________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧00]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મહિમા આણી જે બોધબીજ વાવ્યું છે તેનો પૂર્ણ વિશ્વાસ છે કે આ ઊગેલા અંકુરો ફાલશે જ.
અગિયારમી ગાથાનો ગુલાંટથી અર્થ કરીએ તો એ છે કે જેણે પ્રત્યક્ષ સદ્ગનો આશ્રય કર્યો છે, વળી માને છે કે આ જ ભ્રાંતિના છેદનાર છે, એમ જાણીને વીતરાગનું લક્ષ સદ્ગુરુ સમાગમ કર્યું છે, તેનો આત્મવિચાર પ્રગટ ઉદયને પામ્યો છે, પામે છે અને પામશે. પરોક્ષ જિનેશ્વર અનંત પુરુષાર્થ યુક્ત હતા, એટલે તેમને પુરુષાર્થ કરવાનો બાકી નથી, પણ પુરુષાર્થ કરનાર વર્તમાનકાળનો પુરુષાર્થ કરે છે, તે સર્વજ્ઞને ઓળખીને જે જ્ઞાની પોતાને સમ્યક્ પુરુષાર્થ કરે છે, તે જ્ઞાની આપણી ભૂલ બતાવે છે, કારણ કે પોતાની ભૂલ સદ્ગના સમાગમ વિના બીજા બતાવી ન શકે. જેને વર્તમાન પ્રત્યક્ષ સદ્ગુરુ ઉપર વિશ્વાસ આવ્યો છે તે, “પુરુષપ્રમાણે વચન પ્રમાણ” એ સિદ્ધાંતને સ્વીકારે છે અને તેથી તેને નિઃશંક શ્રદ્ધા છે કે અમારું કાર્ય પુરુષાર્થ વડે નિઃશંકપણે ફળવાનું છે, પણ જેને પ્રત્યક્ષ ધર્માત્મા ઉપર વિશ્વાસ આવ્યો નહિ, પણ પરોક્ષ જિનવચનો ઉપર આધાર રાખ્યો તેને પરાધીનપણું અને શંકાપણું મૂળમાં જ આવ્યું, કારણ કે પોતાનો પુરુષાર્થ ફળવાન છે કે નહિ તેની ખાતરી પોતાને નથી. પ્રત્યક્ષ સદ્ગુરુ પોતાના નિમિત્તે કોઈને પરાવલંબી થવા દેતા નથી. સત્સમાગમનું પ્રત્યક્ષ ફળ સાધકને (મુમુક્ષુને) પોતા વડ દેખાય છે તેથી શંકા પડતી નથી.
નિત્યનું ઊગવું નિત્યપણે ટકી રહે છે. શુભભાવ-વિભાવભાવ જે અનિત્ય છે તેનું ટકવું પરને કારણે છે. આત્મજ્ઞાન વિના અયથાર્થ વિચારનું ઊગવું થાય છે, કારણ કે તે પરથી ઊગ્યો છે; તે સદ્ગુરુના લશે અને સ્વાશ્રયના ભાનથી જાગ્યો નથી. હું મારાથી જ છું, મારું પૂર્ણ પદ ઊઘડે તે મારાથી જ છે, એમ પડકાર કોણ આપશે ?
- જેને અંતરમાં સમ્યક્ ફુરણા ઊગે તેને બીજે પૂછવા જવું નહિ પડે. પાત્રતા, સમજણ, ગુરુગમ અને સત્સમાગમ વિના શાસ્ત્રો વાંચે, વિચારે તે વૃથા છે. સ્વચ્છંદમાં રહીને સાધકપણું માને, પછી ધ્યાન કરે, આંખ બંધ કરે તો ઝોલાં આવે, આત્માના વિકલ્પ કરે તો રાગનો કર્તા થઈ રાગમાં ટકે અને રાગમાં પરિણમે. ધ્યાન કરે તો તરંગ થઈ આવે, મનને સ્થિર કરે તો જડ જેવો થઈ જાય, એમ બધુંએ ઊંધું થાય. આ સ્વછંદ ટાળવા માટે વર્તમાન પુરુષાર્થમાં સ્થિતિ જેને છે એવા સપુરુષ એ જ બળવાન ઉપકારી નિમિત્ત છે. તેનું લક્ષ નહિ કરતાં પરોક્ષ જિનેશ્વરનો ઉપકાર મેં જાણ્યો છે એવું માનવું તે સમજણની ભૂલ છે.
પ્રત્યક્ષ સદ્ગુરુ જ આત્મભ્રાંતિના છેદક છે. તેમને જાણી, તેમની પ્રતીતિથી તથા પોતાની પાત્રતાથી બોધબીજ ઊગે છે. સાધકનો પુરુષાર્થ શું? સાધકનો વ્યવહાર શું? તે ભૂમિકાના અંતરંગ પરિણામ શું? તેના પુરુષાર્થનો અંશ પણ જાણ્યા વિના અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com