________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૯૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
“લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન,
ગ્રહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન.” વિરતિ-અવિરતિનું શું સ્વરૂપ છે તેના ભાન વિના, અંતરવેદન વિના પોતાને ધર્મ માને તેને કોણ રોકી શકે? હું રોટલા છોડી શકું, હું બીજાને સુધારી દઉં, બગાડી દઉં, સંસારની વ્યવસ્થા બરાબર રાખી દઉં, આમ બેસી શકું, આમ કરી શકું-એમ માનનાર પોતાને ધર્મ માનતો હોય, છતાં તેને સામાયિક ન હોય, વ્રત-પ્રતિક્રમણ ન હોય; સંવર-નિર્જરા ધર્મ ન હોય.
સાચી શ્રદ્ધા, સાચી ઓળખાણ અને આત્મગુણનું અનુસરણ એ મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે છે. આ સમદર્શિતા જેટલે અંશે હોય તેટલે અંશે અહિંસા આદિ વ્રત હોય. જેટલે અંશે અહિંસા આદિ અંતરંગવિરતિ હોય તેટલા અંશે સમદર્શિતા હોય.
સદ્ગુરુ યોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા મુખ્યપણે સર્વવિરતિ છઠ્ઠી ગુણસ્થાનકે હોય, પછીના ગુણસ્થાનકે તે લક્ષણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય, અધિક પ્રગટ થતું જાય, ૧૨ મા ક્ષીણમોહ ગુણસ્થાનકે તેની પરાકાષ્ટા અને તેરમે સંપૂર્ણ વીતરાગતા થાય છે. સમદર્શિતાની એવી વ્યાખ્યા નથી કે, લૌકિક સમાન ભાવ, એકસરખી બુદ્ધિ, અભેદભાવ, ગુણ-દોષનો ખીચડો કરે, ભેદ ન પાડે,-એમ હોય જ નહિ.
કાચ અને હીરો સમાન ગણવા એનું નામ સમદર્શિપણું નથી પણ મૂર્ખાઈ છે.
વળી સત્કૃત અને અસત્કૃતને સરખાં માનવા તે પણ મહા મૂઢતા છે. સર્વજ્ઞના અવિરોધી સમ્યક્ શાસ્ત્રો સાથે આત્માની મૂલવણી કરાવનાર અસત્ શાસ્ત્રોનો સમન્વય ત્રણ કાળમાં થઈ શકે નહિ. વળી કોઈ માને કે આપણે ભેદ ન પાડવો, કારણ કે રાગ-દ્વેષ થાય. આપણે તો બધા ધર્મ, બધા ધર્મગુરુ સરખા, કારણ કે બધા આત્મા માટે કરે છે ને? શું ભાવનગરનો એક જ રસ્તો છે? ગમે તે રસ્તેથી જવાય. એમ માનનાર મૂર્ખ છે, અજ્ઞાની છે. ભાવનગરની સાચી ઓળખાણ વિના અન્ય માર્ગને સાચો માર્ગ માનનારા પોતાના ખોટા ભાવે સાચા છે, પણ તેને સાધ્યની પ્રાતિ નહિ થાય. અનંતકાળથી જીવો આત્માના નામે, આત્માર્થ માની ઘણું કરે છે, પણ ઓળખાણ વિના સ્વચ્છંદ જશે ક્યાં? જ્યાં સર્વજ્ઞની ઓળખાણ નથી, સત્ શાસ્ત્રના પ્રમાણિકપણાની ખબર નથી તે સમદર્શી નથી, પણ ચોક્કસ મૂર્ખ છે.
વળી કોઈ કહે કે આપણે તો સાંભળવું છે ને? આપણે તો ગુણગ્રાહી છીએ. આપણી દૃષ્ટિમાં વેર-ઝેર નથી, આપણે તો જ્યાંથી મળે ત્યાંથી લેવું છે; પણ હિત-અહિતનો વિવેક નથી. સાચું શું, ખોટું શું તેની પરીક્ષા નથી, તેનું ગુણગ્રાહીપણું કદી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com