________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] સળંગ એકરૂપ લક્ષ વર્તે છે. ધર્માત્મા ભલે ગૃહસ્થ હોય છતાં સમભાવ, સમદર્શિતા અંશે આચરણમાં હોય છે.
હવે અહીં ચોથા, પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનકની ભૂમિકાના આશ્રયે જ્ઞાની ધર્માત્મા સમદર્શી છે, તે બાહ્ય પદાર્થ અને તેના પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, સમજે, સમજાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાય વિષે મમત્વ કે ઇષ્ટ–અનિષ્ટપણું ન કરે. જે પદાર્થ કાળો હોય તેને સમદર્શી કાળો દેખે, જાણે, જણાવે. જે ભાવે જે હોય તે રૂપે તે દેખે, જાણે, જણાવે. કેમકે આત્મા સ્વભાવે જ્ઞાતાદ્રષ્ટા છે. જે અવગુણ હોય તેને છોડવા યોગ્ય જાણે, જણાવે અને રાગ-દ્વેષ રહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરવા યોગ્ય માને, જાણે, જણાવે. સ્વભાવમાં રાગ-દ્વેષ રહિતપણું રહેવું એ સમદર્શિતા. ધર્માત્માને પોતાની પવિત્રતા-નિર્દોષતાનું જ લક્ષ છે. વળી ધર્માત્મા સુરભિગંધ, સુંદર રંગની ઈચ્છા ન કરે, પણ જે નિમિત્ત હોય તેને તેવું જ જાણે, દેખે. જાણવામાં દોષ નથી.
કુગુરુ, કુદેવ, કુશાસ્ત્રને તે તે પ્રમાણે જાણે. અસત્યને પણ અસત્ય જ જાણે છે, કહે છે. કોઈ કહે કે જ્યાં દોષ હોય ત્યાં ન જાણવું, પણ જે સંયોગ દેખાય તેનો નિષેધ કેમ કરાય? દુરભિગંધ, મળ, મૂત્ર આદિ પદાર્થ દેખાય તે પ્રત્યે દુર્ગછા ન કરે; અનુકૂળતાનો પ્રેમ અને પ્રતિકૂળતાનો દ્વેષ ન કરે.
વળી શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુઃસ્વર, સુંદર-કુરૂપ આદિ દેખીને, ચિંતવીને રતિ-અરતિ, ઇષ્ટ-અનિષ્ટપણું, આર્તધ્યાન ન કરે તે જ સમદર્શિતા.
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ એ બધાથી રહિતપણું સમદર્શીને વિષે હોય જ. અહીં મુખ્યપણે આ બધા ગુણો છઠ્ઠી ભૂમિકાએ મુનિ ધર્માત્માને કહ્યા છે.
ચોથી-પાંચમી ભૂમિકાએ વર્તતા જ્ઞાની ધર્માત્માને સમદર્શિતા છે તે સમ્યગ્દર્શનની અપેક્ષાએ કહ્યું છે, કારણ કે તેમની દૃષ્ટિ (અભિપ્રાય ) નિર્દોષ છે.
મુનિને સમદર્શીપણું મુખ્યપણે કહેવાય, કારણ કે ચોથી-પાંચમી ભૂમિકાએ ગૃહસ્થદશામાં તેવો સમભાવ ન રહે.
મુનિનો આત્મા શુદ્ધ, નિર્મળ અક્રિય, જ્ઞાતા-દ્રષ્ટા હોવાથી એમને યથાર્થ સમ્યક અંતરંગ ચારિત્રપણું વર્તે છે. તેમને પાંચ મહાવ્રતી કહ્યા તે તેમની અધૂરી દશામાં આવો શુભરાગ હોય છે, તેનાથી વિરુદ્ધ જાતિનો રાગ-વસ્ત્રાદિ રાખવાનો હોય નહિ, એવો નિયમ બતાવવા કહ્યું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com