________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯]
[૯૭ કોઈએ દયા માટે, બચાવવા માટે ઈશારો કર્યો, ત્યારે પેલા મૃગલાને શંકા ગઈ કે આ માણસ અમને મારવા માગે છે, કારણ કે અનાદિથી તે ભયને દેખી રહ્યા છે; તેમ સાચા માર્ગની, હિતઅહિતની પરીક્ષા કરવાની પાત્રતા જેમાં નથી એવા ધર્માધ જીવો અનાદિકાળથી આત્માના નામે અમે ઘર્મ કરીએ છીએ, વીતરાગની આજ્ઞા આમ છે માટે બીજા ગમે તેમ કહે પણ અમે નિમિત્તને છોડવાના નથી. એમ પરથી અતીન્દ્રિય નિજગુણ પ્રગટ કરવા માગે છે. લોકો જોગની ક્રિયાને સાધન માને છે, પણ નિયમ તો એવો છે કે કારણ-કાર્ય સજાતીય હોવાં જોઈએ. જેમ સોનું કારણ તેમાંથી સોનાનું કાર્ય નીપજે પણ પિત્તળ કારણ ને સોનાનાં ઘરેણાં કાર્ય, તેમ બને નહીં. પ્રથમ ભૂમિકાની શરૂઆતનો એકડો પણ તેની સજાતિનો જોઈએ. લોકોને ન્યાયની ખબર પડે નહિ તેથી અમે જ વીતરાગની આજ્ઞા જાણી છે, એમ નિઃશંકપણે સ્વચ્છેદે વીતરાગના નામે ઊંધે રસ્તે દોડયે જાય છે. તેને સત્પરુષ જ્ઞાની જે વીતરાગનું વાસ્તવિક તત્ત્વ જાણે છે તે કહે છે કે ભાઈ રે! તમે જેને વીતરાગની આજ્ઞા અને સ્વરૂપ માનો છો તેમાં ઘણો ફેર છે. એ સાંભળતાં જ ભય પામીને ભડકે છે. આંધળી શ્રદ્ધાવાળા પોતાનો સ્વછંદ હાંકયે રાખે છે અને અજ્ઞાનભાવને પોષે છે. તે સ્વયં મોહમાં આસક્ત થઈને નિઃશંકપણે ઉન્માર્ગે પ્રવર્તે છે અને સાચામાં શંકા કરે છે.
વીતરાગના એકેક વચનમાં અનંતા આગમ છે. એ વાત કેમ હશે તે તેઓ જાણતા નથી. લોકોને પોતાના સ્વરૂપમાં અનાદિથી ભ્રાંતિ છે; એ સ્વચ્છંદ ત્યાગે તો યથાર્થ પાત્રતાથી સત્સમાગમ અને સદ્ગુરુ વડે તત્ત્વનો વાસ્તવિક નિર્ણય થઈ શકે છે, એ દૃષ્ટાંત છે કે- એક ગૃહસ્થનો પુત્ર છે. તેનો પિતા મરી ગયો છે. હાલ તે ગરીબ અવસ્થામાં છે. તેને કોઈએ વાત કરી કે તારા પિતા બહુ લક્ષ્મીવાળા હતા માટે તારા ચોપડા જો, અંદરથી કંઈક નીકળશે. ચોપડા વાંચતાં આવ્યું કે શંકરના દેહરાના ઇંડામાં ચૈત્ર સુદ ૮ ને દિવસે સવારના ૮ વાગે પચાસ લાખ સોનામહોર દાટી છે. હવે પોતે પોતાના જેવા અકલમંદોને આ વાત કરી. હાજી હા કરનારાઓએ કહ્યું કે ભલે, ચાલો, દહેરાના શિખરને તોડી નાખીએ. શિખરને તોડયું પણ તેમાંથી કાંઈ મળ્યું નહિ. અત્યાર સુધી તો તે બહુ જ આનંદમાં હતો કે મારા પિતાની મૂકેલ પચાસ લાખ સોનામહોર (નિધાન) મળશે, પણ હવે તો તેને મૂંઝવણ થઈ.
પછી પોતાના પિતાનો એક મિત્ર હયાત હતો તેની પાસે ગયો અને ચોપડા બતાવ્યા. તેણે બધી સમજણ પાડી કે જો ભાઈ ! આમાં લખ્યું છે તેનો આશય એ છે કે ચૈત્ર સુદ ૮ના આઠ વાગ્યે સૂર્યની છાયામાં દેવળના ઇંડાનો પડછાયો તારા ઘરની આથમણી દિશામાં જે સ્થળે પડે છે, તે સ્થળે આઠ હાથ ખોદી લો. હવે એ જ પ્રમાણે ખોદી જોયું તો તેને નિધાનની પ્રાપ્તિ થઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com