________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] માનવું, કહેવું, ઉપદેશવું તેમાં દોષ નથી. અવિરોધપણે જેમ છે તેમ સાચું સમજવું, તે સમદર્શિતાપણું છે. ૧૦.
એવા પ્રત્યક્ષ સદ્ગુરુને પોતાની પાત્રતાથી, ન્યાયષ્ટિથી ઓળખીને તે સદ્ગુરુના ઉપદેશથી જે શ્રીજિન પરમાત્માનું સ્વરૂપ સમજે તે નિશ્ચયથી પોતાનું પરમાર્થ સ્વરૂપ સમજે, તેથી એવા પ્રત્યક્ષ ઉપકારી સદ્ગુરુ જ્ઞાની ધર્માત્માના ચરણ -આશ્રયથી પરોક્ષ જિનેશ્વર કરતાં પણ અધિક ઉપકાર પોતાને થાય. માટે આગળ કહે છે કે –
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧. પ્રત્યક્ષ સત્પરુષની વર્તમાનમાં હયાતી હોય, તેમને છોડીને જ્યાંસુધી પૂર્વે થઈ ગયેલા શ્રી જિનેશ્વરની વાતો પર જ જીવનું લક્ષ રહ્યા કરે અને તેમને ઓળખ્યા વિના, સ્વાનુભવ વિના, તેમનો ઉપકાર ગાયા કરે, પણ એ જીવનું પૂર્ણ શુદ્ધસ્વરૂપ શું છે, તેને તો ઓળખતો નથી, ત્યાંસુધી તેને વીતરાગનું બહુમાન ક્યાંથી આવે? વળી કહે છે કે, જ્યાં આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા પ્રત્યક્ષ સદ્ગનો સમાગમ પ્રાપ્ત થયો હોય, તેમાં પરોક્ષ જિનેશ્વરનાં વચન કરતાં પણ મોટો ઉપકાર સમાયો છે. સર્વજ્ઞ ભગવાનના કહેલા અતીન્દ્રિય લોકોત્તર ન્યાયમાર્ગની ખબર નથી, માત્ર સ્વચ્છેદે શાસ્ત્રો વાંચી જાય અને તે પુરુષનાં વચન ગોખી રાખે તેથી કાંઈ આત્માને લાભ ન થાય. માટે પ્રત્યક્ષ સદ્ગરના અવલંબનની-આશ્રયની જરૂર જણાવી છે. તે પ્રત્યક્ષ સત્પરુષનો ઉપકાર ન સમજે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય.
| [ તા. ૩-૧૦-૩૯] આગળ કહેવાયું કે કુધર્મ અને સુધર્મને સરખા માનવા તે સમભાવ છે એમ માનવું તે મિથ્યા છે, કારણ કે તેમાં વિવેક નથી. ધર્માત્મા મુનિ જેમ છે તેમ ઉપદેશ આપે છે, ખોટા દેવગુરુ-ધર્મનો નિષેધ કરે છે, તેમાં વૈષ નથી; એ વિષે અગાઉ કહેવાયું છે. હવે ઘણા જીવો સર્વજ્ઞ પરમાત્માના નામે પોતાના સ્વચ્છેદે તેમનો ઉપકાર ગાયા કરે છે અને પ્રત્યક્ષ સત્પરુષ જે આત્મભ્રાંતિના છેદક છે, પોતાને પરમ ઉપકારનું નિમિત્ત છે, તેમના સમાગમની ઉપેક્ષા રાખે છે તેમને કહ્યું કે
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. પરોક્ષ જિનનાં વચનોનો આશય ગુરૂગમ વિના સમજાય નહિ અને નિમિત્તનાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com