________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આ ૧૧ મી ગાથાનો ઊંધો અર્થ કરે છે તે બરાબર નથી. તે તો તેમના અજ્ઞાનની-ઊંધા અભિપ્રાયની પુષ્ટિ છે. વર્તમાન સન્દુરુષની ઓળખાણ અને તે પ્રત્યક્ષ સત્પરુષનો ઉપકાર માન્યા વિના તમો વીતરાગનો ઉપકાર સાચી રીતે ગાઈ શકો નહિ. કોઈ કહે કે સર્વજ્ઞ તો અનંતજ્ઞાનવંત વીતરાગ હતા; તેમનાથી પણ અધિક ઉપકાર છદ્મસ્થ જ્ઞાનીનો શા માટે માનવો?
તેનો જવાબ એમ છે કે આપણને અરિહંતદેવની-સર્વશની ખબર (ઓળખ) નથી, શ્રીગુરુ તેમને યથાર્થ જાણે છે અને ઓળખાવે છે, તેથી તેમનો અધિક ઉપકાર છે.
સમયસારમાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે અનંતકાળના સર્વજ્ઞોએ જે ન્યાયથી કહ્યું છે તેમના વચનઆશયને અમે અવિરોધપણે સ્વાનુભવ પ્રમાણથી કહીશું, અનંતકાળમાં સર્વજ્ઞો, અરિહંત ભગવંતો જે માર્ગ કહી ગયા છે અને ત્રણે કાળના જ્ઞાની ભગવંતોએ જે ન્યાયમાર્ગ પ્રરૂપ્યો છે તે જ માર્ગ અમે કહીશું.
જીવ સદા જ્ઞાનરૂપે છે, પરમાર્થ વિકારરૂપે કે દેહરૂપે નથી. હિંસા અથવા અહિંસાનો ભાવ કરી શકે છે પણ પરદ્રવ્યની અવસ્થા પલટી શકે નહિ, પરનું કાંઈ કરી શકે નહિ. પોતાના જ્ઞાતા સ્વરૂપને ભૂલી જવું તે હિંસા છે. સ્વસમ્મુખ જ્ઞાતાપણારૂપે સ્થિતિ તે અહિંસા છે. ભાવહિંસા ન કરવી. રાગ, દ્વેષ અને પ્રમાદ વડે હિંસા થાય છે તે જ સ્વહિંસા છે. બીજા જીવનાં જીવન-મરણ તેના કર્માધીન છે. આટલી સરળ વાત પણ ઘણા જીવો સમજતા નથી, અને કહે છે કે બીજા જીવોને ન મારવાના શુભ પરિણામ-શુભરાગ તે જ ધર્મ છે, પણ જીવોની દયા પાળવી તે જ સર્વ ધર્મોનો સાર છે, પણ તેમાં ખાસ વાત એટલે સ્વદયા તો ન આવી. કુતર્કવાળા એમ કહે છે કે પરની દયામાં સ્વદયા આવી જાય છે, તે વાત તદ્ન જૂઠી છે. પોતાને ભૂલીને પરમાં અટકે તે પોતાના સ્વરૂપની સાવધાની કેમ કરશે? કોઈ કહે કે મને વિશ્વપ્રેમ છે એટલે સર્વને માટે અગર હરકોઈના માટે રાગ છે. એનો સાચો અર્થ એ છે કે પોતાને રાગરહિતપણું ગોઠતું નથી, રાગની સળંગતામાં બીજા માટે અટકવું તે પ્રત્યક્ષ અજ્ઞાન છે. હું દયા કર્યા જ કરું એટલે કે હું રાગ કર્યા જ કરું-એ માન્યતા રાખી જે પરભાવનો ધણી અને રાગનો કર્તા થઈને વીતરાગનાં ગાણાં ગાય છે, ભક્તિ કરે છે, તે કષાયની ભક્તિ કરે છે, રાગનું બહુમાન કરે છે, તેથી ભાવહિંસા થાય છે. મારો આત્મા જ નિત્ય અકષાયી, એક સિદ્ધ ભગવાન જેવો છે, મારો એકલો આત્મા જ અરાગપણે આદરવા જેવો છેએમ તેમાં ન આવ્યું.
લોકો અનાદિકાળથી નગ્નસત્યથી ભડકે છે. જે પોતાના હિત માટે છે, જેમાં ખરેખર જ્ઞાનસ્વરૂપ આત્મધર્મની જાળવણી છે, તેનાથી લોકો ડરે છે, શંકા કરે છે તે અજ્ઞાન છે.
વેગે ચડેલા મૃગલા સ્વયં શિકારીની જાળ તરફ શંકા વિના દોડયે જાય છે. તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com