________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧]
[ ૧૦૧ પુરુષાર્થની અને પરોક્ષ જિન વીતરાગની ખબર કયાંથી પડે? સ્વચ્છંદી પુરુષને સાચા પુરુષાર્થની હાજરી નથી, સપુરુષ પ્રત્યે પ્રેમ નથી.
પ્રશ્ન :- સદ્ગુરુ તો પર છે, નિમિત્ત છે, તેના ઉપર આટલો બધો આધાર શો અને તેમનો ઉપકાર માનવાનું કારણ શું?
ઉત્તર :- ભાઈ રે ! આત્માને સમજનાર મુમુક્ષુ જેના નિમિત્તથી સમજ્યો તેના પ્રત્યે વિનય હોય છે. નિમિત્ત જેમ છે તેમ સમજીને, સ્વચ્છેદ ટાળીને, જે નિમિત્તના ઉપકારનો સ્વીકાર કરે છે, તે ખરી રીતે પોતાના ઉપકારનો સ્વીકાર કરે છે. એવો સજ્જન પુરુષોનો વ્યવહાર છે. પોતાનો ગુણ ઊઘડે તેને સમજાવનાર પ્રત્યે ઉપકારીપણાની બહુમાનદૃષ્ટિ ન આવે તો તે સમજ્યો જ નથી.
જ્યાં સભ્ય વિનય ઊઘડયો-જ્યાં અકષાયભાવ ઊગ્યો, ત્યાં અહંપણું કેમ રહે? વિનયવંત ઉપકારીનો ઉપકાર ગાયા વિના ન રહે. પોતે જાણે છે કે મારી પાત્રતાથી સમજ્યો છું, પણ તેમાં જે ઇષ્ટ નિમિત્ત છે તેમના ગુણનું બહુમાન આવ્યા વગર રહેતું નથી.
આંબો ફળે નમતો જાય, તેમ આત્માનો ગુણ ઊઘડ્યો તે સ્વચ્છેદના અભાવરૂપ ઉપકારીનો વિનય કરે જ કરે.
ચાર જ્ઞાનના ધણી ગણધર મુનિ તે જ ભવે મોક્ષ જવાના છે, છતાં અહો! પ્રભુ! ધન્ય ધન્ય! આપનો અનંત ઉપકાર છે, અપૂર્વ વચન, ધન્ય વચન ! પોતે પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી જે પોતાથી અધિક ગુણવંત સદ્ગુરુ છે, તેમનો વિનય શિષ્યને થયા વિના રહે નહિ. તે વિનય-ભક્તિ પોતાના હિત માટે છે. સાધક દશામાં શુભ વિકલ્પ આવ્યા વિના રહે નહિ. પૂર્ણ સ્થિરતા થાય ત્યાં તથા નિર્વિકલ્પ દશામાં સ્થિત થાય છે, ત્યાં તો વંદ્યવંદકભાવ પણ નથી, પણ સાધક દશા છે ત્યાં સુધી સદ્ગનો વિનય, આદર બીજા જ્ઞાની સાધક પણ કરે છે, “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.” એકાન્ત પકડવાનું નથી, પણ જેમ છે તેમ જાણવાનું છે. ખાનદાન પુત્ર તેના બાપને એમ ન કહે કે તમને અમારા ઉપર રાગ હતો એટલે પાળી-પોષીને મોટા કર્યા છે, માટે અમારે તમારો વિનય કરવો નથી.
સપુરુષનો વિનય તે પરમાર્થે નિજગુણનો વિનય છે. પ્રત્યક્ષ સદ્ગના ઉપકારમાં પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીનો, ત્રણે કાળના જ્ઞાનનો ઉપકાર સમાઈ જાય છે.
[ તા.૪-૧૦-૩૯] આત્માનો અણઅભ્યાસેલો લોકોત્તર શુદ્ધાત્મપરિણતિનો માર્ગ પોતાને પ્રાપ્ત નથી અને પરોક્ષ જિનનો માત્ર કથનમાં ઉપકાર ગાયા કરે અથવા શુભ મનજોગથી વિચાર કર્યા કરે તેનાથી કંઈ સમ્યક્ આત્મવિચાર ન ઊગે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com