________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મુનિને સર્વવિરતિ છે એટલે સ્વરૂપમાં વિરામ પામેલા છે. તેમનો સમભાવ અને અહિંસા આદિ પંચમહાવ્રત એ બેઉ યથાતથ્ય છે, તેથી સર્વવિરતિ એટલે સમદર્શિતા છે.
આત્મા પુણ્ય-પાપની ક્રિયા રહિત છે. અહિંસા આદિ પાંચ મહાવ્રતના પરિણામ છે તે પુણ્યપરિણામ છે, આગ્નવભાવ છે, આત્માનો ધર્મ નથી; શુદ્ધ ભાવ સહિત સમભાવ જેને હોય તેને ધર્માત્મા, અહિંસક કહેવાય. મન, વાણી, દેહાદિની ક્રિયા તે ધર્મ નથી. પંચમહાવ્રત પણ પુણ્યપરિણામ છે, તે પુણ્યપરિણામ શુભરાગ છે, કર્મભાવ છે, ઉદયભાવ છે તેનાથી ધર્મ ન થાય, સંવર-નિર્જરા ન થાય.
પાંચ મહાવ્રતના શુભ પરિણામ તે આસ્રવ (પુણ્યબંધન) કરનાર શુભભાવ છે. તેનાથી આત્માને ગુણ થાય એમ માનવું તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે.
આત્મા ત્રિકાળ જ્ઞાતા છે, તન્ન અકષાય છે, જડની ક્રિયા રહિત છે. જેને એવી અવિરોધ શ્રદ્ધા અને આત્મજ્ઞાનનું ભાન નથી, તેને બારવ્રત કે પંચમહાવ્રત પરમાર્થે કહેવાય નહિ. માત્ર નામનિક્ષેપે તે વ્રતી કહેવાય. અજ્ઞાનભાવે પુણ્ય બાંધે પણ ભવ ન ઘટે.
આત્મજ્ઞાન થયા પછી જે શુભ વિકલ્પ આવે છે તેને ઉપચારથી વ્રત કહ્યાં છે. અંતરંગ અકષાયભાવનું જ્ઞાનપરિણમન, અંતરસ્થિરતારૂપ વિરતિ તે નિશ્ચયવ્રત છે; પુણ્યપરિણામરૂપ વ્યવહાર વ્રત અને આત્માના પવિત્ર પરિણામ બંને જુદા છે. પુણ્યનો ભાવ રાગ છે. રાગથી આત્માને ગુણ થાય એમ માનવું તે મહા મિથ્યાત્વ છે, અજ્ઞાન છે.
પરની દયા પાળું એવો રાગ આવે, પણ હું તેને જીવાડી દઉં છું એમ માનવું તે અજ્ઞાન છે. અહિંસા આદિ અંતરંગવિરતિ ન હોય તો સમદર્શિતા ન હોય, સમદર્શિતા ન હોય તેને મહાવ્રત પણ ન હોય.
બીજા જીવના બચાવમાં શુભ પરિણામ હોય તો તે પુણ્ય છે; પણ મેં બચાવ્યો, હું ના હોત તો મરી જાત, તેવી માન્યતા મહા મિથ્યાત્વ, અજ્ઞાનભાવ છે, તે જ દર્શનમોહ-મિથ્યાત્વનું શલ્ય આત્મગુણને આવરે છે, નિજગુણનો ઘાતક છે. સામા જીવનું જીવન આયુષ્યકર્મના ઉદયાધીન છે, તેને હું રાખી દઉં કે મારી નાખું, સુખી-દુઃખી કરું વગેરે માન્યતા મહા અજ્ઞાન છે. આત્મજ્ઞાનદશાસ્વરૂપસ્થિતિ વિના સમ્યક અહિંસાદિ મહાવ્રત ન હોય.
પ્રશ્ન :- બાધા લીધી હોય તો? ઉત્તર :- સમ્યકત્વ વિના સાચી પ્રતિજ્ઞા હોય નહિ.
કોઈ પણ શુભ ભાવને તથા શુભજોગની ક્રિયાને પોતાની માને, સુખનો ઉપાય માને તે મહા પાખંડી છે, કપટી છે. તે માટે શ્રીમદે આગળ કહ્યું છે કે :
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com