________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
શરીરના ફેરફારથી દુઃખ નથી, પણ માન્યતા વડે સુખ-દુઃખની કલ્પના કરે છે. જેણે દેહની પ્રતિકૂળતાએ આત્માનું દુઃખ માન્યું તેણે દેહ અને આત્મા એક જ માન્યો અને તે દુઃખની બીજો દયા ખાય છે તેણે પણ દેહ અને આત્મા એક જ માન્યા છે; કારણ સામાના શરીરમાં ફેરફાર થાય છે તે આત્મામાં થાય છે તેમ માન્યુ; તેથી તેની દયા ખાનારે ઊંધી ખતવણી કરી, જડની ક્રિયા આત્માની માની, તેને ભલે પોતાને ખબર નથી તો પણ પોતે અનંતા અજ્ઞાનમાં ટક્યો છે, તેથી રાગ-દ્વેષ અને મોહભાવ પોતામાં (જ્ઞાનમાં) કરે છે.
વર્તમાનમાં સાચા તત્ત્વની વાત ચાલતી નથી, સાચી વાત તો આકરી લાગે છે, પણ સમજવું પડશે; આજ નહિ તો હજાર વર્ષ પછી, લાખ વર્ષ પછી, અનંત વર્ષ પછી કે ગમે ત્યારે પોતાનું હિત કરવું હોય, સાચું સુખ જોઈતું હોય, તેણે અહીં જે કહીએ છીએ તેમ જ યથાર્થ તત્ત્વ સમજવું પડશે. તે વિના ભવ નહિ ટળે. અહીં ભવના અભાવની વાત છે.
સોભાગ્ય (ચંદ) ભાઈને શ્રીમદે કહ્યું હતું કે જો તમોને સુખ જોઈતું હોય તો અમે કહીએ તેમ કરો, સમજો, અન્યથા સુખની ઇચ્છા જ છોડી દો. લોકોને સાચું સમજવું નથી અને ખોટાને છોડવું નથી; પોતાનું ડહાપણ-સ્વછંદ છોડવા નથી. તેમને સુખ નથી જોઈતું એમ નથી, છતાં પોતાના સ્વચ્છેદે અસત્ય માન્યતા નભાવી રાખવી છે એટલે કે અવિકારી આત્મા નથી જોઈતો,
સ્વાધિનતાની રુચિ નથી. શરીરને સુખદુઃખ નથી, સંયોગથી દુઃખ નથી, સુખગુણની ઊંધી દશા તે દુઃખ છે. અજ્ઞાનીને દેહમાં એકતાબુદ્ધિ છે તેથી તે દુઃખી છે. શરીરને કારણે દુઃખ વા સુખ જરાય નથી. શરીર તથા સંયોગના કારણે આત્માને દુઃખ થાય છે એમ માનવું તે અનંતો મિથ્યાત્વમય અજ્ઞાનભાવે છે. જે ભાવ રાખે અનંતકાળથી રખડવું થયું તે ભાવે સંસારનો-ભવભ્રમણનો અભાવ કેમ થાય તે વિચારવું. આ ગાથામાં કહ્યું કે પ્રત્યક્ષ સદ્ગુરુ જ પરમ ઉપકારી છે. પ્રમાણિકપણે ઉપકાર જાણ્યા વિના “ઊગે ન આત્મવિચાર” એમ આવ્યું. અત્રે “ઊગે” શબ્દમાં ત્રણ ન્યાય છે.
(૧) પોતાની પાત્રતાથી, ગુરુવિનયથી તે તત્ત્વની પ્રતીતિ થઈ, આદર થયો, અને સાથે ગુરુનું પણ બહુમાન આવ્યું અને સાધકભાવ એટલે સ્વઆત્મબોધબીજ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. જે ભાવે પૂર્ણતામાંથી શુદ્ધ ગુણ ઊઘડયો તે અપ્રતિહત ભાવે કેવળજ્ઞાન લેવાનો છે એમ વર્તમાનમાં નિઃસંદેહ જાતમાંથી સાચો નિર્ણય આવે છે.
(૨) આ જ સત્પરુષ જ્ઞાની છે. આત્મા આવો જ છે. એમ સહજ ભાવે આત્મબોધની વાત સાંભળી, તે પણ કારણસભ્યત્વરૂપ બોધબીજ છે. (૩) જેને આત્માર્થ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, તેણે પ્રત્યક્ષ સત્પરુષનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com