________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વ્યવહારવચનને સાચાં માની તેના આગ્રહમાં રોકાય અને વીતરાગને ઓળખે નહિ તેની ભ્રાંતિ કેમ ટળે?
અનેક ન્યાય-અપેક્ષાનો સમ્યવિચાર જેમ છે તેમ પ્રત્યક્ષ ગુરૂગમ વિના સમજાય નહિ સર્વજ્ઞ વીતરાગ ભગવાનને જેઓ ઓળખતા નથી, શાસ્ત્રનાં પ્રમાણ, ન્યાય, આશયની સમજણ નથી, વીતરાગના નામે સ્વચ્છેદ પોષે છે, એવા ઘણા જીવો આ ગાથાનો ઊંધો અર્થ કરે છે અને કહે છે કે સર્વજ્ઞ ભગવાનનો ઉપકાર ઓળવીને (ભૂલીને) શ્રીમન્ને સદ્ગુરુ થયું છે, તેથી પૂજાવા માટે લખ્યું છે. એમ કહેનારા વીતરાગને અને તેમના શાસ્ત્રવચનને ઓળખ્યા વિના, સમ્ય આશય સમજ્યા વિના માત્ર બોલબોલ કરે છે.
શાસ્ત્રમાં તો ભગવાને કહ્યું છે કે- “જોઈને ચાલવું,” પણ ત્યાં કઈ જાતનો રાગ અને નિમિત્ત છે તથા કથનનો વાસ્તવિક અર્થ શું છે તે સમજ્યા વિના ખરી વાતનો નકાર કરે છે; એ નકારરૂપ અનાદર હોવાનું કારણ એ છે કે તે સ્વરૂપને અન્યથા માને છે. દેહાદિકની ક્રિયા, ચાલવાની ક્રિયા, જીવને આધીન નથી; સર્વ પરમાણુ તથા દેહની ક્રિયા સ્વતંત્ર છે. શું સર્વજ્ઞ ભગવાન નથી જાણતા કે તેઓ “જોઈને ચાલવું” એવો ઉપદેશ કરે?-એમ કેટલાક પ્રશ્ન કરે છે. તેઓ વ્યવહાર ભાષાનો આશય સમજતા નથી અને તે કારણે બે દ્રવ્યમાં એકતાબુદ્ધિ કરે છે. પરનું કાંઈ કરી શકાય છે એમ માનનારા જીવો વીતરાગનો ઉપકાર જાણતા જ નથી–તેમણે પરમાર્થ જાણ્યો નથી. જોઈને ચાલવું એનો ભાવ (આશય) એમ છે કે ચાલતી વખતે અંતરંગમાં પ્રમાદ ન કરવો. દેહની ક્રિયા તે જીવથી થઈ શકતી નથી. વીતરાગનાં વચનોનો આશય પોતે જાણતો નથી અને તેના ગુણ ગાયા કરે તે સાચા સ્વરૂપને જાણી શકે નહિ. પ્રત્યક્ષ સદ્ગુરુની ઉપેક્ષા કરનાર, પરોક્ષ જિનનો માત્ર કથનમાં ઉપકાર ગાયા કરે છે તેને સાચી વસ્તુ (તત્ત્વ) ની કાંઈ ખબર જ નથી.
મોહી જીવ કહેશે કે અહો, વીતરાગે મહા ઉપકાર કર્યો છે, ભગવાને બહુ સારી વાતો કરી છે, આત્માની વાતો કરી છે. પણ વીતરાગ કોણ હતા? તેમની જાત શું? કેમ થયા છે? તેનો આશય પોતે સમજી શકે નહિ. વળી જે સર્વજ્ઞને જાણે છે, આત્મસ્વરૂપમાં સ્થિત છે, એવા પ્રત્યક્ષ સદ્ગુરુ આત્મભ્રાંતિના છેદક છે; તેનો ઉપકાર જે ન સમજે, સમાગમ ન કરે, તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય. શાસ્ત્રમાં નિમિત્તથી વાક્યો આવે કે ભાઈ ! સમિતિથી ચાલવું, બધા જીવોની દયા પાળવી, બ્રહ્મચર્ય પાળવું, હિંસા ન કરવી. એમ ઉપદેશમાં આવે. કોઈ પણ જીવને ન હણવો, પૂર્ણ
અહિંસાનું પાલન કરવું તે સર્વ શાસ્ત્રોનો સાર છે. તેનો સાચી દૃષ્ટિથી એમ અર્થ છે કે મિથ્યાત્વથી-પુણ્ય પાપરૂપ આગ્નવથી અકષાય સ્વરૂપની હિંસા ન કરવી. એટલે અકષાય લક્ષ મિથ્યાત્વ-રાગાદિકનો ત્યાગ કરવો, પરભાવનું ધણીપણું ન કરવું. હું દયાવાળો તથા શુભરાગવાળો પણ નથી, દેહાદિની ક્રિયા રહિત કેવળ જ્ઞાતા જ છું એમ સ્વાધીનપણે ત્રિકાળી સ્વભાવની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com