________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨]
[૧૦૩ ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ,” તેમાં જેને પ્રત્યક્ષ સદ્ગુરુનું બહુમાન નથી, તેને લક્ષ અને પ્રતીત નથી. આત્માર્થની પ્રાતિથી શૂન્ય એવી સોબત તને મળી જશે, તો તને ગમતી વાત ત્યાંથી મળી રહેશે. જે પોતાથી અજાણ છે, અણસમજ્યો રખડ્યો અને એ જ ભાવે વીતરાગના ગુણ ગાય છે, પણ વીતરાગે પરમાર્થ શું કહ્યો છે તે સમજ્યા વિના તે ઉપકાર ગણાય નહિ. અણસમજણથી તું તારી ઊંધી દષ્ટિ વડે અનંત જ્ઞાની-સર્વજ્ઞનું એક અંશે પણ માપ કાઢી શકે નહિ. સ્વચ્છંદતાથી સમજવા માગે તો સમજી શકે નહિ. શુભક્રિયા, શુભભાવ તો મોહકર્મના ઉદયવાળો રાગ છે, તેનાથી અરાગી, નિર્મળ આત્મા કેમ પ્રગટે? ન જ પ્રગટે.
દેવ, ગુરુ, ઘર્મ પણ વીતરાગ છે. તે રાગ વડે તેમ જણાય? માટે કહે છે કે “સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” તું જો સમજે તો તારું વીતરાગસ્વરૂપ તારાથી પ્રગટે. અકષાયભાવની રુચિ થયે, સમજનારનો આત્મા પરિણામે જિનદશાને પામે. અંતરસ્વભાવે સ્વાધીન તત્ત્વ જેમ છે તેમ સમજ્ય ગુણ થાય.
પ્રથમ શબ્દો ધારી રાખ્યા હતા, તેને બદલે અભૂતપણે અંતરસ્વભાવ ભણી સાચી દૃષ્ટિ કરી જ્ઞાનની પ્રત્યક્ષ પ્રતીતિ વડે સ્વઆત્મા ભણી આદર થયો, તેથી પોતાના અતીન્દ્રિય પુરુષાર્થના પરિણામે પોતે જિન એટલે વીતરાગદશાને પામે છે. માટે ગુરુગમ અને પ્રત્યક્ષ જ્ઞાની વિના શાસ્ત્રોના ઊંડા ન્યાયની ગૂંચ સ્વચ્છેદે ન ઊકલે.
ભગવતી સૂત્રમાં ૧ આયારંભી, ર પરારંભી, ૩ તદુભયારંભી, ૪ અનારંભી- અમે ચાર બોલ વિષે પ્રથમ સંપ્રદાયમાં ચર્ચા થતી હતી. તેનો તે ઉપદેશકો ખોટો અર્થ કરતા હતા.
લોકોમાં (સંપ્રદાયમાં) ચાલતું કે અશુભ જોગ એટલે આયારંભી, પરારંભી અને તદુભયારંભી, તથા શુભજોગ એટલે અમારંભી, શ્રીમદ્ પાસે તે પ્રશ્ન થયો ત્યારે તેમણે જેમ છે તેમ ખરો ન્યાય કહી દીધો હતો, એટલે કે શુદ્ધભાવને અનારંભી કહ્યો હતો; પણ ખોટા આગ્રહી ન સમજી શકે.
ઘણા લોકો શુભજોગને સંવર-નિર્જરા માને અને કહે કે બસ, ભગવાને કહ્યું છે કે અનારંભી તે જ્ઞાની, અને આપણે પાપ નથી કરતા, માટે શુભજોગ તે અનારંભીપણું-ધર્મીપણું છે. આનો અર્થ શ્રીમદે વિચક્ષણતાથી કર્યો હતો કે આ સ્થાને શુભ એટલે આત્માનો સ્વાભાવિક સહજભાવ છે; તે પવિત્ર પારિણામિકભાવ છે; એમ કહીને શુભને અનારંભી એ અપેક્ષાએ કહ્યો હતો, કારણ કે આધ્યાત્મિક ભાષામાં શુદ્ધને પવિત્ર-શુભ કહ્યો છે અને પુણ્ય-પાપરહિત શુદ્ધ પારિણામિકભાવે આત્મા જ્ઞાતા, અક્રિય, સિદ્ધ ભગવાન જેવો છે, તે પારિણામિકભાવને અનારંભી સ્વભાવ માનવો-તેને અહીં શુભ કહ્યો છે. આ તત્ત્વની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com