________________
૯૮ ]
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
એમ શ્રીમદે કહ્યું છે કે આત્માનું નિધાન કેમ ઊઘડે તે શાસ્ત્રમાં લખ્યું છે, પણ જડભાવમાંથી આત્માને ગોતવા જાય તો નહિ મળે. શાસ્ત્રમાં જે નિમિત્તનાં વાક્યો છે તેની પાછળ (આશય ) જે ૫૨માર્થ છે તે જ સાચો છે, માટે વ્યવહા૨વચન પાછળ જે ૫રમાર્થ હોય તે સમજી લેવો. શાસ્ત્રમાં નિશ્ચય અને વ્યવહારનાં બન્ને કથન હોય પણ કયા વચનો, કઈ અપેક્ષાએ, કેમ છે તે સમજણની કળા વિના ગમે તેટલા શાસ્ત્રો ભણ્યો હોય, છતાં તે મિથ્યા છે. જીવ અનંતવા૨ નવ પૂર્વ ભણ્યો અને જિનેશ્વરના વચન મુજબ દેહનું ચારિત્ર પાળ્યું, છતાં આત્મગુણનો એક અંશ પણ ન ઊઘડયો.
૫૨ોક્ષ જિનેશ્વર સર્વજ્ઞ પિતા વર્તમાનમાં નથી, માટે તેમનો વારસો મેળવવાની રીત પ્રાસ ક૨વા માટે તેમની ઓળખાણવાળા પ્રત્યક્ષ સદ્ગુરુનો આશ્રય ક૨વો પડશે. પેલો પોતાના મિત્રનો ઉ૫કા૨ માને કે તમે જ મારા પિતાની મૂડી (નિધાન) મને આપી, મને લક્ષ્મીવાળો કર્યો. ( જોકે તે તો પુણ્યને લઈને મળ્યું છે, પરંતુ ખાનદાન હોય તે વિવેક કેમ ભૂલે ? )
આગળ આવશે કે હે સદ્ગુરુ! આપે જ મને આત્મા આપ્યો. સાધકને-આત્માર્થીને અનાદિ મિથ્યાત્વ ભ્રાંતિનું શલ્ય જેના નિમિત્તથી ટળ્યું તે જોકે પોતાના પ્રયત્નથી, સમજણથી ટળ્યું છે, છતાં નિર્માનપણે સદ્ગુરુનું બહુમાન કરે છે. અહીં આ ગાથામાં એ જ કહેવું છે કે આત્મભ્રાંતિના છેદક પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ છે અને તેમાં પરોક્ષ જિનેશ્વર કરતાં મોટો ઉ૫કા૨ સમાય છે. એમ જે ન જાણે એટલે પ્રત્યક્ષ ૫૨મ ઉપકારીને ન જાણે અને બહુમાન-આદર ન કરે તેને સમ્યક્ આત્માનું જ્ઞાન ક્યાંથી ઉપજે ? અહીં “ ઊગે ” શબ્દ વાપર્યો છે. તેમાં એમ કહે છે કે જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુને ઓળખીને તેમનું બહુમાન આવ્યું ત્યાં સમ્યગ્દર્શનનું બીજ આત્મગુણ ઊઘડે છે, પણ તે બોધિબીજના દાતાનો અપૂર્વપણે સંગ ન કરે તો પરોક્ષ જિનેશ્વર કાંઈ તેને ઉપકારી કહેવાતા નથી. પ્રત્યક્ષ સદ્ગુરુ પણ ઉપકારી ત્યારે કહેવાય કે જ્યારે પોતે પુરુષાર્થ વડે પાત્રતાથી સદ્ગુરુને ઓળખે. રાગભાવને મારો માનવો તે જ મહા અજ્ઞાન છે. દેહને પ્રતિકૂળતા થઈને તેના દુઃખે હું દુઃખી, એમ ભાસ હોવાથી બીજાના દેહને પ્રતિકૂળતા થતાં તેની દયા ખાના૨ને પોતાને કંપારી થઈ; એ અરેરાટી કરનારે બીજાના દેહના યોગને દેહાત્મભાવે દેખીને, પોતાને દેહાત્મબુદ્ધિ હોવાથી દુઃખપણું પોતામાં ખતવી લીધું છે. આત્મજ્ઞાન વિના ક્ષણે ક્ષણે જ્ઞાનમાં ઊંધી ખતવણી થાય છે.
દુઃખની વ્યાખ્યામોહ એ જ દુ:ખ છે. જેટલું સ્વરૂપનું અસાવધાનપણું તે જ દુઃખ છે અને સભ્યશ્રદ્ધા તથા સ્વરૂપનું સાવધાનપણું એ જ સુખ છે, માટે જે જીવ બીજાના દુ:ખે પોતે દયાવાળો થઈ ગયો છે તે પોતે જ્ઞાતા-દ્રષ્ટાપણું ભૂલીને દેહાત્મબુદ્ધિવાળો થઈ ગયો છે, તે જ મહા અજ્ઞાન છે; તે પોતાના ભાવની, આત્માની હિંસા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com