત જ “જી પ્રભુ” કહીને ઊભો થાત. તેમ ઘણા જીવો, સસ્વરૂપ સત્પરુષ જે જાગતી જ્યોત વર્તમાન પુરુષાર્થવાળા છે તેમનું, પરમ ઉપકારી લક્ષ ચૂકીને પર નિમિત્તમાં અટકે અને સ્વસ્વરૂપની સાવધાની, ગુરુ આજ્ઞાની જવાબદારીનું ભાન ન રાખે તો તેને આત્મસ્વરૂપની પારિણામિક દશાની પ્રાપ્તિ કેમ થાય? માટે સત્પરુષનો મહિમા, ભક્તિ, વિનય આદિનું વર્ણન શાસ્ત્રોમાં ઘણું આવે છે.
અહીં તો પ્રત્યક્ષ સત્પરુષનો અમુક કાળ વિરહ જેને હોય તે મુમુક્ષુએ કયા શાસ્ત્રો વાંચવા તે વિષય છે. આગળ કહેવાયું છે કે આત્મા સસ્વરૂપ એકલો સ્વાધીન છે, છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com