________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સાચી દષ્ટિ છે. એમ સાચો ન્યાય સમજ્યા વિના લોકો મન, વાણી, દેહના શુભ રાગને જ ધર્મ માને છે.
આત્માના શુદ્ધ સ્વભાવને જે અશુદ્ધ કરે, તે રાગને શુભ (ઉપાદેય) કેમ કહેવાય? ઘણા જીવો સમજ્યા વિના શાસ્ત્રના ન્યાયવિરુદ્ધ ઊંધા અર્થ કરે છે. પાપપરિણામ ન કરવા, પણ પુણ્યપરિણામ તો કરવા જેવા છે; શુભરાગથી સંવર, નિર્જરા, ધર્મ થાય, અનારંભીપણું થાય, એમ માને અને કહે કે અમે વીતરાગની આજ્ઞા માનીએ છીએ. એમ વીતરાગના નામે ઊંધા ગાણા ગાય છે એ રાગની ભક્તિ કરે છે, મોહભાવને અજાણપણે શુદ્ધભાવ માની બેસે છે. અજાણપણું એ જ ભૂલ છે. ભૂલ એટલે અજ્ઞાન, અજ્ઞાન તે બચાવ નથી.
વીતરાગ ભગવંતોએ આત્મસ્વરૂપ પ્રગટ થવાની શુદ્ધ પારિણામિક સ્વાભાવિક દશાને અનારંભી દશા એટલે પુણ્ય-પાપ રહિત શુભાશુભ રાગ વિનાની શુદ્ધ પારિણામિકદશા કહી છે. આમ શાસ્ત્રોના અનેક ગૂઢ અર્થ ન્યાયસહિત સમજ્યા વિના સાચો ઉપકાર કેમ થાય ?
વીતરાગે “શુભ' ભાવને તે સ્થાને અનારંભી કહ્યો છે તે અધ્યાત્મષ્ટિથી કહ્યો છે. તેને બદલે લોકો વીતરાગના નામે મફતમાં સોંઘું લઈ બેઠા છે કે શુભજોગથી ચારિત્ર અને નિર્જરા થાય છે. આપણે ત્યાગી છીએ, ચારિત્રવાળા છીએ; પણ એ શુભરાગ ક્યાંથી ઉત્પન્ન થાય છે તેની ખબર નથી, શુભ પરિણામ તે મનના સંબંધનો રાગ છે, તે શુભરાગ-પુણ્યપરિણામ ઔદયિક ભાવ છે, મોહકર્મનું ફળ છે, વિકારી ભાવ છે, આત્માનો ભાવ નથી. તેને સમજ્યા વિના તે શુભ રાગને પુણ્ય પરિણામને ધર્મ માને, ચારિત્ર માને તે પ્રત્યક્ષ મિથ્યાભાવ છે.-આમ જ્ઞાનીગુરુના આશ્રયે વીતરાગનાં શાસ્ત્રો સમજ્યા વિના જીવને શો ઉપકાર થાય? એ માટે વારંવાર શ્રીમદે કહ્યું છે કે સ્વચ્છંદ, માન અને મતવાળાને આત્મસ્વરૂપમાં સ્થિર થવાનાં ટાણા (વખત) મળતાં નથી. માટે પ્રત્યક્ષ સદ્ગુરુનું માહાભ્ય કહ્યું છેઃ
સદગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ, તો તે પામે જિનદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય
સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગૂંજ્ય. માટે કહ્યું કે વીતરાગસ્વરૂપ શું છે અને તેમનાં વચનનો આશય શું છે તે ગુરુ સમીપે, ગુરુગમે સમજ્યા વિના શો ઉપકાર થાય? માટે સદગુરુના ઉપદેશથી જે સર્વજ્ઞ પૂર્ણ વીતરાગ થઈ ગયા તેમનું સ્વરૂપ સમજે તે પોતાના સ્વરૂપની દશાને પામે. કેમ કે શુદ્ધ આત્મપણું એ જ જિનનું સ્વરૂપ છે. શક્તિરૂપે તો સર્વ જીવ સિદ્ધ સમાન છે, પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com