________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨].
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અનંતકાળમાં જે માન્યું છે તે આત્મવિચાર ન કહેવાય, અપૂર્વતા ન કહેવાય. જ્ઞાતાનું રાગરહિત જે અરાગીપણું છે, એ સ્વાધીન તત્ત્વસ્વરૂપને રાગની રુચિ રહિત થઈને જે વિચાર્યું તે જ વાસ્તવિક આત્મવિચાર છે. વિચારવું તો મતિજ્ઞાનનો ભેદ છે. અવગ્રહ એટલે જ્ઞાનવડે પદાર્થનો બોધ થવો, પછી ઇહા–તેનો વિચાર, પછી અવાય-નિર્ણય અને ધારણા ચોક્કસ ધારી રાખવું.
| ગુજ્ઞાનપણે જ્ઞાનનો વ્યાપાર પ૨૫દાર્થ સંબંધી અનંતકાળથી કર્યો છે, પણ તે પરભાવમાં સ્થિતપણારૂપ ભૂલ ટાળીને, વિપરીત અભિપ્રાય છોડીને શુદ્ધ આત્મતત્ત્વનો વિચાર કરવો તે આત્મવિચાર છે; માટે પૂર્વે થઈ ગયેલા અનંત પુરુષાર્થવાળા શ્રીમદ્ ભગવંતો કોણ હતા, તેનું વાસ્તવિક શુદ્ધ આત્મસ્વરૂપ અને વીર્ય તે શું? એની ખબર વિના એનું લક્ષ કર્યા કરે; એના ગુણ સમજ્યા વિના, સત્સમાગમ વિના રાગ વડે વીતરાગનાં ગાણાં ગાયા કરે પણ પ્રત્યક્ષ સગુરુનું લક્ષ, પરિચય ન કરે તો તેને આત્મવિચાર ક્યાંથી ઊગશે? ૧૧.
વર્તમાન પુરુષાર્થનું અપૂર્વપણું, સ્વરૂપસ્થિતિ જેમને વર્તે છે એવા સદ્દગુરુના ઉપદેશ વિના જિનસ્વરૂપ સમજાય નહિ એમ હવે કહે છે:
સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યાવણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ. ૧૨ એ સિદ્ધાંત કહ્યો તેનો હેતુ એ છે કે ધર્માત્મા જ્ઞાનીના ઉપદેશ વિના પૂર્ણ વીતરાગ સ્વરૂપનું શુદ્ધ આત્મસ્વરૂપ જેમ છે તેમ સમજાય નહિ.
સગુરુના ઉપદેશ વિના પોતાના સ્વચ્છેદે પોતાની મતિકલ્પનાથી, શાસ્ત્રઆધારે અલૌકિક પરમ સ્વરૂપને જેમતેમ ધારી લેવું અને કહેવું કે તીર્થકર ભગવાને અનંત ઉપકાર કર્યો છે, અમે તે વીતરાગ પ્રભુની આજ્ઞા પાળીએ છીએ, એમ કલ્પનામાં રાગ વડે પરોક્ષનું લક્ષ કરે છે, પણ પ્રત્યક્ષ સગુરુનું લક્ષ નથી; તેથી જિનસ્વરૂપ સમજ્યા વિના તું માને કે અમે સમજ્યા છીએ, એ વચન દોષવાળું છે. સમજ્યા વિના ઉપકાર કોનો? જ્ઞાનીએ કહ્યું છે કાંઈ અને તું સમજે છે કાંઈ. અનંત કાળથી અણસમજણે તારો સ્વકાળ, પરભાવપણેઅજ્ઞાનપણે ચાલ્યો આવ્યો છે. રાગને પેદા કરે-રાખે તેને આત્મા કહ્યો નથી. આત્મા સુખસ્વરૂપ, આનંદમય, અકષાયભાવે છે. તેનું અનંત કાળમાં જાણપણું થયું નથી, એટલે અણસમજણભાવે તારો કાળ ગયો છે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુ વિના તારું આત્મસ્વરૂપ તારા સ્વચ્છેદે નહિ ટળે.
અનાદિથી પ૨પરિણતિનો અભ્યાસ અને દેહાધ્યાસ છે એટલે જેને જે ગોઠે છે (ગમે છે ) તે શાસ્ત્રને, ન્યાયને, શ્રવણને જેમ ફાવે તેમ ખતવી દેશે; માટે “સદ્ગુરુના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com