________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા (૪) અપૂર્વવાણી (સન્માર્ગ પ્રકાશક વાણી), (૫) પરમૠત ( પ્રયોજનભૂત ઉત્તમ શ્રુતજ્ઞાન).
(૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ, (૯) મોક્ષ એ નવતત્ત્વ, સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર, હેય-ઉપાદેય, નિમિત્તનૈમિત્તિક બેઉની સ્વતંત્રતા, નિશ્ચય-વ્યવહાર, એનું જાણવું પ્રયોજનભૂત જ્ઞાન છે.
[તા. ૨-૧૦-૩૯] ધર્માત્માનાં લક્ષણ (ગુણ) વિષે આ ૧૦ મી ગાથામાં કહેવાય છે. તેમાં જે ધર્માત્માને સમદર્શિતા હોય છે તેને પોતાના સાચા સુખની પ્રતીતિ, પુરુષાર્થ અને નિર્દોષ દષ્ટિ વર્તે છે. તે ધર્માત્માને સમદર્શિતા છે, પરંતુ તેનો અર્થ એમ નથી કે વસ્તુ-પદાર્થની અવસ્થા જે પ્રમાણે હોય તે પ્રમાણે ન દેખે; તે તો ખોટાને ખોટું જ માને અને કહે. જગતના પદાર્થો વિચિત્રપણે દેખાય છે, જણાય છે, તેમાં રાગ-દ્વેષ ન કરે પણ અસત્ય ને ઊંઘી શ્રદ્ધા-મિથ્યામતનો નિષેધ કરે. જગતમાં સારી કે વિપરીત જે વસ્તુ હોય તેને તે દશાપણે જાણે, ગુણને ગુણ જાણે અને દોષને દોષપણે જાણે. અવગુણી અને ગુણી પ્રત્યેનો રાગ-દ્વેષ છોડયો છે પણ તેને જાણવામાં દોષ નથી. વિષમ દૃષ્ટિને લીધે જીવને તે વસ્તુમાં ગમતું-અણગમતું થાય છે અને સમદૃષ્ટિ જ્ઞાની રાગ-દ્વેષ રહિતપણે જેમ છે તેમ યથાર્થ જાણે છે. જ્ઞાની કાળા પદાર્થને કાળો જાણે, દેખે. જ્ઞાની પાસે કોઈ કપટ કરી જાય, કોઈ ઉપકાર, સેવા, ભક્તિ કરી જાય, પણ જ્ઞાની બન્નેને એમ જ યથાપ્રકારે જાણે પણ બેઉને ગુણી ન જાણે. જેમ છે તેમ સમજે પણ તેમાં રાગ-દ્વેષ ન કરે એ સમદર્શિતાના લક્ષણ છે. અરીસામાં સુવર્ણ કે વિષ્ટા દેખાય, તેમાં અરીસાને કાંઈ ક્ષોભ નથી; તેવી રીતે જ્ઞાનીના સંબંધમાં પણ તેમ જ સમજવું.
ધર્માત્મા ગૃહસ્થ હોય તે ગરીબોને અનુકંપાબુદ્ધિથી દાન આપે, પણ તેમાં મોક્ષમાર્ગરૂપ ધર્મ નથી માનતો. અંદર દયાની વૃત્તિ આવે અને કાર્ય થઈ જાય તેનો તે કર્તા-સ્વામી થતો નથી. જ્યાં અનુકંપા થાય ત્યાં ધર્મ સમજે તો મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. સાચા વિવેકી આત્મજ્ઞાની છે.
ધર્માત્મા મુનિ છઠે ગુણસ્થાનકે વર્તતા હોય ત્યાં સર્વવિરતિ છે. સ્વરૂપસ્થિતિ છે, છતાં હજી અલ્પ અંશે રાગ વર્તે છે, તેથી શિષ્યને ઉપદેશ દેવો, શાસ્ત્રવાંચન, દેવ, ગુરુ, ધર્મની ભક્તિ આદિ શુભ-પ્રશસ્ત વિકલ્પ (રાગ ) આવી જાય છે, છતાં તે શુભ પરિણામને પોતાનાં ન માને, સર્વથા રાગ પ્રત્યે હેયબુદ્ધિ છે. ચોથી, પાંચમી ભૂમિકામાં તેનાથી અધિક રાગ વર્તે છે છતાં આત્મજ્ઞાન છે અને અભિપ્રાયમાં પૂર્ણ સમદર્શિતાનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com