________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯] સિદ્ધાંતો તારવતા, વિવાદનાં સ્થળોને છેડતા જ નહિ. ગમે તે અધિકાર તેઓશ્રી વાંચે પણ તેમાં કહેલી હકીકતોને અંતરના ભાવો સાથે મીંઢવીને તેમાંથી એવા અલૌકિક આધ્યાત્મિક ન્યાયો કાઢતા કે જે ક્યાંય સાંભળવા ન મળ્યા હોય. “જે ભાવે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવ પણ હેય છે...શરીરમાં રોમે રોમ તીવ્ર રોગ થવા તે દુઃખ જ નથી, દુઃખનું સ્વરૂપ જુદું છે. વ્યાખ્યાન સાંભળી ઘણા જીવો બૂઝે તો મને ઘણો લાભ થાય એમ માનનાર વ્યાખ્યાતા મિથ્યાષ્ટિ છે...આ દુઃખમાં સમતા નહિ રાખું તો કર્મ બંધાશે–એવા ભાવે સમતા રાખવી તે પણ મોક્ષમાર્ગ નથી...પાંચ મહાવ્રત પણ માત્ર પુણ્યબંધના કારણ છે.” આવા હજારો અપૂર્વ ન્યાયો મહારાજશ્રી વ્યાખ્યાનમાં અત્યંત સ્પષ્ટ રીતે લોકોને સમજાવતા. દરેક વ્યાખ્યાનમાં મહારાજશ્રી સમ્યગ્દર્શન પર અત્યંત અત્યંત ભાર મૂકતા. તેઓશ્રી અનેકવાર કહેતા કે-“શરીરનાં ચામડાં ઉતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો–એવાં વ્યવહાર ચારિત્ર આ જીવે અનંતવાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે...સમકિત સહેલું નથી. લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિત જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે. આજકાલ તો સૌ પોતપોતાના ઘરનું સમકિત માની બેઠા છે. સમકિતીને તો મોક્ષના અનંત સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. સમકિતીનું તે સુખ, મોક્ષના અનંતમા ભાગે હોવા છતાં, અનંત છે.” અનેક રીતે, અનેક દલીલોથી, અનેક પ્રમાણોથી, અનેક દૃષ્ટાંતોથી સમકિતનું અદ્ભુત માહાભ્ય તેઓશ્રી લોકોને ઠસાવતા. મહારાજશ્રીની જૈનધર્મ પરની અનન્ય શ્રદ્ધા, આખું જગત ન માને તો પણ પોતાની માન્યતામાં પોતે એકલા ટકી રહેવાની તેમની અજબ દેઢતા અને અનુભવના જોરપૂર્વક નીકળતી તેમની ન્યાયભરેલી વાણી ભલભલા નાસ્તિકોને વિચારમાં નાખી દેતી અને કેટલાકને આસ્તિક બનાવી દેતી. એ કેસરીસિંહનો સિંહનાદ પાત્ર જીવોના હૃદયના ઊંડાણને સ્પર્શી તેમના આત્મિક વીર્યને ઉછાળતો. સત્યના જોરે આખા જગતના અભિપ્રાયો સામે ઝૂઝતા એ અધ્યાત્મયોગીની ગર્જના જેમણે સાંભળી હશે તેમના કાનમાં હજુ તેનો રણકાર ગુંજતો
હશે.
આવી અદ્ભુત પ્રભાવશાળી અને કલ્યાણકારિણી વાણી અનેક જીવોને આકર્ષે એ સ્વાભાવિક છે. સાધારણ રીતે ઉપાશ્રયમાં કામધંધાથી નિવૃત્ત થયેલા વૃદ્ધ માણસો મુખ્યત્વે આવે છે, પરંતુ કાનજી મહારાજ જ્યાં પધારે ત્યાં તો યુવાનો, કેળવાયેલા માણસો, વકીલો, દાક્તરો, શાસ્ત્રના અભ્યાસીઓ વગેરેથી ઉપાશ્રય ઊભરાઈ જતો,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com