________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
| [ ૯૫ જાળવણીમાં સાવધાન રહેવું તે જ વાસ્તવિક અહિંસા છે. પર તે પર જ છે, સ્વ નથી.
ઘણા સમજે છે કે કોઈ પ્રાણીને ન મારવો તેમાં ધર્મ આવી ગયો; પણ અર્થ કરનાર પોતાને ભૂલીને અર્થ કરે છે. પરને ન મારવાના શુભભાવ કર્યા તેમાં ધર્મ આવી ગયો? તે માને છે કે બસ આપણે અભયદાન દીધું છે, હવે કોઈ જીવને મારવા નહિ. આપણે વ્રત, તપ કરીએ છીએ, જોઈને ચાલીએ છીએ એટલે ધર્મી છીએ. પણ પોતાની તેને ખબર નથી, અકષાય લાયકભાવની રક્ષા કેમ કરવી તેનું તેને ભાન નથી અને માને છે કે પરની ક્રિયા હું કરું, પરને જીવતા રાખું, બચાવું પણ તેની આ બધી માન્યતા ભાવહિંસા છે.
પોતે પરભાવમાં, રાગ-દ્વેષ-મોહભાવનો કર્તા થવામાં ધર્મ માનતો હોય ત્યાં આત્માની પ્રત્યક્ષ હિંસા થઈ રહી છે. જ્ઞાની ધર્માત્માને પણ શુભ દયાભાવનો વિકલ્પ આવી જાય, પણ તેની ભેદજ્ઞાનવડે જુદાઈ જાણે છે, તેથી નિર્જરા થાય છે.
રાગ-દ્વેષ મારા નથી, તે જ્ઞાનભાવે સમજીને ઘટાડી શકાય છે. હું અકષાય છું, એ લક્ષ તત્ત્વની અપૂર્વ રુચિ વડે તીવ્ર કષાય ટાળીને મંદ કષાય કરી શકાય, પણ અલ્પ કષાય, શુભરાગ, દયાના ભાવ કરવા જેવા છે, રાખવા જેવા છે, એમ જે માને છે તેણે શુભરાગને પોતાનો માન્યો. તે માન્યતા મહા અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, કારણ કે પરભાવને પોતાનો માન્યો છે; એ દૃષ્ટિથી જીવ પોતે દયાનો કર્તા થાય છે; તે પોતે જ પોતાની હિંસાનો કરનાર મહા અપરાધી છે. | સર્વજ્ઞ વિતરાગનો આશય સમજ્યા વિના સર્વશનાં શાસ્ત્રોને પોતે જ અન્યાય કરી રહ્યો છે, માટે પ્રત્યક્ષ ગુગમ, સત્સમાગમની જરૂર જણાવી છે. સર્વજ્ઞ વીતરાગી કેવળજ્ઞાની ભગવંતોએ એ જ કહ્યું છે કે તારો ભાવ નથી તે પરભાવ, રાગભાવ, શુભભાવ, દયાના પરિણામ (એટલે પરને ન મારવાનો ભાવ) તેને તે સર્વે ધર્મનો સાર માન્યો છે; જ્ઞાનનું કાર્ય ભૂલીને રાગને કરવા જેવો માને છે તે જ તારા અજ્ઞાનથી સ્વહિંસા છે. વીતરાગના નામે ઊંધું વેતરે છે અને કહે છે કે અમે ધર્મી છીએ, અમને વીતરાગનો ઉપકાર છે. એમ એ અબુદ્ધ જનો માને છે, પણ તેને સર્વશનાં શાસ્ત્રોની અને વીતરાગ ભગવંતોની ઓળખ નથી, માત્ર રાગનો રાગ છે. વીતરાગનો ખરેખરો ઉપકાર ત્યારે કહેવાય કે જ્યારે પોતે વીતરાગનો આશય યથાર્થ ગુરૂગમે જાણીને પુરુષાર્થથી કહે કે હું પણ વીતરાગી છું. પરોક્ષ જિનેશ્વર કરતાં અધિક ઉપકારી વર્તમાન પ્રત્યક્ષ સદ્ગુરુને ઓળખીને ઉપકારી માનવા જોઈએ. એના વિનયમાં બધા જ્ઞાનનો વિનય આવી જાય છે. માટે પોતાના મતાગ્રહને છોડીને સદ્ગુરુના ચરણનો આશ્રય કરવો જોઈએ. ઘણા સ્વચ્છંદી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com