________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨]
[ ૧૦૫ જે સમજે તે જ પ્રગટ જિનેશ્વર થાય. તે સદગુરુના ઉપદેશ વિના અને પોતાની પાત્રતા વિના સમજાય નહિ, માટે તે સદ્ગ જિનને જાણનાર વર્તમાન પુરુષાર્થ સહિત શ્રીગુના ભાવવચન વડે મુમુક્ષુ જીવને નિજપદ સમજાય છે.
જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણું. જિનપદને પરમાર્થે નિજપદ કહ્યું છે. માટે જે યથાર્થપણે તત્વસ્વરૂપ ગુરૂગમે સમજે તે પોતાની સ્વાભાવિક શુદ્ધ દશાને પામે. શુદ્ધ પવિત્ર વીતરાગદશા શ્રીજિનનું સ્વરૂપ છે, તેને પોતાની પાત્રતા વડે દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જે જાણે છે તે નિશ્ચયથી પોતાનું આત્મપદ જાણે છે. જેવું રાગ, દ્વેષ, અજ્ઞાન રહિત જિનનું સ્વરૂપ છે, તેવું પદ શક્તિરૂપે સદાય સર્વ જીવોનું છે. તે શ્રી સદ્ગુરુ પાસેથી સમજીને યથાર્થપણે ગ્રહણ કરે તો મુમુક્ષુને જેમ છે તેમ સમજાય છે, માટે શાસ્ત્રમાં ગુરુ આજ્ઞાનું માહાભ્ય ગાયું છે. સગુરુનો મહિમા, મહામાન અને આદર તે નિશ્ચયથી પોતાના ગુણનો આદર છે. એક વખત દાંત કહ્યું કે મા-બાપ, શેઠ અને ગુરુ ત્રણેનો બદલો લૌકિક ઉપકારથી ન વળે પણ પરમાર્થ પદ પમાડવાથી જ વળે છે. ખાનદાન, વિનયવંત એમ ન બોલે કે અમારાં પુણ્ય હતાં અને તમારો સ્વાર્થ હતો માટે તમે અમને સુખ-સગવડ આપી, પાળીપોષીને મોટા કર્યા, એમાં તમારો ઉપકાર શેનો? એમ ખાનદાનના સુપુત્ર ન કહે. અહીં એમ કહેવું છે કે મા બાપને ધર્મ કોણ પમાડે? પોતે ધર્મ પામે ત્યારે ને? ખાનદાન પુત્રની ફરજ છે કે તે માતા-પિતાને ધર્મ પમાડે. એમ શેઠે પ્રથમ ઉપકાર કર્યો હોય તેનો બદલો આપનાર નોકરથી લૌકિક લાભનો બદલો લૌકિકપણે કદી વળે નહીં પણ લોકોત્તર લાભથી તે બદલો વળે. પોતે ધર્મ પામે તો તે માતા-પિતા તથા શેઠને આત્મધર્મ પમાડી પરમ સંતોષ પમાડી શકે. એમ શ્રી સદ્ગુરુ પાસેથી પોતે આત્મધર્મ સમજ્યો છે તેમના ઉપકારનો બદલો વાળવાનો પ્રસંગ ન ભૂલે. ૧૨.
હવે કહે છે કે જ્યાં પ્રત્યક્ષ સદ્ગરનો યોગ ન હોય ત્યાં શું કરવું? તે માટે કહે છે કે શાસ્ત્રો સુપાત્ર જીવને આધાર આપે છે, તે શાસ્ત્રો કેવાં પ્રમાણિક હોવાં જોઈએ; કોણ વાંચી શકે, કેવી રીતે વાંચે, કેવો આદર હોય? વગેરે વિધિ-નિષેધથી સમજાવે છે.
આત્માદિ અસ્તિત્વના, જેઠ નિરૂપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩. સર્વજ્ઞ જિનેશ્વરપ્રણીત આગમશાસ્ત્ર જે સુપાત્ર જીવ હોય તેને આધાર થાય છે, પણ તે પ્રત્યક્ષ ભ્રાંતિનું છેદક નથી, પણ જે જીવ આત્માર્થી છે, તીવ્ર આત્માર્થનો કામી છે તથા સદ્ગુરુની આજ્ઞા શિરસાવંધે રાખી વર્તે છે, ગુરુના વિરહમાં ગુરૂઆશા હૃદયમાં રાખે છે તેને સુપાત્ર કહ્યા છે. આ ગાળામાં પ્રમાણિક શાસ્ત્રોની વ્યાખ્યા કહી છે. આત્મા છે, તે સિવાય જડ પદાર્થોનું હોવાપણું છે, તે સત્ એટલે ત્રિકાળ છે. યથાર્થ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com