________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણ સાચું નથી. વળી લોકો માને કે આપણે ધર્મશાસ્ત્રો વાંચીએ, સાંભળીએ તો કાન પવિત્ર થાય, દેહ પવિત્ર થાય-એવું કહેનાર પણ પરથી જુદાપણાના વિવેક વિના, ન્યાય સમજ્યા વિના ગોળ અને ખોળ સરખા ગણી ખીચડો કરે છે. સાચા-જૂઠાનો વિવેક ન જાણે, તેનો વિશ્વાસ કોણ કરે? અક્રિય શું, જ્ઞાતા શું, પુણ્યપાપરૂપ આસવ શું, સ્વાધીનતા શું, એના ભાન વિના તેનું કરવું બધુંયે આંધળી દોડ છે. જ્ઞાની અથવા અજ્ઞાની કોઈ જડની ક્રિયા કરી શકે જ નહિ. માત્ર જ્ઞાન કરે કાં અજ્ઞાન કરે એટલે ખોટી માન્યતા કરે. તે તેનું સામર્થ્ય છે પણ જડની ક્રિયા થવી તેમાં આત્માનું સામર્થ્ય નથી. તે સ્વતંત્ર તત્ત્વ છે. વળી સદ્ગુરુ અને અસદ્ગુરુને એટલે કે જ્ઞાની ધર્માત્મા અને અજ્ઞાની કુગુરુ વેષધારીને સરખા માનવા તે અજ્ઞાન છે. સદેવ અને અસદૈવને સરખા માને, તે પણ અજ્ઞાની છે, મૂર્ખ છે. સદેવ કોને કહીએ કે જેમાં રાગ-દ્વેષ, અજ્ઞાનનો અંશ નથી, જે સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ પરમાત્મા છે.
લોકો જે હથિયારવાળા તથા સ્ત્રીસંગવાળાને દેવ માને છે, તે સાચા દેવ નથી; રાગી દેવ અને નિર્દોષ અરાગી દેવને સરખા માનનારા મહા અવિવેકી છે, મૂઢ છે.
ઘેર થી લાવ્યા હોય તેમાં એક રૂપીઆભાર કીટું (કચરો) આવ્યું હોય તો તેને ખાઈ જતો નથી, પણ કાઢી નાખે છે. તેમ પવિત્ર આત્મા અતીન્દ્રિય છે, તે આત્માનો વ્યવહારધર્મ, સાચા દેવ, ગુરુ અને સાચા ધર્મ પ્રત્યે આદર, તથા કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર અને કુધર્મની જુદાઈ,-એ ન જાણે તે અજ્ઞાની છે.
જે કોઈ દેહ, મન, વચન તથા પુણ્યાદિની ક્રિયાથી ધર્મ માને છે, સંવર-નિર્જરા માને છે, દેહની ક્રિયાને ચારિત્ર માને છે, તે અજ્ઞાની છે. આત્મજ્ઞાન વિના ધર્મ નથી. બીજામાં ધર્મ માનનારા આત્માના સાચા ગુણના નિષેધક છે. વળી ધર્માત્મા કુશ્રુતને કુશ્રુત જાણે, ખોટા શાસ્ત્રને નિષેધે અને કહે કે તેનાથી આત્મધર્મને ઓળખવાનો લાભ નહિ થાય; સધર્મને સધર્મ જાણે, બોધે અને અસધર્મને અસધર્મ જાણે અને નિષેધે, સદ્ગુરુને સદ્ગર જાણે, બોધે; અસલ્લુને અસદ્ગુરુ જાણે અને નિષેધે.
જેનાં રાગ-દ્વેષ, અજ્ઞાન સર્વથા ટળી ગયાં છે એવા વીતરાગ જિનેશ્વર સર્વશદેવ તીર્થકર આદિનો પ્રરૂપેલો ન્યાયધર્મ-લોકોત્તર માર્ગ ઓળખ્યા વિના ઘણા લોકો ધર્મઉપદેશક થઈને બધા ધર્મનો સમન્વય કરે છે, કજાત અને સજાત એટલે લૌકિક માર્ગ અને અલૌકિક સન્માર્ગરૂપ અપૂર્વ ધર્મનો સમન્વય કરે છે. એમ સ્વચ્છેદે પોતાની મતિકલ્પનાથી સર્વજ્ઞ પરમાત્માના ન્યાયને અલ્પજ્ઞ જીવો બીજા લૌકિક ધર્મ સાથે સરખાવે છે. ક્યાં આગિયાનું તેજ અને ક્યાં સૂર્યનું તેજ? એનો સમન્વય કરનારા સૂર્યને ઢાંકવા પ્રયત્ન કરે છે; એ બધા આત્મજ્ઞાનથી અજાણ છે. સત્યને સત્ય અને અસત્યને અસત્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com